________________
जन: युग
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ : જૂનું ૨૨, નવું ૩ વીરાત્ સં. ર૪૮૬, વિક્રમાર્ક ૨૦૧૬ * માર્ચ-એપ્રિલ ૧૯૬૦ * અંક ૫-૬
*
ते धन्या अभिवंदनीय मिह तत्पादारविंदद्वयं ते पात्र सकलश्रियां जगति तत्कीर्तिनंरीनति च । तन्माहात्म्यमसंनिभं सुरनराः सर्वेऽपि तत्किंकराः, ये कोपद्विप सिंहशावसदृशं स्वांते शमं बिभ्रति ॥
कस्तुरीप्रकरणम्
જે મનુષ્યો ક્રોધરૂપી હસ્તિને હણવામાં સિંહના બચ્ચા સમાન સમતાને મનમાં ધારણ કરે છે તેઓને ધન્ય છે. તથા આ જગતમાં તેઓનાં બંને ચરણકમળો વંદન કરવા યોગ્ય છે. તેઓ સમગ્ર લક્ષ્મીઓને પાત્ર છે અને તેમની કીર્તિ આ જગતમાં નૃત્ય કરે છે. તેમનું માહાત્મ્ય પણ અતુલ છે એટલું જ નહીં પરંતુ સમગ્ર દેવો અને મનુષ્યો પણ તેમના ચાકરો થઈ ને રહે છે.
महावीर जीव न नो महिमा
ખળખળ વહેતી સરિતાનાં નિર્મળ નીર સૌને માટે કેવાં જીવનપ્રદ બની રહે છે ! ગગનાંગણમાંથી સર્વત્ર વેરાતો સૂર્યનો સોનેરી પ્રકાશ સમગ્ર પ્રાણીસૃષ્ટિ માટે કેવો આહ્લાદક બની જાય છે !
મંદ મંદ લહરીઓથી ચારે તરફ લહેરાતો વાયુ કાયામાં કેવો ઉમંગ અને આશાનો સંચાર કરે છે !
સૌ કોઈના આધારરૂપ વિશાળ ધરતીનો પટ પોતાના અંતરને ઉઘાડી ઉધાડીને સમગ્ર વિશ્વને શક્તિ અને સંપત્તિનાં કેવાં મહામૂલાં દાન કરે છે !
—જાણે પાણી, પ્રકાશ, પવન અને પૃથ્વી સમગ્ર ચેતનાષ્ટિની મહેલાતના ચાર આધારસ્તંભ જ છે, અને એમના ઉપકારનો કોઈ પાર નથી.
૧
એટલે તો કુદરતનાં આ તત્ત્વો અતિ પ્રાચીન કાળથી પૂજાતાં રહ્યાં છે.
પણ ધર્મપ્રરૂપકો, આત્મસાધકો અને સંતો તો, કુદરતનાં એ ઉપકારી તત્ત્વો કરતાંય, સમગ્ર વિશ્વને માટે, પરમોપકારી ગણાય છે, અને માનવજીવનમાં સર્વોચ્ચ સ્થાને બિરાજેલા જોવાય છે.
અને તેથી જ જ્યારે રાજા-મહારાજાઓ, શ્રીમાનો અને બીજા શક્તિશાળી કે પ્રભાવશાળી પુરુષોનાં કથાનકો કાં તો વિસ્મૃતિના અંધારપટમાં અદૃશ્ય થઈ જાય છે, અથવા તો એમાંનાં કેટલાંક ઇતિહાસમાં સંધરાઈ રહે છે, ત્યારે આવા ધર્મપુરુષો ચિરકાળપર્યંત લોકજીવનના વિશિષ્ટ અંગરૂપ જ બની રહે છે, એટલું