________________
જેન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૬o
પ્રાપ્ત કર્યું તે જ ઈશ્વરને શુદ્ધ આત્મારૂપે–પરમાત્મારૂપે ભજવું એ જ શ્રેયસ્કર છે. કારણ કે આત્મસ્વરૂપને પામેલા શુદ્ધ આત્મામાં જ–પરમાત્મામાં જ ખરેખરું ઈશ્વરપણું-ભગવતપણું ઘટે છે; અને ઉક્ત છ પ્રકારનું
ભગ” આ જગતમાં કોઈને વિષે પરમોત્કૃષ્ટપણે પ્રકાશમાન હોય તો તે તેવા શુદ્ધ આત્મારૂપ–પરમાત્મારૂપ અહંત ભગવત અર્થાત જિનેશ્વર ભગવાનને વિષે જ છે. તે આ પ્રકારે –
ઐશ્વર્યરૂપ ભગઃ રૂપસ્વરૂપ ભગઃ યશરૂ૫ ભમઃ
(૧) આ ભગવંતનું સમગ્ર-સંપૂર્ણ ઐશ્વર્ય તે ઈદ્રોથી ભક્તિનમ્રપણે કરવામાં આવેલ મહાપ્રાતિહાર્ય વિભૂતિરૂપ છે, આ અષ્ટ મહાપ્રાતિહાર્ય પરથી આ ભગવંતોનું સમગ્ર ઐશ્વર્યરૂપ “ભગ” સ્પષ્ટ જણાય છે. અથવા પ્રકારમંતરથી સર્વ દોષ-આવરણની હાનિથી જે અનંતજ્ઞાનાદિ આત્યંતર ઐશ્વર્ય પ્રગટયું તે જ આ ભગવંતનો આધ્યાત્મિક મહિમાતિશય પોકારતું સમગ્ર ઐશ્વર્યરૂપ ભગ છે. (૨) અનુત્તર વિમાનના દેવ કરતાં પણ આ ભગવંતનું રૂપ અનંતગણું અભિરામ–પરમ સુંદર હોય છે, આમ અનુપમ રૂપસ્વરૂપ “ભગથી’ પણ આ “ભગવંત” સમગ્ર-સંપૂર્ણ હોય છે; અથવા આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ તો જેણે પોતાની સમસ્ત ચિત્તવૃત્તિઓરૂપ ગોપીઓને પોતાના અનુપમ આત્મસ્વરૂપસૌંદર્યથી આકષ્ટ કરી અંતર્મુખ કરી હતી એવા આ ભગવંતનું આત્મસ્વરૂપસૌંદર્ય અનુપમ છે. (૩) અને આ ભગવંતનો યશ તો—“વાસ્તુ રાવપરીવાસવરામસમુહ્યું ઐોયાના પ્રતિ –રાગ-દ્વેષ-પરીષહઉપસર્ગમાં પરાક્રમથી સમુથ, કૈલોક્યઆનંદકારી અને આકાલપ્રતિક એવો સમગ્ર-સંપૂર્ણ છે. શ્રીરૂપ ભગઃ ચરણ કમલ કમલા વસે રે’
(૪) આ ભગવંતે ઘાતકર્મનો ઉછેદ કરવાનું વિક્રમપરાક્રમ દાખવ્યું, તેથી તેમને કેવલાલોક-કેવલજ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થયો, એટલે તેમને નિરતિશય પરમ સુખસંપતસમન્વિતતા થઈ, એ જ આ ખરેખરા “શ્રીમદ' ભગવાનનું શ્રીરૂપ “ભગ” છે. આ ગ્રંથમાં ભગવાનને માટે “પુવરપુરી” એવું એક ઉત્તમ પદ પ્રયોજ્યું છે, તે પરથી પણ આ ભગવાનના અનન્ય અનુપમ શ્રીમદુપણાનો જ ભાવ વ્યંજિત થાય છે. આ ઉપમાનો બિંબ–પ્રતિબિંબ ભાવ મહાકવિ હરિભદ્રજીએ અત્રે સાંગો-
