Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 120
________________ જૈન યુગ માર્ચ-એપ્રિલ ૧૯૬૦ પુરણ પરનો કાબૂ જતો રહે તો સ્ત્રીની તમામ આશાઓ ધમાડાના ગોટા જેવી જ બની જાય. સ્ત્રીનું સાચું બળ પુરુષને બાંધી રાખવામાં જ રહેલું છે. આ રીતે છ મહિનાનો કાળ વીતી ગયો. રાજાની નિષ્ક્રિય દશાએ જનગણમાં ઘેરો અસંતોષ ઉભો કર્યો. અને હેમાંગિની પણ રોજના સંદેશાઓથી ભારે કંટાળી ગઈ હતી. આ રોજની ઉપાધિમાંથી મુક્ત થવા ખાતર તેણે એક દિવસે સ્વામીને ઘણું જ પ્રેમથી કહ્યું : “પ્રિયતમ, ઘણા સમયથી મારા મનને એક ઇચ્છા મૂંઝવી રહી છે. જે આપ પૂરી કરી શકો તો...” પ્રિયે, ઘણા સમયથી મૂંઝવી રહેલી ઈછા તે મનમાં શા માટે દબાવી રાખી? કહે, તારી પ્રત્યેક ઈચ્છા પૂરી કરવામાં હું મારું ગૌરવ અનુભવું છું. બોલ...” “મહારાજ, આ રાજભવનમાં એટલો બધો કલરવ છે કે જે ભાવથી ભારે આપના પ્રેમની પૂજા કરવી જોઈએ તે ભાવથી હું પૂજા કરી શકતી નથી. એટલે જે નગરીથી દૂરદૂર કોઈ સુંદર-મનોહર વન પ્રદેશ વચ્ચે એકાદો મહેલ તૈયાર કરાવો તો આપણે બંને ત્યાં રહીએ...જીવનની કવિતામાં સદાયે મસ્ત બની રહીએ.” “ઓ, આ તો તે મારા જ મનની વાત કરી. આપણે આવતી કાલે જ બહાર નીકળીશું અને તેને જે સ્થળ પસંદ પડશે તે સ્થળે તારી કલ્પના મુજબનો પ્રાસાદ ખડો કરીશું.” પ્રિયદર્શને એમ કહીને પત્નીને હૈયા સરસી લીધી. હેમાંગિની સ્વામીના હૈયા પર જાણે લપાઈ ગઈ હતાં. કંપડાઓમાં વનવાસીઓ વસતાં હતાં. બધા વનવાસીઓ સ્વસ્થ, સુંદર અને પ્રશાંત જણાતાં હતાં. આ ઝુંપડાંઓ, નદી, મંદિર, ફરતી પર્વતમાળાઓ વગેરે જેઈને હેમાંગિનીનું ચિત્ત અતિ પ્રસન્ન બની ગયું. તે બોલી : “પ્રિયતમ, આ સ્થળ સુંદર છે, ચિત્તને પ્રમોદ આપનારું છે. અહીંથી વનવાસીઓને દૂર કરી આ ઝુંપડાઓના સ્થળે ભવ્ય મહેલ નિર્માણ કરો. જુઓ...સામે કેવી સુંદર સરિતા છે, એના કિનારે કોઈ મંદિર છે. કેટલું શોભે છે? હવા પણ ચંદનના સ્પર્શથી સ્નિગ્ધ–સૌરભવંતી બનીને વહી રહી છે. આ સ્થળ મને અતિ પ્રિય લાગે છે.” પ્રિયે, તને જે પ્રિય લાગે તે મને કદી અપ્રિય ન લાગે.” કહી રાજાએ પોતાનો રથ વનવાસીઓનાં કંપડાંઓ પાસે ઊભો રાખ્યો. ઝુંપડાંમાં રહેતા વનવાસીઓ બહાર આવ્યા અને પોતાના રાજાને આવેલો જોઈને હર્ષભર્યા જયનાદ કરતા કરતા રથની આસપાસ ઊભા રહી ગયા અને રાજારાણી પર પુષ્પો વરસાવવા માંડ્યા. વનવાસીઓના આવા પ્રેમપૂર્ણ સ્વાગતથી રાજા ખૂબજ હર્ષિત બન્યો અને બોલ્યો : “મારા પ્રિય પ્રજાજનો, આપનો પ્રેમભાવ જોઈને મને ઘણોજ આનંદ થાય છે. આપને હું એક આનંદદાયક સમાચાર આપવા આવ્યો છું. આ સ્થળે મારે એક મહેલ બનાવવો છે એટલે આ૫ અન્યત્ર જવા માટે તૈયાર થાઓ. હું આપને ધન આપીશ અને આનાથીયે ઉત્તમ જમીન આપીશ.” રાજાએ કહેલા આ આનંદદાયક સમાચાર સાંભળીને બધા વનવાસીઓના વદન પરનો ઉલ્લાસ આથમી ગયો. એક આગેવાન જણાતો વૃદ્ધ વનવાસી બોલ્યો : “મહારાજ, આપ તો પરમકૃપાળુ છો અને પ્રજાવત્સલ છો. આ સ્થળે અમે સાત સાત પેઢીઓથી રહીએ છીએ. આ ઝૂંપડાંઓમાં અમારાં સુખદુઃખનાં અનંત સ્મરણ જીવતી કવિતા સમાં જળવાયેલાં પડ્યાં છે. સામે દેખાતું ભગવાન શાંતિનાથ પ્રભુનું મંદિર અમારા પ્રાણ સમાન છે...આ સ્થળનાં પ્રત્યેક પથ્થરો, પ્રત્યેક રજકણો, પ્રત્યેક વૃક્ષો, પંખીઓ, પશુઓ અને લો અમારાં જુગજુના સાથીઓ છે... આપ અન્યત્ર મહેલ બનાવો. આ તો અમારા જન્મની અને મૃત્યુના વિસામાની પવિત્ર ધરતી છે.” બીજે દિવસે એક રથમાં બેસીને પ્રિયદર્શન પત્નીને લઈને નગર બહાર નીકળી ગયો. નગરથી છ કોશ દૂર કામવન નામના અતિ રળિયામણું વન-પ્રદેશમાં તેઓ દાખલ થયાં. એ વન-પ્રદેશમાં સુંદર પંખીઓ કલ્લોલતાં હતાં, વિવિધ પ્રકારનાં પશુઓ હતાં, વૃક્ષો હતાં, વેલીઓ હતી, ઝરણાં હતાં. ચારે દિશાઓ પ્રકૃતિની કૃપાથી સભર અને મનોરમ બની ગઈ હતી. આ કામવનની વચ્ચે એક રળિયામણું મેદાન હતું... મેદાન વચ્ચે એક પ્રસન્ન યુવતી સમી સરિતા વહેતી હતી.એ સરિતાના કિનારે એક નાનું છતાં કલામય જિનમંદિર હતું અને ત્યાંથી થોડે દૂર પંદર વીસ ઝૂંપડાંઓ

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154