Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 130
________________ જૈન યુગ ૫૦ માર્ચ-એપ્રિલ ૧૯૬૦ ભગવાને મનમાં ગાંઠ વાળી ઃ સર્યું! આવા ચમત્કારથી. અને લોકોને સાવધાન કરીને ભગવાન ત્યાંથી બીજે વિહરી ગયા.' કંચન કે- કીર્તિની કોઈ કામના એ યોગીને રોકી ન શકી. 15, અચ્છેદક તો કંઈ કંઈ રંગ કરતો જાય: ભોળા લોક તો સમજે કે કેવો ત્યાગી અને કેવો યોગી! ન થાય એ કરી બતાવવું એ તો જાણે એનું જ કામ! અછંદકનો ધંધો તો ધીકતો ચાલવા લાગ્યો. કાળને કરવું તે ભગવાન મહાવીર મોરાક ગામે આવ્યા અને ગામ બહાર રહ્યા. એમના જાણવામાં અચ્છેદકના ચમત્કારની વાત આવી. એમણે જોયું કે દિવસે સાધુ-સંત યોગી થઈને રહેતો અચ્છેદક રાતે ન કરવાનાં કામો કરે છે, ન ખાવાનું ખાય છે અને શેતાનને શરમાવે એવાં પાપ આચરે છે. ભગવાન તો કરુણાના અવતાર : એમને થયું આમાં તો લોકો ડૂબશે, અને અછંદક પણ ડૂબશે. એમના જાણવામાં અછંદકે ડૂબશે; કંઈક ઉપાય કરવો ઘટે. પણ એમણે જોયું કે ચમત્કાર વગર લોક નહીં માને. ભગવાન તો ભારે જ્ઞાની : બહારના ને ભીતરના બધાય ભેદ પળમાં ભાખી દે! એમણે તો કોઈના મનની વાત કહી તો કોઈની છાની વાત કહી બતાવી. લોક તો પાણીના પ્રવાહ જેવું: ઢાળ જુએ ત્યાં દોડવા લાગે એ તો અછંદકને ભૂલીને ભગવાનની તરફ વળવા લાગ્યું. અછંદ, બહુ અકળાયો. એને તો આકડેથી મધ વેરાઈ જતું લાગ્યું. એણે ભગવાનને ભોંઠા અને ખોટા પાડવાનો પ્રયત્ન કર્યો, ભય બતાવ્યો, લાલચ આપવામાંય મણ ન રાખી. પણ ભગવાન તો એકેથી પાછી ન પડ્યા. ભગવાનના ચમત્કારની કંઈ કંઈ વાતો ફેલાવા લાગી. પણુ ભગવાન તો આત્મસાધના કરવા નીકળેલા યોગી; આત્મામાં પરમાત્માને પ્રગટાવવા એમણે રાજપાટ, ધનદોલત અને કુટુંબકબીલો તજેલાં એમને તો અંતરની શુદ્ધિ સિવાય બીજું કશું ન ખપે. એ તો તરત ચેતી ગયા: ચમત્કારનો માર્ગ તો સાચને ભૂલવાનો અને આત્માને ખોવાનો માર્ગઃ એમાં તો આપણેય ઠગાઈએ અને દુનિયાય ઠગાય: ચપટી બોર સારુ હીરાની વીંટી આપી દેવા જેવો એ તો ખોટનો ધંધો! પહેલાં આત્માને તારવો; પછી જ દુનિયાના ઉદ્ધારનો વિચાર કરવો; કલ્યાણનો એ જ સાચો માર્ગ. [૨] દુ:ખ તો સુખની ખાણ! અગ્નિમાં તપવાનું કષ્ટ સહે તો જ કુંદન સો ટચ શુદ્ધ થવાનું સુખ મેળવે. પ્રસૂતિની કારમી પીડામાંથી જ માતૃત્વનું દિવ્ય સુખ પ્રગટે છે. મરજીવાને જ મહેરામણ મોતીનાં દાન કરે ! મહેનત વગર ફળ નથી. તપ વગર આનંદ નથી. દુઃખ વગર સુખ નથી. ભગવાન તો આત્માના કુંદનને ધમવા નીકળ્યા હતા. જે માર્ગે આત્મા વધારે કસોટીએ ચડે એ જ એમનો માર્ગઃ ભલે પછી એ માર્ગે જતાં ગમે તેવાં સંકટ આવી પડે. એક વાર ભગવાને વિચાર્યું પોતાને ઓળખતા હોય એવા પ્રદેશોમાં કરવામાં શી વડાઈ? આત્માને તાવવો હોય તો અજાણ્યા પ્રદેશમાં જવું અને જે દુ:ખ આવી પડે તે સમભાવે સહન કરવું; તો જ આત્મા રાગ અને ષના સાણસામાંથી છૂટો થાય, અને વીતરાગપણાને પામે. ભગવાન તો ચાલ્યા લાઢ દેશમાં. એ દેશ પણ કેવો? અને ત્યાંના માનવી પણ કેવાં? ભારે દુર્ગમ એ દેશ અને ભારે ઘાતકી ત્યાંનાં માનવી ! માણસાઈ દયા કે ભક્તિને તો કોઈ જાણે જ નહીં. વગર વાંકે માર મારે અને વગર કારણે હેરાન કરે ! કોઈકે કૂતરા કરડાવ્યા, તો કોઈએ માર મારીને હાંકી કાઢ્યા. ખાવાનું પણ ક્યારેક લુપુંસૂ હું મળે તો બહુ સમજવું. ભગવાનના શરીરમાંથી માંસ કાપી લેતાં પણ એમને આંચકો ન લાગતો. એમના ઉપર ધળ ઉડાડવી, એમને નીચે પાડી દેવા એ તો એમને મન રમતવાત ! - પણ ભગવાન તો બધું સમજીને ત્યાં ગયા હતા. એ

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154