Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 111
________________ ભક્તિની ભૂમિકાઓ કુ. ચંદ્રરેખા આઠમા ચંદ્રપ્રભ ભગવાનના સ્તવન દ્વારા સાત નયનો સાધનસિદ્ધિમાં શો સંબંધ છે તે દર્શાવીશું. શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હળિયા છે, આતમગુણ અનુભવથી મળિયા, તે ભવભયથી ટળિયા છ–શ્રી. (૧) હવે ચંદ્રપ્રભ ભગવાનની સેવનાનો પરિચય આપતાં તેનું ઉત્તમ ફળ જણાવીને દુઃખોનો અંત કરનાર ચંદ્રપ્રભ તીર્થંકરની સ્તવના કહે છે. હેવા એટલે ચાલ, રીત કે ટેવ. તેમાં જે હળ્યા એટલે એકરૂપ થયા, તન્મય થયા, ભોગય અન્ય જીવન વ્યાપારને વીસરી આત્મગુણ વિશ્રાંતિ લેનાર બન્યા છે, તેવા જીવ ભવના ભયથી મુક્ત બન્યા છે. ભવ એટલે દેવ, માનવ, નરક અને તિર્યંચ એવી ચાર ગતિમાં દેહધારણ અને તૃષ્ણાને વશે શાતા-અશાતાનું વેદન. યથાર્થ શ્રદ્ધાથી સ્વછંદ રોકીને જે અંતર્મુખ થયેલા ગુરુ પરમાત્માને આશરે હૃદયમાં રહેલ ભગવાન આત્માને વિધિપૂર્વક ધ્યાનનો વિષય બનાવે તે અવશ્ય અસંસારી થાય. હળવા યોગ્ય થયા એટલે ટળ્યા જ સમજે એ હર્ષનું વચન છે. જે કારણ મળે તો કાર્ય નીપજે એવો વિશ્વનિયમ છે. તેથી અરિહંતના અવલંબને ઝેરમાંથી અમૃત થાય છે, શત્રુઓ મિત્ર બને છે, અગ્નિ શીતળ બને છે અને સમુદ્ર માત્ર ગાયના પગલાં જેવડો સુગમ બની જાય છે, આમ મોક્ષસિદ્ધિની અહીં અચૂક અપેક્ષા છે. દ્રવ્યસેવ વંદન નમનાદિક અર્ચન વળી ગુણગ્રામોજી ભાવ અભેદ થવાની ઈહા • પરભાવે નિઃકામો છ–શ્રી(૨) આ સેવના ચાર પ્રકારની છે: (૧) નામસેવના (૨) સ્થાપના સેવના (૩) વ્યસેવના અને (૪) ભાવ સેવના. તેમાં પહેલા બે પ્રકાર સુગમ છે. હવે જે વીતરાગ પરમેથી અથવા તેમના પ્રતીક સંબંધે જે વંદન, નમસ્કાર વગેરે પ્રવૃત્તિ તે વ્યવહાર નયે દ્રવ્યસેવા થઈજે અંતરંગ મનોવિકલ્પ બહુમાન તે અનુસૂત્ર નયે દ્રવ્યસેવા થઈ. હવે જે અરિહંત સાથે ભાવથી એકરૂપ થવાનો પ્રયત્ન તે દ્રવ્યસેવા ગણાય છે. પરંતુ ભાવરુચિ વિના દ્રવ્ય પ્રવૃત્તિ તે બાલ લીલા સમાન છે. તેથી પરમાત્મા સાથે એકાકાર થવાને લક્ષે પ્રવૃત્તિ તે પ્રવૃત્તિને જ દ્રવ્ય પ્રવૃત્તિ અર્થાત કારણરૂપ પ્રવૃત્તિ જાણવી. ભાવસેવ અપવાદે નૈગમ પ્રભુગુણને સંકલ્પ છે સંગ્રહ સત્તા તુલ્યારોપે ભેદભેદ વિકલ્પ છ–શ્રી. (૩) ભક્તિનો દઢમૂલ થયેલો સંસ્કાર તેને ભાવસેવના કહીએ. સત્તાએ તો સર્વ છવદ્રવ્ય સમાન છે. એમાં સેવ્યસેવક ભાવ નથી, વળી કોઈ કોઈના ધર્મ લેતા દેતા નથી. પણ જે સંસારી જીવ અનાદિનો અઢાર પાપસ્થાનકના છંદમાં પડ્યો છે, વિભાવભાવથી કર્મવશ થઈ પુગલનો ભિખારી બન્યો છે, તવ ચૂકીને મોહને બંદીખાને દુઃખ ભોગવતો બંદી બનેલો છે, તે જ ક્ષણે સ્વરૂપ પામશે તે ક્ષણે સિદ્ધ પરમાત્મા બની જશે. આ ક્રિયા તો અરિહંતના અવલંબન વિના નીપજે નહિ; આવું અવલંબને અંતરંગ પરિણતિથી સેવ્યું તે કલ્યાણની સમીપ થતો જાય છે. હવે અપવાદ અર્થાત કારણ, અરિહંત દેવનું અવલંબન તે આત્મસાધનાનું કારણ છે માટે તે અપવાદસેવના છે. તેના નય ભેદે સાત ભેદ છે તેથી પ્રથમ અહીં નયની સિક્ષેપ વ્યાખ્યા જણાવીશું. જ્યાં સંકલ્પ કરી, આરોપે કરીને અથવા અંશ સિદ્ધિએ પણ વસ્તુને મનાય ત્યાં ગમ નય જાણવો. જે * હળવા અમિત જેવો ની જાય છે. માત્ર ગાયના અગ્નિ ચક

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154