________________
ભગવાન તીર્થવિત અર્થાત્ જૈન તીર્થકર ભગવાનનો મહાભારતમાં ઉલ્લેખ
શ્રી ઉપેન્દ્રરાય જયચંદભાઈ સાંડેસરા
ભારતીય સાહિત્ય અને વૈદિક ધર્મના સર્વસંગ્રહાત્મક અપૂર્ય ગ્રન્થ મહાભારતમાં વેદ, ઉપનિષદ, સાંખ્ય, યોગ વગેરેનું રહસ્ય બહુ સરળ અને રસમય રીતે નિરૂપાયેલું છે તે વાત સર્વવિદિત છે. તેવી જ રીતે એમાં જૈન ધર્મના કેટલાક ઘણું મહત્ત્વના સિદ્ધાંતો પણ સરળ રીતે નિરૂપાયેલા છે. અને એમ કરીને ત્યાં જે કંઈ સારું હોય તે આત્મસાત કરવાની ઉચ્ચ પ્રણાલીનું તેજસ્વી ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે.
મહાભારત, શાંતિપર્વ (ભાંડારકર ઓ. ઈ. ની વાચના) એ. ૩૧૬, શ્લોક ૫૩ થી ૫૯ માં નારદ ઋષિ શુકદેવને સનકુમારે ઉપદેશેલ તત્ત્વવિદ્યા ઉપર વિવેચન કરી સમજાવે છે તેવો પ્રસંગ છે. તેમાં “ભગવાન તીર્થવિત અર્થાત તીર્થંકર ભગવાને કહેલા ઉપદેશ” તરીકે કર્મના નિયમ, કર્મબંધ અને તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા વિષે હૃદયંગમ નિરૂપણ કરેલું છે, તે જાણવું બહુ રસપ્રદ થઈ પડશે.. अनादिनिधनं जन्तुमात्मनि स्थितमव्ययम् । अकर्तारममूर्त च भगवानाह तीर्थवित् ॥ १२-३१६-५३ यो जन्तुः स्वकृतैस्तैस्तैः कर्मभिनित्यदुःखितः। स दुःखप्रतिघातार्थ हन्ति जन्तूननेकधा ॥५४॥ ततः कर्म समादत्ते पुनरन्यन्नवं बहु । तप्यतेऽथ पुनस्तेन भुक्ता पथ्यमिवातुरः ॥५५॥ अजस्रमेव मोहातॊ दुःखेषु सुखसंज्ञितः। बध्यते मथ्यते चैव कर्मभिर्मन्थवत्सदा ॥५६॥ ततो निवृत्तो बन्धात्वाकर्मणामुदयादिह । परिभ्रमति संसारं चक्रवद्बहुवेदनः ॥५७॥
सत्वं निवृत्तबन्धस्तु निवृत्तश्चापि कर्मतः। सर्ववित्सर्वजित्सिद्धो भव भावविवर्जितः ॥५८॥ संयमेन नवं बन्धं निवर्त्य तपसो बलात् । ઝાલા વવઃ સિદ્ધિાળવાયાં કુવોયમ્ III
પ્રાણીઓના શરીરમાં રહેલો આત્મા આદિ અંતથી રહિત, અવ્યય, અકર્તા અને અમૂર્ત છે, એમ ભગવાન તાર્થવિતે કહ્યું છે. પોતે કરેલાં કર્મથી કાયમ દુઃખી રહેતું પ્રાણી એના પ્રતિઘાત માટે અનેક પ્રાણીઓને હણે છે. તેનાથી બીજાં અનેક (હિંસક) કમ એકઠાં કરે છે, અને જેમ રોગી અપથ્યાહારથી વધુ રોગિષ્ટ થાય છે એમ ફરીથી (હિંસક કર્મવિપાકથી) દુઃખી થાય છે. કાયમ મોહમાં ફસાઈને, જેમ વલોણાથી દહીં મથવાની ક્રિયા થાય છે (વલોણાને બાંધવામાં, મથવામાં અને પાછું છોડવામાં આવે છે) એમ એ કર્મ ઉદય વડે “સુખ’ એવી સંજ્ઞાવાળાં દુઃખોમાં બંધાય છે, મથાય છે અને
ટો થાય છે. એમ સંસારમાં ચક્રની જેમ ફરીને બહુ વેદના પામે છે. (હે શુકદેવ !) તું એ (કર્મ) બધમાંથી નિવૃત્ત થા, (નવા) કર્મથી નિવૃત્ત થા, સર્વવત તથા સર્વજિત થા, અને (સંસારના) ભાવોને ત્યજીને સિદ્ધ થા. સંયમથી નવાં અને તપના બળથી બીજા (કર્મ) બંધોને દૂર કરી અનેક પુરુષો નિબંધ અને સુખોદયી સિદ્ધિને પામ્યા છે.
આ ઉપદેશમાં કર્મબ-ધથી નિવૃત્ત થવાની, નવાં કર્મથી નિવૃત્ત થવાની અને સર્વવિત તથા સર્વજિત અથત સર્વત્ત અને જિન થઈને સિદ્ધ થવાની શિક્ષા આપવામાં આવી છે, તે જૈન ધર્મના સિદ્ધાંત સાથે આબેહૂબ મળતી આવે છે, એ સ્પષ્ટ છે.