________________
જન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૦
જાણે મને કહેતા સામે મોંએ ચાલીને આ કષ્ટો માંગી લીધાં છે, પછી પાછા હઠવાનું કેવું?
એમને મન આવાં બધાં કછો તો અંતરની અહિંસાની કસોટી હતી. સુખમાં તો સૌ અહિંસક રહે; પણ વેદનામાં, વેદના આપનાર ઉપર પૂર્ણ અહિંસક ભાવ રહે તો જ અહિંસાનો અને આત્માનો સાક્ષાત્કાર થાય.
એટલે કષ્ટોના વલોણાથી કાયાનું જેમ વધારે મંથન થતું તેમ આત્મશુદ્ધિનો અમૃતપો ઊંચે આવતો લાગતો.
ભગવાનને મન તો દુઃખ એ સુખની ખાણ જ હતી.
જોનારાં સમસમી ગયાં ? હમણાં ઘણું જોગીના માથામાં ઝીંકાયો અને હમણાં જ એનાં સોયે વરસ પૂરાં થયાં સમજો !
એમને તો એમ પણ થયુંઃ સાજા થઈને પાછા ર્યાના પહેલે દિવસે જ સાધુ હત્યાનું આ પાતક ! કેવાં ખોટાં અપશુકન !
પણ પેલાનો ગુસ્સો એટલો ધમધમી ઉઠ્યો હતો કે કોઈ એને વારી ન શક્યું.
ખરેખરો જીવ સટોસટનો મામલો રચાઈ ગયો. પણ ભગવાન તો મેરુની જેમ સાવ નિપ્રકંપ હતા. એ તો ન કંઈ બોલ્યા, ન હલ્યા; સમભાવપૂર્વક બેસી જ રહ્યા.
લુહારે ઘણ ઉપાડ્યો : આ પડ્યો કે પડશે! યોગી પુરુષ શાંતિથી નીરખી રહ્યા. લુહારની કાયા ક્રોધથી કંપી રહી.
અને લુહારનો હાથ છટક્યો : જે ઘણનો ઘા યોગીના મસ્તક ઉપર ઝીંકાવા તોળાયો હતો, એ લુહારના પોતાના માથા ઉપર જ ઝીંકાયો !
માંદગીના પંજામાંથી માંડ બચેલો બિચારો લુહાર ક્રોધનો કોળિયો બની ગયો!
ક્રોધનાં કડવાં ફળ સૌએ નજરોનજર નિહાળ્યાં.
ક્રોધનાં કડવાં ફળ એક વાર ભગવાન વૈશાલીમાં સમોસર્યા. રાજમહેલમાં વસનારને હવે રાજમહેલ કે હવેલીની કોઈ ખેવના ન હતી. વૈભવ-વિલાસ તો એમને મન બેડીઓ જેવા બની ગયા હતા. અને સુખસગવડનો તો એમને કોઈ વિચાર જ આવતો ન હતો.
કોઈને અગવડ ન થાય, કોઈને અપ્રીતિ ન થાય મોહમાયાનું બંધન આડે ન આવે એવી થોડીક જગા મળી એટલે બસ. વૈશાલી તો કેવી વૈભવશાળી નગરી! તેમાંય ભગવાનનું તો એ વતન. પણ ભેખ ધરીને ચાલી નીકળેલાને તો બધી ધરતી સરખી. ભગવાને એક લુહારના ડહેલામાં ઉતારો કર્યો.
એ પહેલાનો માલિક લુહાર છ મહિનાથી માંદો હતો. રોગથી હેરાન થઈને એ બીજે ચાલ્યો ગયો હતો.
એ સાજો થઈને પોતાનાં સગાં-વહાલાં સાથે આજે જ પોતાની કોઢમાં પાછો આવ્યો.
અને આવતાંવેંત એણે જોયું તો એક મંડિયો પોતાના મકાનમાં ઊતરેલો!
એ તો ચિડાઈ ગયો માંડ મોતના મોંમાંથી બચીને, સાજો થઈને, આજે ઘેર પાછો આવ્યો, ત્યાં પહેલાં દર્શન આ મંડિયાનાં થયાં ! કેવાં મોટાં અપશુકન !
એનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો. એ તો વજનદાર ઘણું ઉપાડીને ભગવાન તરફ દોડ્યો.
[૪] આ તો આત્માની શીતળતા! કડકડતો શિયાળો ચાલે. માઘ મહિનાનો દંડીની જુવાનીનો વખત. ટાઢ કહે મારું કામ! ' હાડ ખખડી જાય, ચામ ફાટી જાય અને લોહી ઠરી જાય, એવી કારમી ટાઢ પડે. જાણે હિમાળો ચાલીને ત્યાં આવી પહોંચ્યો. ભલભલા બળિયાય રાંક બની જાય એવી એ ઠંડી!
આવા શિયાળામાં એક દિવસ ભગવાન શાલિશીર્ષ ગામે પધાર્યા.
સૌ જ્યારે ઘરવાસીને સગડીની પાસે બેસે ત્યારે ભગવાન ઉઘાડામાં એકાંત ધ્યાનમાં બેસી ગયા. જોગીનું તો જાણે બધું જ દુનિયાથી જુદુંઃ સ ઊંધે ત્યારે એ જાગે; સી જમે-રમે અને આનંદ કરે ત્યારે જોગી ઉપવાસ