Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 54
________________ જૈન યુગ ફેબ્રુઆરી ૧૯૬૦ સોળમા વિશ્વભૂતિના ભવમાં સંયમ અને તેની સુંદર આરાધના છતાં વિશાખનંદીએ કરેલા ઉપહાસનું નિમિત્ત મળતાં એ મહામુનિએ ઉગ્ર અશુભભાવે નિયાણું કર્યું હતું કે “મારા સંયમ અને તપના ફળ સ્વરૂપે આગામી મનુષ્યજન્મમાં હું અત્યન્ત બળ પ્રાપ્ત કર્યું અને એ બળ વડે મારો ઉપહાસ કરનાર વિશાખનંદીનો બદલો લઈ શકું.” સંયમ અને તપ એ મોક્ષસાધક શુદ્ધધર્મ હતો. એમ છતાં પૂર્વોક્ત નિયાણાની આવશભરી અનિષ્ટ વૃત્તિએ એ સંયમ તપને વિશિષ્ટ બલપ્રાપ્તિ દ્વારા દુર્ગતિના સાધન રૂ૫ બનાવી દીધા. આ વાત તો પ્રાસંગિક છે. મૂળ વાત તો એટલી જ છે કે જીવનમાં કોઈ પણ પ્રકારની વર્તમાન સુખની અનુકૂળતાનું મુખ્ય કારણ ધર્મ સિવાય કોઈ જ નથી. "વાસુદેવનો રાજ્યાભિષેક ત્રિપૃષ્ઠ વાસુદેવ અનુક્રમે પોતનપુર નગરમાં આવી પહોંચ્યા. નગરની પ્રજાએ પોતાના માલિક રાજાધિરાજનો દબદબાભર્યો નગરપ્રવેશ કરાવ્યો. રાજમહેલમાં પહોંચતાં રાજસભાના મધ્યભાગે રહેલ મણિરત્નજડિત સુવર્ણના સિંહાસન ઉપર વાસુદેવ વિરાજમાન થયા. મહામંત્રીશ્વર, નગરશેઠ, સેનાધિપતિ વગેરે અધિકારી વર્ગ એમનો વિધિપૂર્વક રાજયાભિષેક કર્યો અને દેવોએ પણ એ શુભકાર્યમાં યથાવિધિ સાથ આપ્યો. અચલકુમારને બલદેવ તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા. આ પ્રમાણે વાસુદેવ-બલદેવ એ ઉભય બંધુબેલડીની નિશ્રામાં પ્રજાજનો આનંદથી પોતાનો સમય પસાર કરવા લાગ્યા. પોતનપુરના પરિસરમાં ભગવાન શ્રેયાંસનાથ ત્રિપૃષ્ઠવાસુદેવ વર્તમાન અવસર્પિણીમાં થનારા નવ વાસુદેવો પિકી પ્રથમ વાસુદેવ હતા. એ અવસરે વર્તમાન અવસર્પિણીના ચોવીસ તીર્થંકરો પૈકી અગીયારમાં તીર્થકર ભગવાન શ્રેયાંસનાથ પ્રભુનું શાસન હતું. જે અવસરે ત્રિપૃષ્ઠકુમારને ત્રણ ખંડના આધિપત્યરૂપ વાસુદેવપણું પ્રાપ્ત થયું, લગભગ એ સમય દરમ્યાન ભગવાન શ્રેયાંસનાથ પ્રભુને ઘાતી કર્મનો ક્ષય અને કેવલજ્ઞાનકેવલદર્શનની પ્રાપ્તિ થઈ. તેમજ એ સર્વજ્ઞપ્રભુ શ્રેયાંસનાથ ભગવાન કેવલી અવસ્થામાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા પોતનપુર નગરના પરિસરમાં પધાર્યા. ઇન્દ્રાદિ દેવોએ ત્યાં પ્રભુનું સમવસરણ રચ્યું. વનપાલકે રાજાધિરાજ ત્રિપૃષ્ઠ વાસુદેવને પ્રભુની પધરામણીની વધામણી આપી. પ્રભુની પધરામણીના સમાચાર શ્રવણ કરતાં વાસુદેવ અત્યંત પ્રસન્ન