________________
જૈન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
ભગવંતોનું આત્મવીર્ય–આત્મસામર્થ્ય પરમ ઉત્કૃષ્ટ છે, એટલે આ ભગવંતોનો પ્રયત્ન-પ્રકૃષ્ટ યત્ન આત્મપુરુષાર્થ પણ પરમ ઉત્કૃષ્ટ છે. આ ભગવંતોનું આત્મવીર્ય પરમ ઉત્કૃષ્ટ છે, એટલું જ નહિં પણ પરભાવ-વિભાવનો સ્પર્શલેશ નહિં હોવાથી પરમ શુચિ–શુદ્ધ-પવિત્ર છે, તેમ જ ક્ષાવિકભાવે હોવાથી તેનો કોઈ કાળે અંત ન આવે એવું અનંત છે. કારણ કે આ ભગવંતનું આત્મવીર્ય નિજ આત્મભાવમાં પરિણમ્યું છે અને નિજ ગુણવૃત્તિમાં વર્તનવંત વર્તે છે. આવા અનંતવીર્ય ભગવંતનું પ્રયત્નરૂપ “ભગ’ પણ અનંતગુણવિશિષ્ટ પરમ અભુત હોય એમાં પૂછવું જ શું?
અનંતવીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે; નિજ આત્મભાવે પરિણમ્યો, ગુણવૃત્તિ વર્તનવંતરે...
મન મોહ્યું.”
–શ્રી દેવચંદ્રજી એવંભન ભમતો જ પ્રેક્ષાવંતોને પૂજાહે
આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ સમગ્ર એવા ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન એ છએ પ્રકારનું આ સમગ્ર-સંપૂર્ણ “ભગ” એવંભૂત-એવા પ્રકારની તથારૂપ દશાવાળું જેઓને વિદ્યમાન છે તે “ભગવંતો.’ છે,–“મવંમતો મને વિદ્યારે એવાં તે મળવત્તા, તેભ્યો માવો નોતુ”—તે ભગવંતોને નમસ્કાર હો ! gવંમૂતા gવ પ્રેક્ષાવતાં તોતરાઃ”—“એવંભૂતો જ'એવા પ્રકારની અહંત ભગવરૂપ જેની તથારૂપ પરમ આત્મદશા પ્રગટ છે, એવા અહંત ભગવંતો જ સ્તવાતું હોઈ જોઈ વિચારી વર્તનારા પ્રેક્ષાવંતોને “રતોતવ્ય – સ્તુતિ કરવા યોગ્ય છે. “cર્વમૂતા પુર્વ પ્રેક્ષાવતાં નE#ારાઃ '—એવંભૂતો જ '—એવા પ્રકારની સિદ્ધ દશાને જે ભગવંતો પ્રાપ્ત થયેલા છે, તેઓ જ ખરેખર અહંત-પૂજાઉં હોવાથી, પ્રેક્ષાવંતોને-જોઈ વિચારી વનારા વિચારવંત વિવેકી જનોને નમસ્કારાહનમસ્કાર યોગ્ય છે. આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિં, પુરુષવરપુરીક, પુવરગંધહરતી આદિ
સકલ ગુણવિશેષણ જ્યાં અવિકલપણે સાંગોપાંગ ઘટે છે એવા જે આ અદ્વૈત ભગવંતો શિવ-અચલાદિરૂપ સિદ્ધિગતિસ્થાનને સંપ્રાપ્ત થયા છે, અને આમ એવંભૂત નયે જેને તથારૂપ શુદ્ધ આત્મારૂપ શુદ્ધ ચેતન્યમૂર્તિમય સિદ્ધદશા – સહજાન્મસ્વરૂપ સ્થિતિ પ્રગટી છે–એવંભૂતો જ એવંભૂત નમે ખરેખરા પરમાઈસત્ “અહંત – વિશ્વની પૂજાના પરમ પાત્ર, પરમ પૂજય “ભગવત્ ' છે. અત એવું તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ અહંત ભગવત્ વિવેકી મુમુક્ષુ આત્માર્થીઓને નમસ્કાર કરવા યોગ્ય છે. કારણ કે સર્વ સાચા આત્માર્થીઓનો સાધ્ય, ધ્યેય, લક્ષ, આદર્શ તે શુદ્ધ સહ જાત્મસ્વરૂપે સ્થિતિરૂપ એવંભૂત સિદ્ધ દશા છે. એટલે
એવભૂત પ્રગટ શુદ્ધ આત્મસ્થિતિ પ્રાપ્ત થઈ ચૂકવાથી ‘જેનો પરમ પૂજ્ય આત્મસ્વભાવ પ્રગટ્યો છે, એવા આ
અહંત સિદ્ધ ભગવંતો જ સર્વ સાધકના પરમ આરાધ્ય, પરમ ઉપાય, પરમ પૂજય છે. અને જો કે આ અહંત ભગવંતો પરત-બીજાએ કરેલી પૂજાને ઈચ્છતા નથી અને તેમને સ્તુતિ-નિંદાનું કંઈ પ્રયોજન નથી, તોપણ તેમની પૂજાથી સાધકનું પોતાનું આત્મસિદ્ધિરૂપ કાર્ય સિદ્ધ થાય છે, એટલે એમનું પૂજન એ સાધકના પોતાના જ આત્મકલ્યાણની વાત છે, માટે તે “ઉપાસના જિન ચરણની અતિશય ભક્તિ સહિત” તેને અત્યંત અત્યંત
“પૂજના તો કીજે રે બારમા જિનતણી રે, જસુ પ્રગટ્યો પૂજય સ્વભાવ; પરકૃત પૂજા રે જે ઇચ્છે નહિં રે, સાધક કારજ દાવ...પૂજન. જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અવ્ય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ...પૂજના.”
-શ્રી દેવચંદ્રજી “ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.”
– શ્રીમદ્ રાજચંદ્રજી