________________
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
જૈન યુગ
સહદેવનું અવલંબન જીવને પરમ ઉપકારી સાધન થાય છે, આ દેવતત્વ આત્મસિદ્ધિના અને આત્મશુદ્ધિના ઉત્તમ નિમિત્તકારણરૂપ-પ્રબલ પુષ્ટ આલંબનભૂત મુખ્ય
ધારસ્થંભ છે. માટે આ સદેવનું સ્વરૂપ મુમુક્ષુ આત્માએ સમ્યપણે જાણવું જોઈએ. કારણ કે દેવ એટલે આરાધ્ય આદર્શ. જેવો આદર્શ તેવી સિદ્ધિ થાય. “ચાદર માવના તાદશી સિદ્ધિઃ” આદર્શ શુદ્ધ હોય-સત હોય તો સિદ્ધિ પણ શુદ્ધ હોય–સત હોય; આદર્શ અશુદ્ધ હોય–અસત હોય, તો સિદ્ધિ પણ તેવી જ હોય. શુદ્ધને ભજે તે શુદ્ધ થાય, અશુદ્ધને ભજે તે અશુદ્ધ થાય; સરાગીને સેવે તે સરાગી થાય, વીતરાગીને સેવે તે વીતરાગી થાય. માટે આદર્શશુદ્ધિ-આરાધ્ય સદેવતત્વની શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ.
ત્યારે સદેવ કોણ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંતવીર્ય એ ભૂત દિવ્ય આત્મગુણરૂપ આત્માનું પરમ ઐશ્વર્ય પરમ આત્મપુરુષાર્થથી આવિર્ભત કરી, જે પરમેશ્વર પરમ દિવ્યગતિને– મુક્તિને પામ્યા તે સદદેવ અને મમક્ષને ઇષ્ટ-ઈચ્છવા . યોગ્ય પરમોત્તમ ગુણગણનું એક ધામ હોવાથી તે જ ઈષ્ટ. આમ જ્ઞાનાદિ અનંત ઐશ્વર્યસંપન્ન પરમેશ્વર પરમાત્મા એવા શુદ્ધ સિદ્ધ આત્મા એ જ સર્વ સાચા આત્માર્થી મુમુક્ષુઓના પરમ આરાધ્ય, પરમ અહંતપરમ પૂજાઉં, પરમ પૂજ્ય, પરમ ઉપાસ્ય ઇષ્ટ દેવ છે. અને તેવા પરમ “અહંત'-પરમ પૂજા, પરમપૂજય, પરમ આરાધ્ય, પરમ ઉપાય, પરમ સેવ્ય એવા જે કોઈ પણ આ જગતને વિષે હોય તો તે શ્રી “જનદેવ” જ છે. જિનદેવ” મહાન તત્વવાચક શબ્દ
જિનદેવ” એ પરમ અર્થગર્ભ શબ્દ જ પરમ સૂચક છે. “જિન”-વિતરાગ એ કાંઈ સાંકડો સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ વિશાલ આશયવાળો મહાન તત્વવાચક શબ્દ છે. પરમતત્ત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ સુભાષિત કહ્યું છે તેમ “જિન સોહી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ, કર્મ કરે સો જિનવચન, તત્ત્વગ્યાનીકો મર્મ.” રાગાદિ સર્વ આંતર શત્રુઓને છતી જે શુદ્ધ સહજાત્મ
સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે “જિન”. આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકનો સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે, એવા ખરેખર શ્રીમદ્ આત્મવીર તે જ જિન, અને એવા જિન ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને
અનંત વીર્ય એ દિવ્ય આત્મગુણોના સ્વામી થયા હોવાથી એ જ ખરેખરા “દેવ' છે. રાગાદિક સહુ શત્ર જીત્યા, વરી કેવલથી રીઝી પ્રીત્યા; શ્રીમદ્ સાચા જિન તમે છો, દિવ્ય ગુણોથી દેવ તમે છો
...જય જિન દેવા ! જય જિનદેવા! જય જિનદેવા! દેવ કરે છે સહુ તમ સેવા; સુર નર ઇન્દ્રો સ્તવન કરે છે, યોગિવરેન્દ્રો ધ્યાન ધરે છે
..જય જિનદેવા ! -પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) જિનદેવ રાગ-દ્વેષ-મોહ એ મહા ત્રિદોષ સૃષ્ટિનો સંહાર કરનાર મહાદેવ
વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિરૂપ આવા આ જિનદેવ પરમ “અહંત ” અર્થાત વિશ્વની પૂજાના પરમ પાત્ર છે. સર્વ દેવેન્દ્રો જેને વંદે છે અને સર્વ યોગીન્દ્રો જેને ધ્યાવે છે, એવા આ જિનદેવ સર્વદાને માટે સર્વ દોષથી સર્વથા રહિત થયા હોવાથી ખરેખરા “મહાદેવ” છે. કારણ કે જેમાં સર્વ દોષો સમાય છે એવા રાગ દ્વેષ ને મોહ એ ત્રણ મહાદોષ આ મહાદેવે સર્વથા નષ્ટ કર્યા છે; અને શ્રી હરિભકસૂરિજીએ કહ્યું છે તેમ–જેને સંકલેશ ઉપજાવનારો રાગ સદાયને માટે છે જ નહિ, અને શમરૂપી ઈધન પ્રત્યે દાવાનલ જેવો પ્રાણી પ્રત્યેનો દ્વેષ પણ છે જ નહિં, અને સલ્તાનને આચ્છાદન કરનારો તથા અશુદ્ધ ચારિત્ર કરનારી મોહ પણ છે જ નહિં, તે ત્રિલોકપ્રસિદ્ધ મહિમાવાળો “મહાદેવ' કહેવાય છે.” " यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वदा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ।। न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥"
–શ્રી હરિભદ્રાચાર્યજીકૃત અષ્ટક અષ્ટાદશ દોષ રહિત વીતરાગ જિનદેવ
ત્રિદોષલયથી આવું ખરેખરું મહાદેવપણું જેમાં ઘટે છે એવા આ પરમ નિયમૂર્તિ આ મહાદેવ જિનદેવે પ્રકારતરથી અજ્ઞાનાદિ અઢાર દોષને નષ્ટ કર્યા છે, તેથી પણ તેઓનું દેવાધિદેવપણું ઘટે છે. તે આ પ્રકારે :-(૧) અનાદિ એવુંઆત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંતકાળના અજ્ઞાનઆવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગ દેવે હાર ખેંચી કાઢી પ્રકટ કર્યું, ને અજ્ઞાન દોષને નિવૃત્ત કર્યો. (૨) નિદ્રા, ખ, જામત