Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 123
________________ જૈન યુગ માર્ચ-એપ્રિલ ૧૯૬૦ અભિનંદતો એ મહેલ ગણાશે. જનતાના રક્ત વડે... અથવા તો જનતાના નિશ્વાસની ઉપેક્ષા કરીને તને પ્રસન્ન કરવી એમાં મારું કોઈ ગૌરવ નથી...તારું પણ ગરવ નથી.” રાજાના આ શબ્દોથી બધાએ જયનાદ ગજવ્યો. ઝુંપડાઓમાં માળા ફેરવીને બેઠેલા નરનાર બહાર નીકળવા માંડ્યાં. આ દશ્ય જોઈને હેમાંગિનીના પ્રાણમાં પોઢેલી નારી જાગૃત થઈ, તેના ગર્વનું તો મર્દન જ થઈ ગયું હતું. અમાત્યે મહાદેવી સામે જોઈને કહ્યું : “મા, આપ પણ આ ગૌરવનાં અધિકારી બનો.” એ જ વખત રાણી પોતાના સ્વામીના ચરણમાં ઢળી પડી અને બોલી : “સ્વામી, આજ હું જે પામી શકી છું તે અનંત છે, અપૂર્વ છે, અનુપમ છે. મારા પ્રાણમાં રૂપનો ગર્વ હતો, સત્તાનો નશો હતો. આજ મારાં નયનો ખુલ્યાં છે. સ્વામી, રાજાની શોભા પ્રજાની ઈચ્છાને અનુસરવામાં છે. પત્નીની શોભા પતિનો કલ્યાણમાગે પ્રશસ્ત કરવામાં છે.” અમાત્ય જયનાદ બોલાવ્યો. પ્રસન્નતાનું ગીત જાણે સાકાર બની ચૂકયું હતું. With Best Compliments With Best Compliments from from Panalal Mohanlal Kothari | Shah Padamshi Jethabhai Dealers in Iron Importers, Exporters, Emerald Merchants & Jewellers 118, Kalbadevi Road, Bombay-2 Iron Market Bombay-9 Tel. No. 61037 Cable : PUREGREEN

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154