________________
જેન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
રથ વિદાય થયો. વનવાસીઓ તરત સરિતાના કાંઠે આવેલા જિનપ્રાસાદ તરફ ગયા.
રાજાએ શાંત સ્વરે કહ્યું : “મારા પ્રિય પ્રજાજનો, હું આપની વ્યથા સમજું છું. પરંતુ મહારાણીની ઈચ્છા આ સ્થળે જ મહેલ બનાવવાની છે.”
વૃદ્ધ વનવાસીએ તરત ઉત્તર આપ્યો : “ક્ષમા કરજે કૃપાવતાર, જનતા કરતાં મહાદેવી નાનાં છે.”
વનવાસીના આ શબ્દો સાંભળીને ગૌરવર્ણથી દીપી રહેલી હેમાંગિનીના વદન પર રોષની લાલી નાચી ઉઠી. તે મૃદુ-ગંભીર સ્વરે બોલી: “સ્વામી, આ સ્થળે જ આપણું પ્રણયજીવનની સજીવ કવિતા સમો પ્રાસાદ બનવો જોઈએ.”
એમ જ થશે, પ્રિયે” કહીને રાજાએ વનવાસીઓ સામે જોઈને કહ્યું : “જુઓ, મહાદેવીની ઈચ્છા પૂર્ણ થવી જ જોઈએ. આજથી સાતમે દિવસે મારા માણસો અહીં આવશે અને આ સ્થળે વિરાટ ભવનનું નિર્માણ કરશે...આપ સહુ તે દરમ્યાન આ સ્થળનો ત્યાગ કરજે.”
“કૃપાવતાર, અમે આ સ્થળનો ત્યાગ નહિ કરી શકીએ. અમારા આરાધ્ય ભગવંતને અમે છોડીને કોઈ સ્થળે જઈ શકીએ તેમ નથી. સાત સાત પેઢીથી અમે શ્રી જિનેશ્વર ભગવંતની આરાધના-પૂજા કરતા રહ્યા છીએ. અમે એને છોડીને ક્યાંય જઈ શકીશું નહિ.”
હેમાંગિનીથી આ શબ્દો સહી શકાય નહિ. તે તેજભર્યા સ્વરે બોલી, “તમારા આરાધ્યને પણ તમે સાથે લેતા જજે. મહારાજના સૈનિકો આપના પર બળ– પ્રયોગ કરે એ મને પ્રિય નથી.”
એક વૃદ્ધા બોલી : “માતા, બળપ્રયોગ તો શત્રુ પર શોભે...સંતાન સમી જનતા પર ન શોભે! આ સ્થળ અમારું છે. આ મંદિર અમારું છે...આ પ્રદેશની માટી પણ અમારા જ નિઃશ્વાસોથી ભરેલી છે... અને એ હંમેશ માટે અમારાં જ રહેશે.”
“આપ આ રીતે ઉગ્ર ન બનો શાંતિથી વિચાર કરો....તમારા રાજાના આનંદ ખાતર શું તમે આટલો એ ભોગ નહિ આપી શકો?”
રાજાના જીવન ખાતર અમારા પ્રાણ તૈયાર છે... રાજાના આનંદ ખાતર કે તરંગ ખાતર કે એની રૂપવતી રાણુની ઘેલછા ખાતર અમે અમારા ઝૂંપડાંઓનો નાશ જેવા જરાયે તૈયાર નથી.” એક આધેડ પુપ બોલો.
પરિણામ સારું નહિ આવે.” કહી રાજાએ તરત રથ પાછો વાળવાની સારથિને આજ્ઞા કરી.
સાતમે દિવસે રાજા-રાણી સૈન્યદળ સાથે આવી પહોંચ્યાં.
શાંત વનમાં કોઈને પણ ઉપદ્રવરૂપ ન થઈ પડાય એવા જાગરણ સાથે શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિમાં જ જીવનનું મંગળ સમજનારા વનવાસી પરિવારો આજ વહેલી સવારથી ચઉવિહાર ઉપવાસનું વ્રત લઈને પોતપોતાની કુટિરોમાં સ્થિર ભાવે બેસી ગયા હતા... માત્ર બાળકો જ આસપાસ રમતાં ધૂમતાં હતાં. દરેક વનવાસીના હાથમાં નવકારવાળી હતી અને હૃદયમાં શ્રી શાંતિનાથ ભગવંતના નામનો જાપ હતો.
રાજારાણીનો રથ ઉભો રહ્યો અને રાજાજ્ઞાને આધીન થયેલા એક સેનાનાયકે બૂમ મારી : “દરેક માણસ કુટિરોમાંથી પોતાના સરસામાન સાથે બહાર નીકળી જાય.”
કોણ ઉત્તર આપે ? બધા ધ્યાનમાં જ બેઠા હતા... હા, એક વૃદ્ધ વનવાસી બાળકોની સંભાળ રાખવા ખાતર ઝૂંપડીઓ વચ્ચે આવેલા નાનકડા ઓટા પર બેઠો હતો. એની આસપાસ કેટલાંક બાળકો બેઠાં હતાં અને કલોલતાં હતાં.
કશો ઉત્તર ન મળતાં રાજા પોતે રથમાંથી નીચે ઊતર્યો અને નાનકડા ઓટા પાસે જઈને બોલ્યો : મારા સૈનિકોને હું આજ્ઞા આપું એટલીજ વાર છે!”
વૃદ્ધે નમસ્કાર કરી કહ્યું: “મહારાજ, આ કુટિરોના નાશ સાથે અમે અમારો પણ નાશ ઈચ્છીએ છીએ.”
વનવાસી, આ રાજાજ્ઞા છે. હું તમને માત્ર એક જ પ્રહરનો સમય આપું છું.”
વૃદ્ધ વિનમ્ર ભાવે કહ્યું: “કૃપાવંત, આપે તો અમને સાત દિવસનો સમય આપ્યો હતો અને તે સૂર્યોદય પહેલાં જ પૂરો થઈ ગયો છે.”
રાજા ભારે વિચારમાં પડી ગયો. રાણી હેમાંગિની પણું રથમાંથી નીચે ઊતરીને રાજા પાસે આવી ગઈ હતી. તે ઝૂંપડાંઓના મુક્ત દ્વાર તરફ જતી હતી... તેમાં રહેનારાં સ્ત્રીપુરુષો શાંત ભાવે નેત્રો બંધ કરીને માળા ફેરવી રહ્યાં હતાં.. જાણે કોઈને કશો