Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ શુભ આશીર્વાદ શ્રાદ્ધરળ શિકાર્ય પંડિતજી શ્રી કપુરચંદભાઈ રણછોડદાસ પારયા મહેસાણા પાઠશાળમાં વર્ષો પૂર્વે જે પંડિતજીઓ તૈયાર થઇ જિનશાસનનું નામ જગતમાં ઉજ્વલ કર્યું. તે હરોળની વિરલ વ્યક્તિ એટલે શ્રાદ્ધરત્ન વિદ્વર્ય પંડિતજી શ્રી કપૂરચંદભાઈ રણછોડદાસ વારૈયા. જ્ઞાનનો, જાણકારીનો, અનુભૂતિનો ખજાનો. અભ્યાસ કરાવવામાં ક્યારેય આળસ-પ્રમાદ નહિ. પાલીતાણા તીર્થભૂમિમાં - જૈન શ્રેયસ્કર પાઠશાળામાં, તેમજ વિવિધ સ્થાનોમાં તેમની પાસે અભ્યાસ કરી અનેક પૂ. સાધુ-સાધ્વીજી મ. તૈયાર થયા છે. અમોએ અને અમારા સાધુઓએ પણ ૩૦ વર્ષ પહેલા તેમની પાસે પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથો-પ્રકરણ-સંસ્કૃત બુક વગેરેનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ કરાવવાની એમની શક્તિ પ્રશસ્ય હતી. અધ્યયન-અધ્યાપન માટે તેમનો લગાવ અનેરો હતો, તે છેક સુધી જાળવી રાખ્યો. પાછલી અવસ્થામાં કોઈ સાથે મૂકી જાય-લઇ જાય, પરંતુ ભણાવવાનું ખરું જ. છેલ્લે તો શરીર સાથ ન આપતું તો ઘરે બેઠા-બેઠા પણ અભ્યાસ કરાવતા, પ્રશ્નોના સમાધાન આપતા, સચોટ જવાબો તેમની પાસેથી મળતા. અધ્યાપન સાથે તેમની લેખનશક્તિ અજોડ હતી. મોતીના દાણા જેવા સુવાચ્ય અક્ષરો-જાણે ટાઇપીંગ કર્યા હોય તેવા લાગે. પાઠ ન હોય ત્યારે કંઇને કંઈ વિષય લઈ લખવાનું ચાલુ રાખતા. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના ભાષાંતર કર્યા. શત્રુંજયકલ્પવૃત્તિનો અનુવાદ કર્યો, શત્રુંજય

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 116