પાંગ ધટાવ્યો છે. પુણ્ડરીકો જેમ સર્વ કમલજાતિમાં વરસર્વોત્કૃષ્ટ છે, તેમ આ ભગવંતો પુરુષોમાં વર પુરીક સમાન સર્વશ્રેષ્ઠ હોઈ પુwવરપુરીકો છે. પુણ્ડરીકો એવા પ્રકૃતિસુંદર–સ્વભાવથી સુંદર છે કે સૌદર્યમૂર્તિ ભુવનલક્ષ્મી પણ ત્યાં આવીને નિવાસ કરે છે ને તે મન-નયન આદિને આનંદનું આયતન-ધામ થઈ પડે છે; તેમ અતિશયયોગે કરી આ ભગવંતો એવા પરમ સુંદર છે કે કેવલથી આદિ ગુણસં૫૬ આવીને તેમનામાં નિવાસ કરે છે, ને તેમના દર્શનાદિ આનંદના હેતુઓ થઈ પડે છે. “સુરક્ષાતિરાયથોન, નિવાસી Tagઢઃ'. આ અંગે કવિવર શ્રી આનંદઘનજીએ પરમ સુંદર ઉઝેક્ષા કરી છે કે-હે ભગવંત! આપ શ્રીમના ચરણકમલમાં કમલા-શ્રી નિવાસ કરે છે, તે સમલ અને અસ્થિર પદરૂપ પંકજને પામર તુચ્છ લેખી ને તમારા ચરણ-કમલને નિર્મલ સ્થિર પદરૂપ દેખીને જાણે તેમ કરતી હોયની ! આમ કમલા જેના ચરણકમલમાં વસે છે એવા હે શ્રીમદ્ ભગવંત! મહારો આ મનમધુકર તમારા શ્રીમદ્ ચરણકમળમાં એવો મુગ્ધ બન્યો છે, કે તે સુવર્ણમય મેસને અને ઇંદ્ર-ચંદ્ર–નાગૅદ્રને પણ રંક ગણી, તમારા ગુણ-મકરંદના પાનમાં લીન થઈ ગયો છે.
ચરણકમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ લેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર દેખ...
વિમલ જિન દીઠા લોયણ આજ. મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાર્ગદ્ર...વિમલ.”
-શ્રી આનંદઘનજી
ધર્મરૂપ ભગઃ પ્રયત્નરૂપ ભગ: અનંતવીર્ય ભગવંત
તેમજ-(૫) આ ધર્મમૂર્તિ ભગવંતનું ધર્મરૂપ ‘ભગ’ પણ સમગ્ર છે; સાશ્રવ–અનાશ્રવ મહાયોગરૂપ કિવિધ, સમ્યગ્દર્શનાદિરૂપ ત્રિવિધ અને દાનાદિરૂપ ચતુર્વિધ એવો આ ભગવંતોનો ધર્મ પરમોત્તમ હોવાથી સર્વ પ્રકારે આ ભગવંતોનું ધર્મરૂપ ભગ સમગ્ર-સંપૂર્ણ છે. અને (૬) આ ભગવંતોનું પ્રયત્નરૂ૫ ‘ભગ’ પણ સમગ્ર છે. આ પ્રયત્ન “Gરમવીર્યસમુથઃ'- પરમ વીર્યથી સમુથ-ઉત્પન્ન થયેલ, એકરાત્રિની આદિ મહાપ્રતિમા ભાવનો હેતુ અને સમુદ્ધાત–શેલેશી અવસ્થાથી વ્યંગ્યવ્યક્ત થતો એવો છે. જેટલું અને જેવું આત્માનું વીર્ય-સામર્થ્ય તેટલો અને તેવો પ્રયત્ન થઈ શકે. આ