Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ સંપાદકીય પંડિતવર્ય શ્રી કપૂરચંદજી વારૈયા દ્વારા અનુવાદિત-ભાવાનુવાદિત પ્રાચીન મહાપુરુષોના આંતરિક ભાવોને જાણવાનો-સમજવાનો યત્કિંચિત્ પ્રયાસ આપણા કરકમલમાં રહેલ ‘કપૂર સુવાસ' વગેરે આઠ ભાગો દ્વારા થયો, તે મારા માટે એક આનંદનો વિષય છે. કોઈ પણ સ્તવન-પદ-સજ્ઝાય-આધ્યાત્મિકપદ-સવૈયા વગેરેને વારંવાર પ્રભુભક્તિ કે આધ્યાત્મિક ચિંતનના સ્તરમાં ગાવાથી-૨ટવાથીરીયાઝ કરવાથી એનો રસાસ્વાદ-ભાવ કંઈક ઓર જ હોય છે, પણ તે માટે તો તે તે શબ્દોના અર્થોનો ખ્યાલ-જાણકા૨ી હોય તો જ બની શકે છે, નહી તો નહી. તેની પૂર્તિ કંઈક અંશે પંડિતવર્યશ્રીએ અનુવાદભાવાનુવાદ કરવા દ્વારા કરી છે. તે આપણા માટે ગૌરવની વાત છે. હજી પણ આવા, ઘણા સ્તવનો વગેરે છે, જે આવા પ્રયાસ કરવા દ્વારા સરળ કરવા જેવા છે. દિવંગત પંડિતજીના આવા આશયોને પૂર્ણ કરવા તત્પર બનીએ એ જ અભ્યર્થના. - શ્રીચંદ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 116