Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 107
________________ જૈન યુગ Yo. માર્ચ–એપ્રિલ ૧૯૬૦ અને ઉજાગ્રત એ ચાર દશામાંથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી; અર્થાત સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મોપયોગમય પરમ જ્ઞાનદશા પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી. (૩) મિથ્થામતિ નામની જે કુલટા સ્ત્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી સંલગ્ન હતી, તેને અપરાધિની ને દુઃશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મગૃહમાંથી બહાર કાઢી મૂકી; અને સપરિવાર સમકિત સાથે સગાઈ કરી મહા મિથ્યાત્વ દોષને-દર્શનમોહને ક્ષીણ કર્યો. (૪-૫-૬) અને રાગ, દ્વેષ ને અવિરતિ પરિણામ કે જે ચારિત્રમોહના જબરજસ્ત યોદ્ધા હતા, તે તો જેવી આ ભગવાનની વીતરાગ પરિણમીતિ કે તક્ષણ બાધા બની ઊડીને નાઠા! (૭-૮-૯૧૦-૧૧-૧૨-૧૩) ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢ્યા ત્યારે, હાસ્ય, અતિ, તિ, શોક, દુગંછા, ભય, વેદોદય (કામ)-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા. માટીના ઢેફાં જેવા દોષ તો બિચારા ક્યાંય ચગદાઈ ગયા! આમ ચરિત્રમોહનો, સર્વનાશ કરી, નિષ્કારણ કરુણારસના સાગર આ પરમકૃપાળુ દેવે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું. અને (૧૪-૧૫-૧૬ -૧૭-૧૮) આવા આ પરમ વીતરાગ પ્રભુ ત્રિલોકબંધુ દાનસંબંધી વિક્તને-દાનાંતરાયને નિવારી, પરમ અહિંસાધર્મના ઉપદેશદાનથી સર્વજનને અભયદાન પદના દાતા થયા. લાભ સંબંધી વિદનને-લાભાંતરાયને નિવારી, પરમ લાભસરથી મસ્ત એવા આ પ્રભુ, જગતને આત્મલાભમાં વિદન કરનારા લાભવિદનના નિવારક થયા. પંડિત વીર્ય વડે કરીને વીર્ય વિદનને વીર્યંતરાયને નિવારી આ પ્રભુ પૂર્ણ પદવીન યોગી બન્યા. અને ભોગાંતરાય-ઉપભોગતરાય એ બને વિદનને નિવારી આ પ્રભુ પૂર્ણ આત્મસ્વરૂપમતારૂપ ભોગના સુભોગી થયા. આમ અજ્ઞાનાદિ અઢાર દૂષણથી રહિત એવા આ જિનદેવ-વીતરાગ પરમાત્મા છે, જેના અનન્ય ગુણોનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે. “અણુવિધ પરખી મન વિશરામી, જિનવર ગુજ જે ગાવે રે; દીનબંધુની મહેર નજરથી, આનંદધનપદ પાવે રે... | હો મલિજિન ! –શ્રી આનંદઘનજી આવા પરમ નિર્દોષ ગુણમૂર્તિ શ્રીમદ્દ વિતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપ પરીક્ષા કરી, આ મનવિશ્રામી જિન વરના ગુણ ગાય છે, તે પણ આ “દીનબંધુની મહેર નજરથી '—કૃપાદૃષ્ટિથી આનંદઘન પદને પામે છે, અર્થાત તે પણ જિનેશ્વરતુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે. કારણ કે “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિં કાંઈ.” એટલે સિંહને દેખીને જેમ અકુલગત સિંહશિશુને નિજ સ્વરૂપનું ભાન થાય છે, તેમ જિનસ્વરૂપના દર્શને મુમુક્ષુ ભક્ત આત્માને “દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન થાય છે. અને એટલા માટે જ આવા પરમ ઉપકારી સહજાન્મવરૂપી શુદ્ધ ચિંતન્યના સ્વામી શુદ્ધ ચૈતન્યમૂર્તિરૂપ “ભાવચૈત્ય ” એવા જિન ભગવાનને-પરમ અહંત ભગવતને આત્મહિતાર્થી મુમુક્ષુઓ પરમ ભક્તિભાવથી ભજે છે, અને પૂજે છે. શુદ્ધ ચૈતન્યના સ્વામી, સહજાત્મસ્વરૂપ જે; મુમુક્ષુ જન એવા તે, ભગવાન જિનને ભજે. –પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) ખરેખર અહત તે જ ભગવત્ઃ છ પ્રકારનું ‘ભગ’ કારણ કે જે ખરેખરો અહંન્દુ હોય તે જ ખરેખરો ભગવત હોય ને જે ખરેખરો ભગવત હોય તે જ ખરેખરો અહંત હોય, અર્થાત જગતને પૂજાહ એવો જગતપૂજય હોય. આ અહંત ભગવત હોવાને લીધે જ “અહત –પૂજાર્યું છે, અર્થાત ભાવઅહંતપણું ભગવતપણાને આધીન છે. એટલે જેમાં ખરેખરું પરમાર્થસત ભગવતપણું છે તે જ અહંત છે ને તે જ પૂજાહ ભગવત છે. “ભગ સંપન્ન” જે હોય તે “ભગવત , સમગ્ર ઐશ્વયદિ લક્ષણવાળું ‘ભગ’ જેને વર્તે છે તે “ભગવત '. આ ગ્રંથમાં કહ્યું છે તેમ “ભગ” શબ્દનો પ્રયોગ આ પત્ પ્રકારમાં થાય છે–“સમગ્ર * એવા ઐશ્વર્યની, રૂપની, યશની, શ્રીની, ધર્મની અને પ્રયત્નનીએમ છની ‘ભગ’ એવી સંજ્ઞા છે.” એટલે આત્માનું અનંત જ્ઞાનાદિ ઐશ્વર્ય જે કર્મઆવરણથી તિરોભાવને પામેલું હતું, તે જે પરમ પુજ્યોત્તમે અપૂર્વ આત્મપરાક્રમથી કર્મઆવરણનું વિદારણ કરી આવિર્ભાવ પમાડ્યું, અને આમ સર્વ વિભાવના પરિત્યાગથી આત્માની શુદ્ધ સ્વભાવભૂત સકલ શક્તિ પ્રગટ કરી જે સહજત્મસ્વરૂપસ્વામીએ અનંત સ્વરૂપ સંપત્તિનું સ્વામીપણું–ઈશ્વરપણું * “ઈશ્વર્યસ્થ સમસ્ય, પણ વાસઃ બ્રિાઃ | धर्मस्याथ प्रयत्नस्य, षष्णां भग इतीङ्गना ॥"

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154