________________
પંચાંગ-ગણિત સંશોધન
શ્રી મહેન્દ્ર જૈન પંચાંગના રજત જયંતી સમારંભના પ્રમુખસ્થાને મારી પસંદગી કરવા સારુ આભારી છું. ભારતમાં આપણું પંચાંગોના સંશોધનની ચર્ચા લગભગ છેલ્લાં સો વર્ષથી ચાલે છે. જૈન અને વૈદિક ધર્મકૃત્યો ભિન્ન હોવા છતાં એ બંનેની કાલગણના, તિથિ, નક્ષત્ર, વાર, માસ, વર્ષ વગેરેની ગણિત પદ્ધતિ મોટે ભાગે સમાન જ છે. પંચાંગોના ગણિતનું સંશોધન કરવાની પ્રવૃત્તિ ચાલે છે, તે જૈન તેમજ અન્ય પદ્ધતિઓના ધર્મકૃત્યોને સમાન રીતે લાગુ પડે છે. જૈન પંચાંગના ગણિતનું સંશોધન ઘણા સમયથી જરૂરી હતું. અને
શ્રી મહેન્દ્ર જૈન પંચાંગે” આ ખોટ પુરી પાડીને જૈન સમાજની મોટી સેવા બજાવી છે.
આપણુ પંચાંગોમાં અપાતાં વ્રતો, ઉત્સવો, વગેરેનો કાલનિર્ણય સૂર્ય, ચંદ્ર, વગેરે ગ્રહોની ગતિને અનુસરીને કરવામાં આવે છે. તેથી આ કાલનિર્ણય શુદ્ધ પ્રકારે કરવાને માટે ગણિત પણ શુદ્ધ હોવું જોઈએ એ સ્પષ્ટ છે. એટલે પંચાંગમાં આપવામાં આવતા ગ્રહોનાં સ્થાનો આકાશમાં પ્રત્યક્ષ દેખાતાં તેઓનાં સ્થાનોની સાથે બરાબર મળી રહેવાં જોઈએ. આ પરીક્ષા કરવા માટે ભારતમાં પ્રાચીન કાળથી ખગોળનાં યંત્રો બનાવવાની પ્રવૃત્તિ ચાલી આવી છે. આવાં યંત્રોની કૃતિ અને તેઓનો ઉપયોગ સમજાવવાના ઉદ્દેશથી રચાયેલો, સુપ્ર. સિદ્ધ વિદ્વાન આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજીનો “યંત્રરાજ', નામનો ગ્રન્થ જાણીતો છે. જયપુર, ઉજજૈન વગેરે સ્થળોએ આવેલી ખગોળની વેધશાળાઓમાં પણ આ પ્રકારનાં યંત્રો આજે આપણે જોઈ શકીએ છીએ. આજે પશ્ચિમના ખગોળના વિદ્વાનોએ ઘણું સૂક્ષ્મ યંત્રો બનાવ્યાં છે તેઓની મદદથી આકાશમાંના ગ્રહોન વેધ બહુ સૂક્ષ્મ રીતે લઈ શકાય છે.
અર્વાચીન કાળમાં બનેલાં આ યંત્રો, તેમ જ આપણા પ્રાચીન યંત્રોની મદદથી વેધ લેતાં હાલના ભારતીય વિદ્વાનોને માલૂમ પડ્યું કે આપણું વેધપરંપરા અનેક
* પ્રત્યક્ષ જ્યોતિષ ગણિતને આધારે પ્રગટ થતા શ્રી મહેન્દ્ર જન પંચાંગના રજત મહોત્સવ પ્રસંગનું શેઠ શ્રી કરતુરભાઈ લાલભાઈનું અધ્યક્ષપદેથી પ્રવચન (તા. ૨૬-૨-૧૯૬૦)
વર્ષોથી છૂટી ગઈ હોવાથી આપણા ગણિત અને પ્રત્યક્ષ આકાશની વચ્ચે ઘણું અંતર પડી ગયું છે. આ અંતર પૂરતો સુધારો આપણા ગણિતમાં કરી લેવો જોઈએ. એટલું જ નહીં, પણ ભવિષ્યમાં પણ ગ્રહોની ગતિ આજના સુક્ષ્મ વેધોથી નકકી થયેલી લેવી જોઈએ, જેથી આવી સ્થૂળતા ભવિષ્યમાં એકઠી થવા પામે નહીં. આ તત્ત્વને અનુસરીને અર્વાચીન ભારતીય વિદ્વાનોએ નવીન ગણિતના ગ્રન્થો પણ રચ્યા છે. અને તેઓને આધારે બનાવેલાં પંચાંગો પણ પ્રચારમાં આવ્યાં છે. જગતની બધી મહાન વિદ્યાઓની પેઠે ખગોળવિદ્યા પણ સાર્વભૌમ વિદ્યા છે, તેથી કોઈપણ દેશકાળમાંથી પ્રાપ્ત થયેલ સત્ય જ્ઞાનનો સ્વીકાર કરવામાં આપણું વિદ્વાનોએ કદી સંકોચ કર્યો નથી. આ જમાનામાં અન્ય દેશોના વિદ્વાનો પાસેથી આપણને ઉપયોગી એવું કંઈ પણ જ્ઞાન મળતું હોય તો તેનો ઉપયોગ કરવામાં આપણું આજના સુજ્ઞ વિદ્વાનો સંકોચ કરતા નથી એ યોગ્ય જ છે. આ પ્રમાણે કાશી, બંગાળ, મદ્રાસ, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોના અર્વાચીન વિદ્વાનોએ લગભગ સો વર્ષથી પ્રત્યક્ષ પંચાંગો બનાવવાની પ્રવૃત્તિ ચાલુ કરી દીધી છે.
આ વિષયમાં ગુજરાત અન્ય પ્રદેશો કરતાં કંઈક મોડું જાગ્યું એમ કહી શકાય, પણ છેલ્લા ૩૫ વર્ષથી ગુજરાતમાં પણ આ પ્રવૃત્તિની શરૂઆત થઈ છે અને હવે તો ગુજરાતમાં એકાદ બે અપવાદો સિવાય બધાંજ પંચાંગો બની ગયાં છે. ગુજરાતમાં સૌથી પ્રથમ પ્રત્યક્ષ પંચાંગ વિક્રમ સંવત ૧૯૮૨માં શ્રી હરિહરભાઈએ બહાર પાડયું હતું અને તે દશ વર્ષ ચાલ્યું હતું. પછી તેમની રાજકીય પ્રવૃત્તિઓના રોકાણોના લીધે તે આગળ ચાલી શક્યું નહીં, પણ એ અરસામાં પૂજય મુનિ શ્રી વિકાસવિજયજીએ શ્રી હરિહરભાઈની પ્રત્યક્ષ ગણિત પદ્ધતિ
એમની પાસેથી જાણી લઈને એ મુજબ “શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ”નો પ્રારંભ કર્યો, જેના પચીસમા વર્ષમાં પ્રવેશ થયાનો ઉત્સવ આજે આપણે ઊજવીએ છીએ.
ગ્રહ ગણિતનું કામ બહુ કડાકુટવાળું છે. એ અત્યંત શ્રમવાળું અને થકવનારું પણ છે. આવું કામ સતત
૩૫