થયા અને વધામણી આપનાર વનપાલકને ક્રોડ સોનૈયા દાનમાં આપ્યા. પોતાના બંધુ બલદેવ અચલકુમાર વગેરે પરિવાર તેમજ રાજયના તમામ વૈભવ સાથે ત્રિપૃષ્ઠવાસુદેવ ભગવંતની પાસે પહોંચ્યા. પંચાભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણ આપવા પૂર્વક પ્રભુને વંદન કરી ત્રિપૃષ્ઠ વાસુદેવ યોગ આસને બેઠા એટલે પ્રભુએ પણ યોજનગામિની અમૃતમય ધર્મ દેશનાનો પ્રારંભ કર્યો. પ્રભુની ધર્મદેશના અને સંવર નિર્જરાનું સ્વરૂપ - ભગવાન શ્રેયાસંપ્રભુની ધર્મદેશનામાં સંવર અને નિર્જરા તત્વની પ્રધાનતા હતી. “કર્મઠંધોનો આત્મપ્રદેશોની સાથે અમુક પ્રમાણમાં પણ જ્યાં સુધી સંબંધ હોય છે અને નવા નવા કર્મસ્કંધોનું ગ્રહણ ચાલુ છે ત્યાં સુધી આત્માને મુક્ત અવસ્થા પ્રાપ્ત થતી નથી તથા જન્મજરામરણાદિ દુઃખોની પરંપરા ચાલુ રહે છે. મુક્ત અવસ્થાનું અસાધારણ કારણ સંવર અને નિર્જરા છે તથા સંવર-નિર્જરાનું કારણ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મારિત્ર છે. સમ્યગ્દર્શન એ આત્માનો શુદ્ધોપયોગ અથવા શુદ્ધ ચેતના છે. અને સમ્યક્ષ્યારિત્ર એ પણ આત્માની શુદ્ધ ચેતના છે. જેટલો જેટલો આત્માનો શુદ્ધોપયોગ અથવા શુદ્ધચેતના તેટલા તેટલા અંશે કર્મનો સંવર અને સકામ નિર્જરા પ્રગટ થાય છે. કોઈપણ સુવિહિત ધર્માનુષ્ઠાનનું શુદ્ધયેય સંવર અને નિર્જરા છે. અનુક્રમે ચૌદમા અયોગી ગુણસ્થાન કે સર્વસંવર અને સંપૂર્ણ નિર્જરા પ્રાપ્ત થાય છે. તેમ જ આત્મા સર્વ પ્રકારે કર્મરહિત થઈ મુક્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. આ બધી અનુકૂલતા મનુષ્યજીવન સિવાય અન્ય કોઈપણ જીવનમાં પ્રાપ્ત થતી નથી. મનુષ્યજીવનમાં ચક્રવર્તીપણું અથવા વાસુદેવની પદવી પુણ્યયોગે કદાચ પ્રાપ્ત થઈ જાય, એમ છતાં એ બધોય વૈભવ અનિત્યસંયોગી છે. સમ્યગ્દર્શન સભ્ય જ્ઞાન અને સમ્યચ્ચારિત્ર એ આત્માનું વતત્ત્વ છે તેમ જ ક્ષાયિક ભાવે એ ગુણો જે આત્મમંદિરમાં પ્રગટ થયા તો પછી અનંતકાળપવૈત તે ગુણો આત્મમંદિરમાં સદાય અવસ્થિત રહે છે. કર્મના ઔદયિક ભાવે કોઈપણ અનુકૂળ કે પ્રતિકૂળ સામગ્રી જીવનમાં પ્રાપ્ત થયા બાદ સંવર અને નિર્જરા કરાવનાર સ્વભાવદશામાં આત્મરમણતા ટકી જાય તો જીવન ધન્ય ધન્ય બની જાય છે.” ત્રિપૂછઠવાસુદેવને પુનઃ સમ્યકત્વની પ્રાપ્તિ ભગવાન શ્રેયાંસનાથ પ્રભુની ધર્મદેશનાનો આ તો

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154