________________
જૈન યુગ
૩૨
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
સર્વ વસ્તુનું એક જાતિને કારણે સામાન્યપણે ગ્રહણ કરે તે સંગ્રહનય કહીએ. સંગ્રહનભે વિચારેલ વસ્તુને પિટાભેદે વિચારે તે વ્યવહારનય. વર્તમાન અવસ્થાને ગ્રહે પણુ ભૂતભવિષ્યનું લક્ષ કરે નહિ તે ઋજુસૂત્ર નય કહેવાય. જે શબ્દના અનેક પર્યાયોથી એક જ અર્થ રહે તે શબ્દનય; પરંતુ દરેક પર્યાયનો વ્યુત્પત્તિ નિમિત્તે જુદો અર્થ કહે તો તે સમભિરૂઢ નય થાય. જે વસ્તુનો શબ્દવા ધર્મ છે તે સંપૂર્ણપણે પ્રગટ થાય ત્યારે જ જે શબ્દવ્યવહાર વાં છે તે એવભૂત નય કહેવાય. જિનભદ્રગણિ પ્રથમ ચારને દ્રવ્યગ્રાહી નો કહે છે જ્યારે અંતિમ ત્રણ શબ્દ નયોને પર્યાયગ્રાહી એટલે અવસ્થાગ્રાહી નયો કહે છે.
આમ અરિહંતના ગુણને અનુસરતો સંકલ્પ તે નૈગમન ભાવસેવના. વળી “હું પણ અરિહંતરૂ૫ છું પણ સામર્થ્ય હાલ તેવું જણાતું નથી તે વિષમતા હું અલ્પકાળમાં દૂર કરીશ.” આવી બુદ્ધિએ જિનભક્તિ તે સંગ્રહનયે ભાવસંવના થઈ.
વ્યવહારે બહુમાન જ્ઞાન નિજ,
ચરણે જિનગુણ રમણા જ પ્રભુગુણ આલંબી પરિણામે
ઋજુપદ ધ્યાન મરણજી.–શ્રી (૪) પોતાના જ્ઞાન અને દર્શનને જિનભક્તિમાં ફોરવે, અન્ય દેવની વાંછા વિના જિન ભગવાનના ગુણોમાં મનને મગ્ન રાખે અને સરળ ભાવે પોતાના અંતઃકરણને જાગૃત કરીને પ્રભુનું સ્મરણ અખંડ રાખે તે વ્યવહાર નયે અપવાદ ભાવસેવના થઈ
શબ્દ શુકલ ધ્યાન આરોહણ
સમભિરૂઢ ગુણ દશમે છે બીય શુક્લ અવિકલ્પ એક
એવંભૂત તે અમને છ–શ્રી(૫) જે જીવ ભાવમુનિની તસ્વરચિવાળો થયો થકો પોતાના દર્શનશાનચારિત્રથી પૃથક વિતર્ક સપ્રવિચાર એવો પ્રથમ શુકલધ્યાનનો પાયો સ્પર્શે તે શબ્દન અપવાદ ભાવસેવનાનો ધારક થયો. ઋજુસૂત્રની ભૂમિકા કરતાં અહીં વિશેષ તન્મયતા હોવાથી પ્રતિપાત એટલે પાછી પડવાની શક્યતા ઘટી છે.
જે વારે જીવ દશમે સૂક્ષ્મ સં૫રાય ગુણસ્થાને આવ્યો અને શુક્લધ્યાનનો પ્રથમ પાયો અહીં પરિપાકને પામ્યો એટલે સમભિરૂઢ નયની ભાવસેવના થઈ.
ત્યારે શકલ ધ્યાનને બીજે પાયે એટલે એકવિત અપ્રવિચાર ધ્યાનરૂપ નિર્વિકલ્પ સમાધિને જીવ વર્યો, ત્યારે સાધનાનું પૂર્ણપણું થયું એટલે એવંભૂત નયની સેવના થઈ. આ બારમે ગુણસ્થાને અપવાદ (કારણરૂ૫) સેવના કહી છે.
હવે ઉત્સર્ગ (કાર્યફળરૂપ) ભાવસેવનામાં દેવચંદ્રજી મહારાજ સાત નયનું કથન કરે છે. ઉત્સર્ગ સમકિત ગુણ પ્રગટ્યો,
નૈગમ પ્રભુતા અંશે જી, સંગ્રહ આતમ સત્તાલંબી | મુનિપદ ભાવ પ્રશંસે છ–શ્રી. (૬) અહીં જેટલું આત્મધર્મરૂપ કાર્ય નીપજે છે તેને ઉત્સર્ગસેવા કહેવાય છે.
જે ક્ષણે આત્માને શંકાદિ પાંચ અતિચાર રહિત સાયિક આત્મતત્વનિર્ણયરૂપ સમકિત ગુણ પ્રગટ થાય ત્યારે એક અંશે પ્રભુપણું ઉત્પન્ન થયેલું હોવાથી એ નગમ ઉત્સર્ગ સેવા કહેવાય.
જ્યારે તે ભાવમુનિએ જેકે પોતાની આત્મસત્તા કર્યાવરણઘેરેલી છે છતાં તેને નિર્ણયથી ભાસનને વિષય કરી છે અર્થાત તેણે ઉપાદાનની સંભાળ લેવા માંડી છે તે તેની સંગ્રહાયે ઉત્સસેવના કહીએ, અને મુનિપદનું સાતમું ગુણસ્થાન પ્રાપ્ત થયું ત્યારે વ્યવહારનયે ઉત્સર્ગ સેવના થઈ ઋજુસૂત્રે જે શ્રેણી પદસ્થ,
આતમશકિત પ્રકાશે છે, યથાખ્યાત પદ શબ્દરવરૂપે
શુદ્ધ ધર્મ ઉલ્લાસે છ–શ્રી. (૭) જયા એકાદશ-દ્વાદશ ગુણસ્થાને પહોંચે છે, ત્યારે તે પહેલાં તેની જે ધ્યાનધારાની શ્રેણી માંડી હોય તે ઋજુસૂત્ર નયે ફલસિદ્ધિ છે અને યથાખ્યાત ચારિત્ર પામવું તે શબ્દ નયે કાર્યસિદ્ધિ છે. ભાવ સયોગી અયોગી શેલેશે.
અંતિમદુગનન્ય જાણે જી; સાધનતાએ નિજ ગુણવ્યક્તિ,
તેહ સેવના વખાણ –શ્રી (૮) તેરમું સયોગી અવસ્થારૂપ અરિહંતપણું એ ફલદષ્ટિમાં સમભિરૂઢ જ્યની સિદ્ધિ છે અને અયોગી-પણું એ એવંભૂત નયની સિદ્ધિ છે. અને જે સાધનાથી સ્વરૂપે પ્રગટ