________________
જૈન યુગ
જાન્યુઆરી ૧૯૬૦
પિયા ઉ શાહ
ઓર
‘મહાપુરાણ”ની એક સચિત્ર હસ્તપ્રત વિષે નિબંધ આપ્યો છે (લલિત કલા'. અંક ૫, એપ્રિલ ૧૯૫૯). હસ્તપ્રતમાં લેખનવર્ષ નથી, પણ ચિત્રશૈલી, લિપિ આદિને આધારે છે. મોતીચન્દ્ર એને ૧૫ મી સદીના અંતતી અથવા એથી થોડીક મોડી ગણે છે. સચિત્ર દિગંબર હસ્તપ્રતો પ્રમાણમાં થોડી છે; જાણવામાં આવેલી એક માત્ર સચિત્ર તાડપત્રીય હરતપ્રત તે ધવલા' ટીકા સહિત “ખાગમ 'ની પ્રત છે. જેને ઈ. સ. ૧૧૧૨-૧૧૨૦ આસપાસની ગણવામાં આવે છે. દિગંબર પરંપરાની એક વધુ સચિત્ર પ્રત બહાર લાવીને ડો. મોતીચન્દ્ર જૈન કલાના અવ્ય સક્ષેત્રની સારી સેવા કરી છે. જો ઉમાકાન્ત શાહે અકોટામાંથી મળેલ એક પિત્તળના ધુપિયા વિષે લેખ આપ્યો છે (જર્નલ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિયે-ટલ આર્ટ'; પુ. ૧૯, પ્રકટ થયું ૧૯૫૮ માં), અને તેનો સમય ઈ. સ. ના નવમાં સૈકાનો ગણો છે ઉપલબ્ધ શ૯પો અને ચિત્રોને આધારે હરિણેગમેષિન વિષે (‘જર્નલ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિયેન્ટલ આર્ટ', પૃ. ૧૯. પ્રકટ થયું ૧૯૫૮ માં) તથા શ્વેતામ્બર અને દિગંબર સાહિત્ય અને કલામાં બ્રહ્મશાંતિ અને કપર્દીયક્ષ વિષે (* જર્નલ ઓફ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા', પૃ. ૭, અંક ૧, માર્ચ ૧૯૫૮) રસપ્રદ નિબંધો લખ્યા છે. ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી શિલ્પ-સંબદ્ધ પુરાવા આપીને ડૉ. ઉમાકાન્ત શાહે તીર્થકરોનાં માતા-પિતાની પૂજાની ભુલાઈ ગયેલી પ્રથા વિષે અભ્યાસલેખ આપ્યો છે (‘બુલેટિન ઓફ ધી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ', મુંબઈ, અંક ૫. પ્રકટ થયો ૧૯૫૮-૫૯માં), તથા આબુ અને કુંભારિયાનાં મન્દિરોમાંનાં જૈન કથાઓ નિરૂપતાં શિલ્પો વિષે
જેન યુગ', સપ્ટેમ્બર-ઓકટોબર ૧૯૫૯) અને આબુ તથા ભિનમાલનાં કેટલાંક પુરાતન શિલ્પો વિષે (બુલેટિન ઑફ ધી મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી, વડોદરા પુ. ૧૨, ૧૯૫૫-૫૬) તેમણે લખ્યું છે. શ્રી કૃષ્ણદત્ત બાજપેયીએ મથુરાની જૈન કલાનો પરિચય આપ્યો છે (રાજેન્દ્રસૂરિ સ્મારક ગ્રન્થ') તથા ડૉ. એ. એન. ઉપાબેએ શ્રવણુ એળગોળ ખાતેની ગમ્મટેશ્વરની પ્રચંડકાય મૂર્તિનો પરિચય કરાવ્યો છે (ઈન્ડો-એશિયન કલ્ચર', પૃ. ૬, અંક ૩, જાન્યુઆરી ૧૯૫૮).
આચાર્ય શ્રીવિજયવલભસૂરિ સ્મારક ગ્રન્થમાં જૈન કલાને લગતા સંખ્યાબંધ રસપ્રદ લેખો છે-શ્રી.
કનૈયાલાલ ભાઈશંકર દવેએ ખાસ કરીને જૈન ધર્મને અનુલક્ષીને યક્ષપ્રજાનો ઈતિહાસ આપ્યો છે: સોનેરી અક્ષરોમાં લખાયેલી, “કલ્પસૂત્ર'ની એક સચિત્ર પ્રતનો પરિચય શ્રી સારાભાઈ નામે કરાવ્યો છે; લક્ષ્મણગણિત પ્રાકૃત ‘સપાસનાચરિય'ની, ઈ. સ. ૧૪૨૬માં લખાયેલી, પુકાળ ચિત્રોવાળી એક સચિત્ર હસ્તપ્રતને મુનિશ્રી પુણ્યવિજયજીએ પ્રકાશમાં મૂકી છે: મુનિશ્રી યશોવિજયજીએ સંખ્યાબંધ પ્રાચીન મૂર્તિઓ અને શિ૯પો વિષે લખ્યું છે: ડૉ કલાઉઝ બ્રુને ખજુરાહોના પાર્શ્વનાથ મન્દિરની બે નીચલી શિલ્પપક્તિઓનું શાસ્ત્રીય વર્ણન આપ્યું છે તથા એમની સૂચકતા સમજાવવાનો પ્રયાસ કર્યો છે; ડૉ. મંજુલાલ મજમુદારે પાટણમાંથી મળેલા, ૪૫ રતલના ધાતુના ધંટનું વર્ણન આપ્યું છે, જેના લેખ ઉપરથી જણાય છે કે ઈ. સ. ૧૨૬૨માં વાગડ પ્રદેશમાં ચન્દ્રપ્રભના ચયને તે ભેટ અપાયો હતો; . ઉમાકાન્ત શાહે જયાદ દેવીઓ વિષે તથા મલ્લિનાથના એક વિરલ શિપ વિષે લેખો આપ્યા છે; અને ડૉ. હસમુખ સાંકળિયાએ મહેર અને નેવાસાની દિગંબર તીર્થંકર-મૂતિઓનું વર્ણન આપ્યું છે. જો બ્રુને જેન કલા અને મૂર્તિવિધાન વિષે કેટલાક ટૂંકા લેખો લખ્યા છે, અને તે ગયા બે વર્ષમાં “જૈન યુગ માં પ્રસિદ્ધ થયા છે.
હવે જૈન કલાના ક્ષેત્રમાં એક મહત્વની શોધની જાહેરાતુ કરીશ. થોડાક માસ પહેલાં જ વડોદરા યુનિવર્સિટીના પ્રાગ્ય વિદ્યામન્દિરે સોનેરી અક્ષરોમાં લખાયેલી એક તાડપત્રીય હસ્તપ્રત મેળવી છે. એમાં ૧૦” ૪૨” સાઈઝનાં ૬૫ પત્રો છે. જિનદત્તસૂરિએ વિ. સં ૧૨૧૦ (ઈ.સ ૧૧૫૪)માં એની નકલ કરેલી છે તથા પશ્ચિમ ભારતમાં પ્રચલિત જૈન ઘાટીની દેવનાગરી લિપિમાં તે લખાયેલી છે. એમાંના ગ્રન્થનું નામ છે “સ્વર્ણરોપ્યાદિ સિદ્ધિ'. મધ્યકાળના કેટલાયે જૈન ગ્રન્થોની જેમ, એ પણ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એમ ત્રણે ભાષાઓમાં થયેલી મિશ્ર રચના છે. “સિદ્ધાતોપદેશ' અથવા સિદ્ધાન્તલેશ' નામના ગ્રન્થ ઉપરની એ ટીકા છે, અને આયુર્વેદને લગતી એ રચના હોય એમ જણાય છે. બર્મા અને બીજા દેશોનાં સુવર્ણાક્ષરોમાં લખાયેલાં તાડપત્રીય પુસ્તકો મળે છે, પણ મને અને આપણું દેશની ધરતપ્રતસમૃદ્ધિમાં ઊંડો રસ ધરાવતા મારા કેટલાક ગુરુજનો અને મિત્રોને ખ્ય લ છે ત્યાં સુધી, સુવર્ણાક્ષરોમાં લખાયેલી આ પહેલી જ તાડપત્રીય પ્રત અત્યાર સુધીમાં ભારતમાં