________________
પુષ્પ અને પરાગ
ભગવાન મહાવીરના જીવનના કેટલાક પ્રસંગો
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
આકાશની જળભરી વાદળી; જરા એની વાત તો સાંભળો !
મહાસાગરનાં અગાધ જળ : કંઈ કેટલાં ખારાં! કંઈ કેટલાં ડહોળાં! ન કોઈની પ્યાસ બુઝાવે! ન કોઈનાં કામ સારે!
આકાશનાં સૂરજ તપે : ધરતી ધખધખે; હવા લાય જેવી બની જાય; સાગરનાં પાણી ખદખદી ઊઠે.
એવે વખતે સાગરનો દેવ કોઈ જોગી-જોગંદરની પેઠે આકરાં તપ-જપ આદરે–પોતાના અંતરની ખારાશને દૂર કરવા પોતાની કાયાના મેલને પ્રજાળી નાખવા.
કાળ પાકે અને સાગરદેવનાં તપ ફળે. ખારાશ અને મેલના ભારબોજવાળાં પાણી અગ્નિમાં તપી તપીને હળવાફૂલ થાય, અને વરાળ બનીને ઊંચે ઊંચે જાય – કો સિદ્ધ જોગીનો જીવ કાયાનો ભાર તજીને ઊંચે જાય એમ.
આકાશનો દેવ રૂના પોલ જેવી એ વરાળોને ઝીલી લે; ઝીલી ઝીલીને એનો સંઘરો કરે; એ જ આકાશની જળભરી વાદળી.
ધરતીનું–સાગરના ખારા ને મેલા જળના બદલામાં મીઠું અને નિર્મલ નીર પાછું આપવાનાં એનાં વ્રત.
એ પોતેય સુખી થાય અને આખી દુનિયાને સુખી કરે. એના દાને ફળ ઊગે, ફૂલ ખીલે અને ધરતી ધાનથી ભરી ભરી બની જાય. મહેરામણનાં મોતી પણ આ દાનમાંથી જ નીપજે.
જેવી આ વાદળી એવા જ આત્માના સાધકો, અવતારી આત્માઓ અને તીર્થંકરો : પોતે તરે અને દુનિયાને તારે ! પોતે ઊંચે ચડે અને દુનિયાને ઊંચે ચડાવે ! પોતે અનંત સુખને પામે અને આખી દુનિયાને અનંત સુખને માર્ગે દોરે !
એવા જ હતા શ્રમણ ભગવાન મહાવીર ઃ પોતે કેટલાં આકરાં તપ તયાં, કેટલાં દુઃખો સહન કર્યો અને અંતરને નિર્મળ કરવા કાયાને કેટકેટલાં કષ્ટોની ભઠ્ઠીમાં તપાવી! અને છેવટે, મેઘના નિર્મળ અને મીઠાં જળની જેમ, એ મહાપ્રભુની અહિંસા, મહાકરુણ અને મહાપ્રજ્ઞાનાં અમૃત સંસારને કેટલી શાતા આપી ગયાં! એ કરુણાસાગર પ્રભુનાં થોડાંક દર્શન કરીએ.
[૨] સ આવા ચમત્કારથી! સંસાર તો લોભિયા–ધુતારાનો ખેલ!
અણહકનું મળે ત્યાં સુધી કેડ વાંકી વાળવાનું મન જ કોણ કરે? એટલે પછી ધુતારાઓ ચમત્કારને નામે, મંત્ર-તંત્રને નામે ફાવી જાય એમાં શી નવાઈ? ચમત્કારે નમસ્કારનો ખરો ખેલ જામે!
મગધ દેશમાં મોરાક નામનું ગામ. ગામમાં એક પાખંડી રહેઃ અછંદ, એનું નામ. મંત્ર, તંત્ર અને સિદ્ધિઓની એ કંઈ કંઈ વાતો કરે. લોક તો અજ્ઞાન અને અંધશ્રદ્ધાળુ; ચમત્કારની જરાક વાત સાંભળે કે બધું કામકાજ મૂકીને ટોળે વળી જાય; અને ચમત્કારની નાની સરખી વાતને સોગણી વધારીને કહે ત્યારે જ એને આનંદ થાય! આમ વાત વાગે બધે ફેલાઈ જાય.
દુનિયામાં દુઃખિયા, રોગિયા-દોગિયા અને દરિદ્રનો ક્યાં પાર છે? કોઈ તનનો દુઃખી, કોઈ મનનો તો વળી કોઈ ધનનો! વહેમ, વળગાડ અને કામણ-મણ તો
જ્યાં જુઓ ત્યાં ભય પડ્યાં છે! અને લોભ-લાલચ અને મોહ-મમતાની પણ ક્યાં મણ છે
આવું હોય ત્યાં પાખંડીની બોલબાલા.