________________
જૈન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
ભય નથી...ચિંતા નથી કે પરવા નથી ! તે બોલી : “મહારાજ, વનમાં વસતા માણસો પશુ સમાન જ જડ હોય છે. આપ સૈનિકોને આજ્ઞા કરો.”
એક અમાત્ય પણ સાથે આવ્યો હતો તે બોલ્યો : “મહારાજ, બધા વનવાસીઓ પોતાના ઇષ્ટદેવની આરાધના કરી રહ્યા હોય એમ લાગે છે, વળી કોઈ સામું થતું નથી...કોઈએ શસ્ત્રો પણ ઉપાડ્યાં નથી... કેવળ અંતરની શ્રદ્ધાના બળે બધાં બેઠાં હોય એમ લાગે છે... આ૫ અત્યારે આપનો સંકલ્પ સ્થગિત કરી અને સૈનિકોને આજ્ઞા કરશો તો પરિણામ વિપરીત આવશે ...કોઈપણ સૈનિક નિઃશસ્ત્ર માણસ પર હાથ નહિ ઊંચો. કરી શકે.” રાજાએ પત્ની સામે નજર કરી.
હેમાંગિનીએ કહ્યું : “પ્રિયતમ, આ સંસારી વનવાસીઓ પાસે શ્રદ્ધાનું કોઈ બળ ન હોય...એ લોકો કેવળ ત્રાગું કરીને બેઠા છે...આપ સેનાનાયકને આજ્ઞા કરો. ?
બાજુમાં ઉભેલા સેનાનાયક સામે જોઈને રાજાએ કહ્યું : બલભદ્ર, સૈનિકોને તૈયાર થવાની આજ્ઞા આપ.”
કપાવતાર, સૈનિકો પોતાના ધર્મમાં દક્ષ છે. તેઓ નિઃશસ્ત્ર લોકો પર શસ્ત્ર કેવી રીતે ઉગામી શકશે ? આપ એવો પ્રબંધ કરો કે વનવાસીઓ શસ્ત્ર ધારણ
બુદ્ધિના નિધાન સમા અમાત્યે કહ્યું : “મહારાજ, આ તો આપને ગર્વ ધારણ કરવા જેવો પ્રસંગ બન્યો છે.”
એટલે પ્રિયદર્શને પ્રશ્ન કર્યો. અમાત્યે કહ્યું: “કૃપાવતાર, જે રાજાની પ્રજા અન્યાય સામે અવાજ કરી શકે છે, જે રાજાની પ્રજા ધર્મના બળ પર વિશ્વાસ રાખીને મૃત્યુ ને પણ ફૂલ માફક વધાવવા તૈયાર થતી હોય છે, તે રાજા હંમેશાં અજેય છે. રાણીની ઈરછા કરતાં પ્રજાની ઈચ્છા કેટલી મહાન અને પવિત્ર છે ? આપ આપનું કલ્યાણ ઇરછતા હો તો આપની સત્વશીલ પ્રજા સામે મસ્તક નમાવો.. અને ધર્મનું આ તેજ તમારા રાજમુગટમાં મણિ તરીકે શોભાવો.”
તરત હેમાંગિની બોલી ઊઠી: “મહારાજ, આપે મને વચન આપ્યું છે. ”
હા દેવી, હું વચનનું પાલન અવશ્ય કરીશ.” કહી તેણે પોતાની તલવાર મ્યાનમુક્ત કરી. અને સામે
ઓટા પર બેઠેલા વૃદ્ધ વનવાસીનું મસ્તક છેદવા તલવાર ઊંચી કરી. ત્યારપછી પ્રચંડ સ્વરે કહ્યું : “વનવાસી, માત્ર એક જ પળ છે.”
વનવાસી વૃધે નેત્રો બંધ કર્યા હતાં. તેના ચહેરા પર સુમધુર અને ભવ્ય પ્રસન્નતા ઝળહળી રહી હતી.
રાજાના પ્રાણુમાં વનવાસીના વદન પર રમતી પ્રસન્નતાએ પ્રકાશની એક ચિનગારી આપી દીધી હતી. તેના મનમાં થયું આ હાસ્ય, આ પ્રસન્નતા અને આ નિર્ભયતા એ જ મારું સાચું ધન છે. જે મારા સૈનિકો નિઃશસ્ત્ર પર હાથ ઊંચો કરવા તૈયાર ન હોય તો મારાથી શસ્ત્ર કેમ ઊંચકી શકાય ? જનતાનું આ તેજ મારાથી કેમ હણી શકાય?
અને તેણે વનવાસીનો શિરચ્છેદ કરવા તળેલી તલવાર એ જ પળે વૃદ્ધ વનવાસીના ચરણ કમળમાં એક ફૂલની માળા માફક મૂકી દીધી, અને પોતે પણ પ્રજાના ચરણમાં ઢળી પડ્યો.
આ અણધાર્યું દૃશ્ય જોઈને હેમાંગિનીએ બૂમ મારી : “મહારાજ...પ્રિયતમ !”
દેવી, હું ક્ષત્રિય છું...વચનનું મૂલ્ય સમજું છું...મેં આપેલું વચન અવશ્ય પૂરું થશે. આ મારા વનવાસી પ્રજાજનો છે... આવા સત્યશીલ લોકોની વચ્ચે જ આપણું પણ એક ઝુંપડું બંધાશે, અને આપણા જીવનને
રાજાએ વૃદ્ધ વનવાસી સામે જોઈને કહ્યું: “તમારા બધા સાથીઓને બોલાવો.”
“બધા પોતપોતાના ઘરમાં જ છે..મહારાજ !” “તો સહુને કહો કે શસ્ત્ર ધારણ કરીને બળથી ધરતીનું રક્ષણ કરે.”
“મહાબાહુ, બળથી કોઈએ ધરતીનું રક્ષણ કર્યું નથી, કરી શકાય નહીં. છતાં અમે શસ્ત્રો રાખતા જ નથી... અમારું શસ્ત્ર કેવળ ધર્મ છે; અમારું બળ સરિતાના કિનારે વિરાજમાન થયેલા શ્રી શાંતિનાથ ભગવંત છે!” વૃદ્ધે કહ્યું.
હેમાંગિની બોલી ઊઠી: “આમ કાયર બનીને વાત ન કરો. માળાઓ દૂર ફેંકી દો અને તમારાં ઝૂંપડાંઓનું રક્ષણ કરવા મરદાનગીથી સામે આવો.”
વૃદ્ધ ખડખડાટ હસી પડ્યો... ઝૂંપડાંઓમાં કોઈ પ્રકારની ચંચળતા જણાતી ન હતી.