Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 125
________________ ચાં ડા લી શ્રી સુરેશ ગાંધી સ્કંદિલે પ્રકૃતિ સામે દૃષ્ટિ નાખી અને જાણે એ એ જીવનના અનેરા રંગથી રંગાઈ ગયો. વસંતનાં આભરણથી આશ્રધટાઓ છવાઈ ગઈ હતી. ફાગણની કલગી પર કેસુડાનાં ફૂલ ઝૂલી રહ્યાં હતાં અને જાણે વસંતને મુગ્ધભાવે આમંત્રી રહ્યાં હતાં. કોકિલાને આજે જાણે થાક જ લાગતો નહોતો. કોઈ વિરહિણીનો સંદેશો સાંભળીને એ જાણે વિહવળ બનીને છળી ઊઠી હતી અને સવારથી જ એનું ગીત છેડી રહી હતી. જઈને માંડવા પરથી સમીરની લહરીઓ મધુર સુરભિ ઢોળી રહી હતી તેથી ઉન્મત્ત બનીને ભ્રમરો આમતેમ ડોલી રહ્યા હતા. યુવાન કંદિલ શ્રેણી વસંતનો આ વૈભવ મુગ્ધ નયને જોઈ રહ્યો હતો ત્યાં વૈવનભારથી લચી પડતી એની પત્ની ગંધર્વદત્તા પાછળથી આવીને એની બાજુમાં ઊભી રહી. એને વસંતની શોભા કરતાં રકંદિલનું રૂપ પીવામાં આનંદ આવતો હતો. થોડીવાર સુધી એ કંઈપણ બોલી નહિ. એવામાં સ્કંદિલની નજર એના પર પડી. આશ્ચર્ય પામી એણે કહ્યું. “ક્યારની આવી છે?” “થોડી વાર થઈ.” મોહક સ્મિત વેરતાં ગંધર્વદત્તા બોલી. “તને એક વાત કરવાની હતી” સ્કંદિલે કહ્યું. “બોલો!” હસ્સાથી એ બોલી. વસંતપંચમીના આગમનથી રાજાએ સૂરવનમાં યાત્રા જાહેર કરી છે. પુષ્કરણી તીરે રાજા-રાણીના વિનોદ માટે અને પરસ્પર મિલન અને આનંદ માટે નગરના કેટલાક કુટુંબોને નિમંત્રવામાં આવ્યા છે. તું આવીશને?” સ્કંદિલ એની સામે અર્થસૂચક ભાવે જોઈ રહ્યો. મને આવવામાં શું વાંધો હોઈ શકે? જ્યાં તમે ત્યાં મારો પડછાયો હોય જ.” ગંધર્વદત્તાએ કહ્યું, “પણું વસંતપંચમીનું મારું ઈનામ ક્યાં ?” હસીને સ્કંદિલે જૂઈની વેલ પરથી થોડાં ફૂલ લઈ એના અંબોડામાં ખોસી દીધાં. હસતી હસતી એ ચાલી ગઈ. કંદિલ અને ગંધર્વદત્તાએ ઋતુને અનુકૂળ એવા વસ્ત્રાલંકાર ધારણ કર્યા. બે રથ તૈયાર કરવાની સૂચના અગાઉથી આપવામાં આવી હતી એટલે જેવી ગંધર્વદત્તા પોતાની દાસીઓ સાથે તૈયાર થઈને આવી કે તરત જ એક રથમાં કંદિલ અને ગંધર્વદત્તા, અને બીજા રથમાં દાસીઓ ગોઠવાઈ ગઈ. બંને રથી ભવનમાંથી બહાર નીકળ્યા અને રાજમાર્ગ પરથી આગળ વધવા લાગ્યા. રાજમાર્ગ પર વાહનો અને માણસોની ભારે ભીડ હતી એથી નગરની બહાર નીકળવામાં ભારે મુશ્કેલી થઈ. સ્કંદિલના રથની પાછળ આવતા દાસીઓના રથમાં ગાનતાન થઈ રહ્યું હતું. કોઈ ગીત છેડી રહી હતી અને બીજી ઢોલક અને ઘુઘરાથી તાલ પુરાવી રહી હતી. - વનનો માર્ગ વિવિધ ફૂલની લતાઓ અને આમ્રકુંજોથી છવાયેલો હતો. વસંત જાણે અભિસારે નીકળી હોય એમ લાગતું હતું. અને પુરજનો પણ અભિસારે ક્યાં નીકળ્યા નહોતા? એમના યુવાન દિલમાં પ્રણયની ચટકી હતી. સૌન્દર્ય જોવા ટેવાયેલી આંખો માર્ગમાં ચાલી જતી યુવતીઓને જોવા અને તેમાંથી રૂપવતી કોણ છે એ ખોળી કાઢવા ઉત્સુક જણાતી હતી. બધા રથો સરોવરની સામેના વનમાં છોડવામાં આવ્યા હતા. અશ્વોને લીલું ઘાસ નીરવામાં આવ્યું હતું અને નિરાંતે વાગોળી રહ્યા હતા. અશ્વપાલો ટોળટપ્પામાં મશગૂલ બન્યા હતા. કંદિલના રથો ત્યાં જ આવીને ઊભા રહ્યા. બધા બહાર નીકળ્યા. ઉપવનોની પરંપરાનું દર્શન કરતાં લોકો ધરાતા જ નહોતા. સામે સરોવરમાં સુંદર હોડીઓ ફરી રહી હતી. તેમાં એક સુવર્ણ જેવા રંગના પટથી આરછાદિત હોડીમાં રાજા અને રાણી એમના નાના કુમારને

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154