________________
૧૦
કપૂર મહેક-૭ નિજ શુદ્ધ સમાધિમેં લીન રહે, ગુરુ જ્ઞાનકો જાકું દિયો વરહે; મન હાથ સદા જિનકે તિનકે, ઘર હિ વન હે વન હિ ઘર છે. ૧૭ મમતા લવલેશ નહિ જિનકે ચિત્ત, છાર સમાન સહુ ધન હે; જાકું ભેદ-વિજ્ઞાનની દૃષ્ટિ કરી, અહિ-કંચુકી જેમ જુદો તન હે. વિષયાદિક પંક નહિ ઢીક જાકું ક્યું, પંકજ જિમ જિકા જન હે; મન હાથ સદા જિનકું તિનકે, વન હિ ઘર હે ઘર હિ વન હે. ૧૮ માખી કરે મધ ભેરો સદા તે તો, આન અચાનક ઓર હિ ખાવે; કીડી કરે કણકે જિમ સંચિત, તાહુકે કારણ પ્રાણ ગુમાવે લાખ કરોરકું જોર અરે નર, કહેલું મૂરખ ! સૂમ કહાવે; ધર્યો હિ રહેગો ઈહાં કે ઈહાં સહુ, અંત સમે કછુ સાથ ન આવે. ૧૯ છે, જે આત્માની શુદ્ધ સમાધિમાં લીન રહે છે, ગુરુએ જેને જ્ઞાનનું વરદાન આપેલ છે, જેને મન કબજામાં છે, તેને ઘર એ વન છે, વન એ ઘર છે. ૧૭
જેના મનમાં અંશમાત્ર મમતા નથી, સર્વ ધનને જે ધૂળ સમાન ગણે છે, જેની ભેદવિજ્ઞાન(જડ-ચૈતન્યના વિવેક)ની દૃષ્ટિ સ્થિર છે, “સર્પની કાંચળીની જેમ જેનું શરીર આત્માથી જુદું છે, જેને વિષયાદિક કાદવ ઢાંકી શકતા નથી, કમળની જેમ જેનો (જન) આત્મા સંસારથી અલિપ્ત છે, જેને મન કબજામાં છે-વશ છે, તેને વન એ ઘર છે, અને ઘર એ વન છે. ૧૮
હંમેશાં માખી મધ ભેળું કરે છે, તેને અચાનક આવીને કોઈ બીજો જ ખાય છે, કીડી જેમ અનાજનો સંચય કરે છે, પણ તેને માટે પોતાનો પ્રાણ ગુમાવે છે, લાખ અને ક્રોડના બળથી હે મૂર્ખ માણસ ! શા માટે તું પોતાને (સૂમ-)કંજૂસ કહેવડાવે છે ? તે ધન બધું અહીંને અહીં જ પડ્યું રહેશે. અંતસમયે-મરણ વખતે તેમાંનું કાંઈપણ સાથે આવશે નહિ. ૧૯