________________
મથુરાના “વો-ધૂપની તીર્થંકર પ્રતિમા
ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ, એમ. એ., પીએચ. ડી.
લખનૌ મ્યુઝિયમમાં ન. જે. ૨૦ વાળું એક મથુરાનું પ્રાચીન જૈન શિલ્પ છે. આ શિલ્પ કુષાણકાલીન કોઈ તીર્થંકર પ્રતિમાનું આસન છે. ઉપરનો ભાગ અને આસનનો જમણી બાજુનો અડધો ભાગ તૂટી ખોવાઈ ગયા છે. ઉપલબ્ધ ભાગનું ચિત્ર આ સાથે આપ્યું છે.
મધ્યમાં ત્રિરત્ન ચિહ્ન ઉપર ધર્મચક્ર ગોઠવેલું છે. આની ડાબી બાજુએ ચાર ભાવિક સ્ત્રીઓ છે, જે સાધ્વી હોવાનો સંભવ છે. જમણી બાજુએ સાધુઓ હશે, જેમાંની એક મૂર્તિ ખંડિતરૂપે જળવાઈ રહી છે. આથી ડાબી બાજુની આકૃતિઓ શ્રાવિકાઓને બદલે સાધ્વીઓની માનવા મન લલચાય છે. જે આ અનુમાન બરાબર હોય તો તત્કાલીન એટલે ઈ. સ. બીજા-ત્રીજા સૈકા આસપાસમાં જૈન સાધુ અને સાથીઓના વેશ પરત્વે આપણને બહુ ચોકકસ માહિતી આ શિ૯૫માંથી મળી રહે છે.
આસન ઉપર, ઉપરના ભાગમાં બે લીટી અને નીચેના ભાગે એક લીટીનો, ખંડિત લેખ છે. મ્યુહર, ફયુરર અને સ્મિથ એ ત્રણે વિદ્વાનોએ એને નીચે મુજબ વાંચેલો – લીટી – ૭૦ ૬ ર્વ (અથવા ટ્ર) ૪ હિ ૨૦ તસ્યાં
પૂર્વાર્થ (યાં) જો િળે વરૂવાયાં ફાવાયાં... લીટી ૨– વો મય (માર્ચ) ત્રધરિય મરતો
ન િ[] વર્તત પ્રતિમં (માં) નિવર્સતિ | લીટી ૩મા શ્રાવિશે [હિના ટાર્ગ પ્રતિમા વોટ્ટે
ધૃપે વનિર્મિતે પ્રિ (અથવા ૪) ઉપર પ્રમાણે વાંચતા મહંત નરિમાવર્ત તે કોણ એ શંકા ઉઠતાં, જેનું લાંછન નવિર્ત (નભ્યાવર્ત) છે તે અરનાથ એવો અર્થ ઘટાવવામાં આવતો. વાસ્તવિક રીતે ભદેવને બાદ કરતાં કોઈપણ તીર્થંકરનું નામ તેમના લાંછન સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. અને બાપભદેવનું નામ પણ તેમના લાંછન ઉપરથી જ પડ્યું
કે નામ અને લાંછનનું સામ્ય આકસ્મિક હતું એ કોઈ જાણતું નથી, જેકે ઉરુ ઉપર વૃષભના લાંછનવાળા તે ઋષભનાથ એવી નિરુક્તિ કરવામાં આવી છે. એટલે આ લેખમાં મત નવાવર્ત એ નામ ગૂંચવણ પેદા કરતું હતું.
છે. કે. ડી. બાજપાઈએ આ લેખ તપાસી બીજી લીટી બરોબર ફરી નીચે પ્રમાણે સુધારી વાંચી છે તે વ્યાજબી જણાય છે –
લીટી ૨ (સુધારેલું વાંચન)– મય ત્રધથિ मुनिसुव्रत (त) स प्रतिमा निर्वर्तयति ।
આમ આ પ્રતિમા મૂળ મુનિસુવ્રતનાથની હતી એ હવે નિર્વિવાદ છે. સં. ૭૯ એ શક સંવત ગણતાં, ઈ. સ. ૧૫૭માં આ પ્રતિમા પ્રતિષ્ઠિત થઈ હતી એમ જણાય છે.
ઉપરના લેખમાં વોલ્ટે શૂરે એટલે વોટૂ સ્તવ અને વોદ્ર એ નામ અથવા votiveના અર્થમાં સ્તૂપનું વિશેષણ લેવામાં આવતું. - વાસ્તવિક રીતે આ લેખની ત્રીજી લીટીમાં પ્રતિમા वोद्वे थूपे सेभ नहीं पायतां प्रतिमावो (वे) द्वे थूपे વિનિર્મિતે એમ વાંચવું ઉચિત છે. એમ વાંચવાથી અર્થ વધુ સ્પષ્ટ થાય છે. આ રીતે “દેવનિમિત વોહ્ન તૂપમાં” એમ નહીં પણ “દેવનિર્મિત તૂપમાં બે પ્રતિમાઓ” એમ અર્થ ઘટાવવાનો છે. બેઉ પ્રતિમાઓ મુનિસુવ્રત સ્વામીની જ હોય એમ અનુમાન કરી શકાય. આવી રીતે એક જ તીર્થકરની બે પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થઈ હોય તો તેમાં કાંઈ અજુગતું નથી.
સદરહુ લેખમાં ઉપરનો સુધારો ડૉ. લ્યુડર્સે પાછળથી કરેલો પણ તે આજ સુધી પ્રસિદ્ધ થયો નથી. ડૉ. આસૂડો મારા ઉપર અંગત પત્રમાં આ લખી જણાવ્યું છે અને ત્રીજી લીટીનો આ રીતે છે. યુઝર્સ ઘટાવેલો અર્થ મને પણ યોગ્ય લાગે છે.