________________
જૈન યુગ
૪૭
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
આવીને તેને કહ્યું, “એક સ્ત્રી આપને મળવા આવી છે.” સ્કંદિલે તેને પોતાના ખંડમાં લઈ આવવા કહ્યું.
કંદિલે આસન પર બેઠાં બેઠાં જોયું તો એ જ ગઈ સાંજે જોયેલી ચાંડાલવૃદ્ધા તેની સમીપ આવી રહી હતી. નજીક આવી સ્કંદિલને પ્રણામ કરી તે બોલી, “ પુત્ર ! તું સુખી છે. હજારો વર્ષો સુધી જીવ !”
દાસીઓએ પાથરેલા આસન પર તે બેઠી. કોઈ પણ પ્રકારના સંકોચ વિના એ ઓરડામાં ચારેકોર દૃષ્ટિ દોડાવી રહી હતી. સ્કંદિલને થયું કે આ વૃદ્ધા શું રાજાની કૃપાપાત્ર હશે કે વિના સંકોચે મારા ઘરમાં પ્રવેશવાની હામ ભીડી છે?
એ વિચારમાં પડ્યો હતો ત્યાં જ પેલી ચાંડાલ વૃદ્ધાએ કહ્યું “ભદ્રમુખ! જે કન્યાને તે સરોવરના ઉત્સવમાં નૃત્ય કરતી જોઈ હતી તે કન્યા તને આપવાની ઇચ્છાથી હું અહીં આવી છું. જો એ તારે યોગ્ય હોય તો સ્વીકાર
કર.''
કંદિલને આશ્ચર્ય અને ક્ષોભ થયો. થોડીવાર વિચાર કરી તે બોલ્યો, “પંડિતો સમાન વર્ણ વચ્ચેના સંબંધની પ્રશંસા કરે છે. અસમાન ગોત્રની પ્રશંસા કરતા નથી.”
ચાંડાલવૃદ્ધાએ કહ્યું “તમારો અને અમારો વંશ એક જ છે.” “ એ કેવી રીતે ?” સ્કંદિલે આશ્ચર્યભાવથી પૂછ્યું.
વૃદ્ધાએ કહ્યું “ સુર અને અસુર વડે જેમનાં પાદપા પૂજાયેલાં છે એવા, વંશોના આદિપ્રવર્તક ભગવાન ઋષભદેવ યે પામે છે. તેમના જ ચરણના અનુગ્રહથી જેની વિમલ કીર્તિનો ઉદય વધી રહ્યો છે એવો અમારો વંશ પણ જ્ય પામે છે.”
રકંદિલ વિચારમાં પડી ગયો. આદિજીવના પૂર્વ પુષ્પોની પરંપરાએ તો બધી જાતિઓને પ્રબોધી છે. એક જ વંશવેલો પરાપૂર્વથી ચાલ્યો આવે છે. જાતિએ અલગ એવા સમાનધર્મીઓ સાથે લગ્નસંબંધ હોઈ શકે ખરો? એ વિચાર કરતો હતો ત્યાં જ ચાંડાલ વૃદ્ધા બોલી, “તમે પરણવાની ના પાડશો તો મારી પુત્રી નીલયશા આપઘાત કરશે.”
ગંધર્વદત્તા જયારે એ ખંડમાં પ્રવેશી ત્યારે ચાંડાલ વૃદ્ધાના શબ્દો તેણે સાંભળ્યા. ક્રોધ કરીને એણે કહ્યું,
“ચાલી જા અહીંથી. ચાંડાલો સાથે જે દિવસે શ્રેણીઓ સંબંધ બાંધશે ત્યારે ધર્મનો લોપ થયો હશે અને સત્યે વિદાય લીધી હશે.”
ચાંડાલવૃદ્ધા ઊભી થઈને ચાલી ગઈ. સ્કંદિલ એને રોકી ન શક્યો પણ રોષભર્યા નેત્રોએ એ ગંધર્વદત્તાને જોઈ રહ્યો. આ સ્ત્રીને રોષના અગ્નિથી બાળી નાખવા જેટલો ક્રોધ તેને વ્યાપ્યો હતો. એનું રૂદ્રરૂપ જોઈને ગંધર્વદત્તા મોટે મોટેથી બૂમો પાડતી, ચિત્કાર કરતી ત્યાંથી પોતાના શયનખંડ ભણી દોડી ગઈ.
એ જ સાંજે ફરીથી પેલી ચાંડાલવૃદ્ધા સ્કંદિલ પાસે આવી. એનું મોટું પડી ગયું હતું. આંખોમાં આંસુ હતાં. સ્કંદિલના પગમાં પડીને એ બોલી “મારો અપરાધ ક્ષમા કરો. ચાંડાલ થઈને મેં મારી પુત્રી માટે ઉચ્ચ વર્ણના શ્રેષ્ઠીનો હાથ માગ્યો એ મારી ભૂલ થઈ.”
સ્કંદિલ ડઘાઈ ગયો. આ વૃદ્ધાએ તેના મર્મસ્થાન પર ઘા કર્યો હતો. એણે તેની અમીરી અને મેડીકુલના ગૌરવ પર ડામ દીધો હતો. કંઈક ક્ષોભ પામીને એણે કહ્યું :
પણ તમારી પુત્રી નીલયશા ક્યાં? એ સુખરૂપ છે ને?”
એક ઘડી પહેલાં જ એણે ઝેર પી જીવનનો અંત આણ્યો.” આંખમાંથી ટપકતાં આંસુ લૂછતી ચાંડાલ વૃદ્ધા બોલી અને આવી હતી એ જ માર્ગે ગૌરવથી ચાલી ગઈ
કંદિલના હૃદયમાં તોફાન જાગ્યું હતું. આજે એને આ ભરીભરેલી હવેલી, સમૃદ્ધિ, ગંધર્વદત્તા બધું જ તુચ્છ લાગતું હતું. મોડી રાત જામી હતી છતાં એને ઊંધ નહોતી આવતી. ઘરમાંથી બહાર નીકળી રાજમાર્ગ વટાવીને એ વનપ્રદેશમાં ઘૂમવા લાગ્યો. ઘેરા અંધકારમાં જાણે એને કોઈ માટે મોટેથી બોલાવી રહ્યું હતું. કોઈ એને સાદ પાડી રહ્યું હતું “કંદિલ ! કંદિલ !”
એણે પાછું વાળીને જોયું પણ ત્યાં કોઈ જ નહોતું. બેબાકળા બનીને સ્કંદિલે કહ્યું, “ચાંડાલી ! ચાંડાલી ! તું જ સત્ય છે, તે જ સત્ય છે. માનવ-માનવ વચ્ચે કોઈ ભેદ નથી. આદિજનોનું એ જ વચન છે.”