________________
પ્રસન્નતાનું ગીત
વૈદ મોહનલાલ ચુનીલાલ ધામી
ગાંધર્વ દેશના મહારાજા પ્રિયદર્શનને છ સુંદર રાણીઓ હતી.
સ્ત્રીને ભોગની સામગ્રી માનનારાઓની આંખો અતૃપ્તિના ઉન્માદથી ઘેરાયેલી જ રહેતી હોય છે. એક વખત રાજા પ્રિયદર્શન ચિત્રપુરના રાજાની રૂપવતી કન્યા હેમાંગિનીને જોઈ ગયો.
અતૃપ્તિના ઉન્માદથી પીડાતી આંખો માત્ર ચમકી નહિ, માત્ર વ્યાકુળ બની નહિ પણ હૈયાને ય પજવવા માંડી. રાજાના મનમાં થયુંઃ મારા અંતઃપુરમાં જે આવું રૂ૫ ન રમતું હોય તો શ્મશાનમાં ને મારા અંતઃપુરમાં કોઈ તફાવત નથી. રાજાએ હેમાંગિનીના પિતા સમક્ષ કન્યાની માગણી
આ માગણી સાંભળીને ચિત્રપુરનો રાજા અતિ આનંદિત બન્યો. પોતાની એકની એક કન્યાને આવો પ્રતિષ્ઠિત મહારાજા પુણ્ય હોય તો જ મળે. તેણે તો તરત ઉત્તર આપ્યો. “મહારાજ, આ તો મારાં અને મારી કન્યાનાં અહોભાગ્ય ગણાય. પરંતુ મારા કુલાચાર પ્રમાણે મારે કન્યાની અને તેની માતાની સંમતિ પ્રાપ્ત કરવી પડશે.”
“અવસ્થ, આપ આપના કુલાચારનું પાલન કરો.” ચિત્રપુરના રાજાએ પ્રથમ પોતાની પત્નીને વાત કરી. પત્ની પ્રસન્ન થઈ. ત્યાર પછી તેણે કન્યા સમક્ષ વાત કરી. કન્યા ઘડીભર વિચારમાં પડી ગઈ...ત્યારપછી બોલી : “પિતાજી, મહારાજા પ્રિયદર્શન જૈન છે, પણ એનો મને કોઈ બાધ નથી...એને છ નવયૌવના રાણી છે..એટલે જો મહારાજા પ્રિયદર્શન મારું ગૌરવ જાળવવાનું અને મારી પ્રત્યેક ઈચ્છા પૂરી કરવાનું વચન આપે તો હું સંમત છું.”
હેમાંગિનીના પિતાએ રાજા પ્રિયદર્શનને આ વાત કરી. રાજા પ્રિયદર્શન ધણી જ પ્રસન્ન થયો અને બોલ્યોઃ
“રાજન, આપની પ્રિય કન્યા ગંધર્વદેશની પટ્ટરાણી બનશે, માત્ર હું નહિ પણ સમગ્ર અંતઃપુર એની ઈરછાને માન આપશે અને એની આજ્ઞાને વધાવી લેશે...એનું ગૌરવ જાળવવું અને એની પ્રત્યેક ઈચ્છા પૂરી કરવી એ મારું વ્રત બનશે.”
મહારાજા પ્રિયદર્શનનું આ રીતે વચન મળતાં તરત જ લગ્નની તૈયારી શરૂ કરવામાં આવી. સમગ્ર ચિત્રપુરમાં લગ્નોત્સવનો પ્રારંભ થયો. આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ ખડું થઈ ગયું.
અને મહારાજા પ્રિયદર્શન હેમાંગિનીને પટ્ટરાણી બનાવીને પોતાના રાજયમાં આવી ગયો.
રૂપમુગ્ધ બનવું એ માનવીની મોટામાં મોટી નબળાઈ છે. હેમાંગિનીના રૂપમાં પ્રિયદર્શન એટલો ખોવાઈ ગયો હતો કે તે પોતાનું નિત્યકર્તવ્ય પણ કરી શકતો નહીં...દિવસ રાત તે રૂપવતી હેમાંગિની પાસે જ બેસી રહેતો. સંગીત, નૃત્ય, વિનોદ, પરિહાસ, મસ્તી અને પત્નીને જે જે વસ્તુ પ્રિય હોય તે દરેક વસ્તુમાં જ રાજા પોતાની જાતને ગોઠવી રહ્યો હતો.
આ રીતે રાજાને અંતઃપુરમાં પુરાયેલો જોઈને અમાત્યો ભારે ચિંતિત બન્યા...પ્રજાજનો પણ આશ્ચર્યમાં પડી ગયા.
રાજભવનમાં આવેલા જિનપ્રાસાદમાં પણ તે જતો આવતો નહીં. રાજપરિવારના અન્ય સભ્યો ભારે નિરાશા અનુભવવા માંડ્યા. રાજાની અન્ય છ રાણીઓ પણ ચિંતાતુર બની.
રાજદરબારનું કાર્ય વિલંબમાં પડવા માંડ્યું. પ્રજાની ફરિયાદો વધવા માંડી. જ્યારે આગવો આંધળો બને છે ત્યારે તેનું કટક કૂવામાં જ ખાબકે છે.
છેવટે અમાત્યોએ અંતઃપુરમાં સંદેશા મોકલવા શરુ કર્યા... પરંતુ હેમાંગિની અમાત્યોના દરેક સંદેશાઓને અધવચ્ચે જ ઉડાવી દેતી. તે સમજતી હતી કે સ્ત્રીનો
૩૯