________________
૧૬
ફેબ્રુઆરી ૧૯૬૦
જૈન યુગ
ભગવાન, આપનો સામર્થનો ગુણ જેને શાસ્ત્રીયભાષામાં વીર્યગુણ અથવા બલ કહેવાય છે તેને જ્ઞાન- ગુણુની સહાય છે. જ્ઞાનમાં જ રમણ રહે અને પરમાણુ ન સંભવે એ સમાધિ જ્ઞાનગુણમાં ચારિત્રગુણની સહાયતા વડે આવે છે, એમ એક ગુણને અનંત ગુણની સહાયતા છે, તે જ આત્મસ્વરૂપ સંબંધે દાન છે. દાન આપનારનું દાન તો ક્યારેક પણ ક્ષય પામે પણ પ્રભુનું વીર્ય અક્ષય હોવાથી તેઓ સ્વગુણુ પાત્રને અનંતું દાન અક્ષયપણે આપ્યા કરે છે. યત્ન વિના શક્તિની પ્રાપ્તિ તે લાભ છે, આપને વિશે ચિત્તના વિકલ્પરૂપ લાભાર્થીપણું નથી છતાં અનંત લાભ સદૈવ આપને ઉપસ્થિત છે.
આપ આપના પર્યાયને અપ્રયાસપણે ભોગવો છો, અનુભવો છો એ આપનો ભોગ છે. વળી આ ગુણોનો આપને સતત અનુભવ છે એ આપનો ઉપભોગ છે. આમ આપ નિમોહી હોવાથી પ્રગટ સમાધિસુખમાં તમય છો. એકાંતિક આત્યંતિકો, સહજ અકત સ્વાધીન હો
- જિનજી, નિરુપચરિત નિર્દૂધ સુખ, અન્ય અહેતુક પીન હો
જિનજી, શ્રી. (૫) વળી સ્વામી, આપનું સુખ ઐકાંતિક એટલે નિર્ભેળ છે, આત્યંતિક કહેતાં છેલ્લી સીમાનું છે, તે સુખ સહજ, અપ્રયાસી અને સ્વતંત્ર છે; વળી ઉપચાર વગરનું સુખ આપ અનુભવો છો. અવિદ્યમાન વસ્તુનો આરોપ તેને ઉપચાર કહીએ, તમારા સુખમાં કોઈ જાતનો આભાસ નથી તેથી તે નિરુપચરિત સુખ છે, તેમાં રાગદ્વેષના કંઠ નથી, તે સુખને અન્યદ્રવ્યની અપેક્ષા નથી, તે સદાય જાતે જ પુષ્ટ છે. એક પ્રદેશ તાહરે, અવ્યાબાધ સમાય હો,
જિનજી, તસુ પર્યાય અવિભાગતા, સર્વકાશ ન માય હો,
જિનજી શ્રી. (૬) આત્માને દરેક પ્રદેશે અનંત ગુણ અને તેમના અનંત પર્યાય છે, પ્રભો, તમારે એક પ્રદેશે જે અવ્યાબાધ (નિવિંદનતા)નો ગુણ વસે છે તે અનંતો છે, કેવલજ્ઞાનની પ્રજ્ઞાએ જેના બે વિભાગ ન થાય એવા ગુણાંશને
અવિભાગ કહીએ. હવે આપના એક પ્રદેશ રહેલા અવિભાગોને પ્રત્યેક આકાશના પ્રદેશને વિશે રાખીએ તો પણ તે સર્વાકાશમાં સમાવેશ પામે નહીં, મતલબ કે આપનું સમાધિસુખ અનંત છે, આપ આનંદઘન છો, અને ભવ્યોના આધાર છો. એમ અનંત ગુણનો ધણી, ગુણગુણનો આનંદ હો
- જિનજી, ભોગ રમણ આસ્વાદયુત, પ્રભુ તું પરમાનંદ હો
જિનજી, શ્રી. (૭) ભગવાન, આમ આ૫ અનંતગુણના સ્વામી છો, પ્રત્યેક ગુણનો આપને ભિન્નભિન્ન આનંદ છે, સંસારી જીવને જેમ ધનનું સુખ ભિન્ન, રૂપનું સુખ ભિન્ન, આરોગ્યનું સુખ ભિન્ન, કુટુંબનું સુખ ભિન્ન, એમ અનેક સુખો છે, તેમ સિદ્ધોને અનંતગુણોનું સુખ છે, તે અનંતો પારમાર્થિક ભોગ છે, તે ગુણોમાં તેમનું અસંતું રમણ છે અને આસ્વાદ પણ છે, એટલે પ્રભુ આનંદમાં વિલસે છે, આમ પ્રભુ પરમાનંદ સ્વરૂપ છે અને ભવ્યોની સાધનાના ધ્રુવતારક છે. અવ્યાબાધ રુચિ થઈ સાધે અવ્યાબાધ હો
જિનજી, દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાધ હો,
જિનજી, શ્રી. (૮) જેને, હે પ્રભુ, તમારા નિર્વિધ્ર સ્વરૂપ પર પ્રીતિ થઈ છે તે પોતાનું સ્વરૂપ સાધે છે અને પરમાનંદની સમાધિવાળુ દેવોના પણ ચંદ્ર એવા જિદ્રનું સ્વરૂપ સાધે છે. આવું સુખ મારે વિશે પણ છે એવી જેને શ્રદ્ધા થઈ તેણે મોક્ષમાર્ગની શરૂઆત કરી દીધી. જે મનુષ્યને જે પદાર્થ પર સાચી પ્રીતિ છે તે તેને મળ્યા વિના રહેતો નથી. આવો જીવ આ પછી આત્મસાધક શ્રમણોની ઉપાસના કરે, સ્યાદ્વાદ આગમ શ્રવણ કરે, પાંચ આવોથી વિરમે, શુદ્ધ સંયમી થઈને દેહની પણ રહા ન રાખે અને મોક્ષને સાધે. આવા મુનિ વિષયના અવાંછિક, તવંગવેલી, સૂક્ષ્મ તત્વના જિજ્ઞાસુ, પોતાનું તત્વ કર્મપ્રસંગે દબાયું છે તેને પ્રગટ કરવા માટે સકલ પુદ્ગલભાવથી વિરક્ત થઈ ગુણશ્રેણી પર આરોહણ કરે છે અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે.