________________
શ્ર મ ણ અને બ્રાહ્મણ
સંસ્કૃતિ નું હાર્દ
પં. શ્રી. સુખલાલજી સંઘવી
બ્રહ્મ અને સમ
હું તત્ત્વજ્ઞાનના બધા જ પ્રવાહોને આવરી લેનાર અનેક મુદ્દાઓ વિશે આજે નથી બોલતો; માત્ર બે મુદ્દાઓ લઈ તે વિશે ટૂંકમાં ચર્ચા કરવા ધારું છું. એ મુદ્દા એવા છે કે જે ભારતીય તત્વચિંતનના લગભગ બધા જ પ્રવાહોને સ્પર્શે છે, અને તત્વજ્ઞાનની વિવિધ સરણીઓની ચડતીઊતરતી કક્ષા પણ સૂચવે છે. તે બે મુદ્દા સૂત્રરૂપે આ રહ્યાઃ (૧) ગુઢવક્ષપાતતઃ | અને (૨) વ્યવહાર–પરમાર્થ-દષ્ટિ.
આનો સંક્ષિપ્ત અર્થ એ છે કે બુદ્ધિશક્તિના ઉદ્ભવનું કેન્દ્ર ભલે જુદું જુદુ હાય, અને તેનાં વહેણું ભલે અનેક વળાંકો લેતાં પ્રવર્તમાન થાય, પણ છેવટે બુદ્ધિ કાઈ એક પરમ સત્ય ભણી જ વળે છે; કેમ કે બુદ્ધિનાં મૂળગત સ્વભાવ સત્યને સ્પર્શવાનો છે. તે એવા સત્યને ન સ્પર્શી ત્યાં લગી એ સંતોષાતી નથી. આથી જ મહિમસ્તોત્રના રચયિતાએ કહ્યું છે કે :
रुबीना वैचयाद् ऋजुकुटिलनानापथजुषां, नृगामेकोगम्यस्त्वमसि पयसामर्णव इव ॥ વ્યવહાર એટલે દશ્ય તેમજ સામાન્ય જનથી સમજી શકાય એવી આચારવિચારની કક્ષાઓ. અને પરમાર્થ એટલે ધ્યાન, ચિંતન તેમ જ પ્રતાની કલાને સ્પર્શતી સૂક્ષ્મ તત્તલક્ષી ભૂમિકાઓ.
ભાતીય તત્વવિચારને સંબંધ છે ત્યાં લગી એમ કહી શકાય કે એ તત્વવિચારનાં ઉદ્દગમસ્થાનો બે જુદાં જુદાં
છેઃ એક છે સ્વાત્મા અને બીજું છે વિશ્વપ્રકૃતિ. અર્થાત પહેલું અંતર અને બીજું બાહ્ય.
કોઈ અજ્ઞાત કાળમાં મનુષ્ય પોતાની જાત વિશે વિચાર કરવા પ્રેરાયો. હું પોતે શું છું? કેવો છું? અને બીજા છ સાથે મારો શા સંબંધ છે? એવા પ્રશ્નો એને ઉદ્ભવ્યા. આનો ઉત્તર મેળવવા તે અંતર્મુખ થયો અને એને પોતાના સંશોધનને પરિણામે જણાયું કે હું એક સચેતન તત્વ છું અને બીજા પ્રાણીવર્ગમાં પણ એવી જ ચેતના છે. આ વિચારે તેને પોતાની જાત અને બીજા પ્રાણીવર્ગ વચ્ચે સમતાનું દર્શન કરાવ્યું. એ દર્શનમાંથી સમભાવના વિવિધ અર્થો અને તેની ભૂમિકાઓ તત્ત્વવિચારમાં રજૂ થઈબુદ્ધિના આ વહેણને કમ તરીકે ઓળખાવવામાં આવે છે.
બુદ્ધિનું બીજું પ્રભવસ્થાન બાહ્ય પ્રકૃતિ છે. જેઓ વિશ્વપ્રકૃતિની વિવિધ બાજુઓ, ઘટનાઓ અને તેનાં પ્રેરક બળો તરફ આકર્ષાયા હતા, તેમને એમાંથી કવિની કહો કે કવિત્વમય ચિંતનની, ભૂમિકા લાધી. દા. ત., વેદના જે કવિએ ઉષાના ઉલ્લાસપ્રેરક અને રોમાંચકારી દર્શનનું સંવેદન ઝીલ્યું, તેણે ઉપાને એક રક્તવસ્ત્રા તરુણી રૂપે ઉષાસૂક્તમાં ગાઈ સમુદ્રના ઊછળતા તરંગો અને તોફાનો વચ્ચે નોકાયાત્રા કરતાં
વેદના જે કવિને સમુદ્રના અધિષ્ઠાયક વરુણનું રક્ષણહાર તરીકે સ્મરણ થઈ આવ્યું. તેણે વરુણક્તમાં એ વરુણદેવને પોતાના સર્વશક્તિમાન રક્ષણહાર લેખે સ્તવ્યો. જેને અગ્નિની જવાળાઓ અને પ્રકાશક શક્તિઓનું રોમાંચક સંવેદન થયું, તેણે અશ્ચિનાં સૂક્તો રચ્યાં. જેને ગાઢ અંધકારવાળી રાત્રિનું રોમાંચક સંવેદન થયું તેણે રાત્રિત રચ્યું. એ જ રીતે વાફ, ઢંભ, કાળ આદિ સૂક્તો વિશે કહી શકાય. પ્રકૃતિનાં એ જુદાં જુદાં પાસાં હોય કે તેમાં કોઈ દિવ્ય સત્ત્વો હોય, અગર એ
• અમદાવાદમાં તા. ૨૩, ૨૪, ૨૫ ઓકટોબર, ૧૯૫૯ ના દિવસો દરમ્યાન મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમાં સંમેલનમાં, તા. ૨૪-૧૦-૧૯૫૯ ના રોજ, તરવજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે પંડિત શ્રી સુખલાલજીએ આપેલ ભાષણ.