Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ પ્રકાશકીય પૂર્વના મહાપુરુષો દ્વારા રચિત અને વિદ્વદ્વર્ય પંડિત શ્રી કપૂરચંદજી વારૈયા દ્વારા અનુવાદિત-ભાવાનુવાદિત એવા પ્રચલિતઅપ્રચલિત સ્તવનો-પદો-સઝાયો-આધ્યાત્મિક પદો-સવૈયા-પ્રશ્નોત્તરરત્નમાળા-બાવની-છત્રીશીબત્રીશી-હરીયાળી-ભાવના ગીતો-જાણવા લાયક ખજાનો એટલે મઘમઘાયમાન થતો વિવિધતા ભર્યો હર્યોભર્યો સુંદર બગીચો એની સુવાસ એટલે જ કર્પર સુવાસ ૧ કપૂર રાગ ૫ કપૂર સુગંધ ૨ કર્પર પરાગ ૭ કપૂર સુરભિ ૩ કર્પર મહેંક ૭. કર્પર સૌરભ ૪ કર્પર ખુબુ ૮ શાસનસમ્રાટુ પ. પૂ. આચાર્ય વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ. સા. ના પટધર જિનશાસન શણગાર પ. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. તથા સૂરિમંત્ર સમારાધક પ. પૂ. આચાર્ય શ્રી | વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા. આદિ પૂજ્યવરોની અસીમ દિવ્યકૃપા અમારા શ્રીસંઘ ઉપર વરસી રહી છે. છે તે પુજ્યોના પરિવારના પ. પુ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના સંપૂર્ણ માર્ગદર્શનથી તેઓશ્રીના શિષ્યોપ્રશિષ્યો દ્વારા સંપાદિત-સંશોધિત ગ્રંથોની પ્રકાશનની જવાબદારી અમારો શ્રીસંઘ સંભાળી રહ્યો છે. 1 ઉપરોક્ત આઠ ય ભાગો પ. પૂ. આચાર્ય શ્રી વિજય શ્રીચંદ્રસૂરિજી મ. સા.એ સારી રીતે સંપાદન કર્યું અને તેને પ્રકાશન કરી શ્રીસંઘના કરકમલમાં અર્પતા અમો ઘણો જ આનંદ અનુભવી રહ્યા છે. પુસ્તક પ્રકાશનમાં આર્થિક લાભ લેનાર તે તે પરિવારો-ભક્તજન પરિવારોને ધન્યવાદ છે કે પ્રાપ્ત કરેલી સુકૃતની લક્ષ્મી જ્ઞાનના માર્ગે વાપરી સફળ કરી છે. મુદ્રણકાર્ય ભરત ગ્રાફિક્સ-ભરતભાઈ-મહેન્દ્રભાઈ વગેરેએ સારો પરિશ્રમ ઉઠાવી સફળ કરેલ છે. અંતમાં... કઠીન અને સરળ છતાં અર્થથી ગંભીર એવા મહાપુરુષોના અંતરના-અંદરના ઉંડાણભર્યા ભાવોને સમજવા માટે આવા અનુવાદો-ભાવાનુવાદોવાળા ગ્રંથોની-પુસ્તકોની આવશ્યકતા છે, તે ચિંતનમનન-વાંચન અને અભ્યાસ દ્વારા જરૂરથી ખ્યાલ આવશે. લિ. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 116