________________
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
જૈન યુગ
અધિકાર રહેશે નહિ. પ્રેક્ષકોએ નક્કી કર્યા પ્રમાણેનું લવાજમ આપવું પડશે.
- પંજાબમાં તૈયારીઓ શ્રી આત્માનંદ જૈન મહાસભા-પંજાબના મંત્રી શ્રી બલદેવરાજજી તરફથી પત્રદ્વારા જણાવવામાં આવે છે કે શ્રી ફગ્મશાના અધ્યક્ષપદે ૨૭ સભ્યોની પેટા સમિતિ અધિવેશનને યશસ્વી બનાવવા માટે જુદાં જુદાં કાર્યો કરી રહી છે. શહેરની ધર્મશાળાઓ, શાળાઓ અને સંસ્થાઓ ઉતારા માટે રાખવામાં આવ્યાં છે. પંજાબની શિક્ષણ સંસ્થા “સાંસ્કૃતિક કાર્યક્રમ” રજૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. સરઘસ તેમજ જુદા જુદા વિભાગના પ્રતિનિધિઓના ભોજનાદિ માટેની યોજનાને આખરી સ્વરૂપ મળેલ છે. પંજાબના યુવકો તથા વિદ્વાનો કોન્ફરન્સને સુદઢ બનાવવા ભારતીય વિદ્વાનોના સંપર્કમાં રહી વિચારવિનિમય કરી રહ્યા છે. ભારત અને જૈન સંસ્કૃતિને અનુરૂપ મંડપને કલાત્મક રીતે શણગારવાની તૈયારી શરૂ થઈ છે. મહિલા તેમજ યુવક સંમેલન ભરવાની વિચારણા થઈ રહેલ છે. લુધીઆનાની જનસંપર્ક સમિતિ દ્વારા જૈનેતર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નિમંત્રણ આપવાનું નકકી થયેલ છે. પંજાબ, દિલ્હી, આગ્રા, અને ઉત્તરપ્રદેશમાંથી ઘણી વ્યક્તિઓ સ્વાગત સમિતિમાં જોડાઈ છે. “વિજયાનંદ ” માસિક મુખપત્રના વિશેષાંક માટે પણ પ્રૉ. પૃથ્વીરાજજી તૈયારીઓ કરી રહ્યા છે. સ્વાગત સમિતિના અને મહાસભાના પ્રમુખ શ્રી. મેધરાજજી અને બીજા કાર્યકરો મુંબઈ ગયા હતા ત્યાં કાર્યકરો અને આગેવાનોના સંપર્કમાં રહી સર્વ પરિસ્થિતિથી વાકેફ થયા છે. પંજાબમાં ચોમેર એક જ અવાજ સંભળાય છે કે આ અધિવેશન ઐતિહાસિક અને કોન્ફરન્સની ઉન્નતિ કરનાર નીવડે. લુધીઆનામાં નીચે પ્રમાણેની રચાયેલી સમિતિઓ પોતાનું કાર્ય કરી રહી છે –
(૧) ઉતારા સમિતિ (૨) ભોજન સમિતિ (૩) સરઘસયાત્રા સમિતિ (૪) મંડપ સમિતિ (૫) સંપર્ક સમિતિ (૬) પ્રચાર સમિતિ (૭) પૂછપરછ સમિતિ.
પંજાબના નવયુવક મંડળો, એન. સી. સી. ના સ્વયંસેવકો વિપુલ સંખ્યામાં સેવા અર્પવા ઉત્સુક છે. તદુપરાંત બીજી કેટલીક ઉપયોગી યોજનાઓ પણ વિચારાઈ રહી છે. પૂજ્ય મુનિવર્યો અને સાધ્વીજી મહારાજે આ ખાસ પ્રસંગે પધારશે.
આ ઉપરથી પંજાબમાં જે જાગૃતિનાં કિરણો અધિવેશન દ્વારા પ્રગટેલ છે તેનો સહેજે પરિચય થશે. મુંબઈમાં સ્વાગતાધ્યક્ષ
કોન્ફરન્સનું અધિવેશન પંજાબમાં ૪૭ વર્ષ પછી મળે તે હજનક અને ગૌરવ લેવા જેવી બીના છે. આ સુઅવસરને વધાવી લઈ પંજાબના અબાલવૃદ્ધ સૌ અધિવેશનમાં ભાગ લેશે અને સકળ સંઘને પણ લુધીઆના પધારવા આમંત્રણ છે" એ ઉગારો વાગતાધ્યક્ષ શ્રી મેંધરાજ જેને કૉન્ફરન્સના હૉલમાં યોજાએલ મેળાવડા સમક્ષ વ્યક્ત કરી સંગઠિત થવા વિજ્ઞપ્તિ કરી હતી.
પ્રમુખસ્થાનેથી કોન્ફરન્સના ઉપપ્રમુખ શ્રી ફુલચંદ શામજીએ ઐતિહાસિક, ધાર્મિક અને રાજકીય દષ્ટિએ પંજાબની અગત્ય દર્શાવી કૉન્ફરન્સના અધિવેશનરૂપી અંધયાત્રામાં દરેકે દરેક જૈને અને સંસ્થાના પ્રતિનિધિઓને ભાગ લેવા વિનંતી કરી હતી. મદ્રાસનિવાસી શ્રી લાલચંદજી દ્રાએ હૃદયસ્પર્શી વિવેચન દ્વારા ચતુર્વિધ સંઘના સંગઠ્ઠન ઉપર ખાસ ભાર મૂકી કોન્ફરન્સને સબળ બનાવવાની ઘોષણુ કરી હતી. શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી અને શ્રી રતિલાલ ચીમનલાલ કોઠરીએ પણ રાજકીય દષ્ટિએ જેનોનું સ્થાન આગળ વધારવાની સૂચના કરી હતી. શ્રી સોહનલાલ કોઠારી (મંત્રી) એ સમાજસેવા માટે તત્પર થઈ સર્વશક્તિ અર્પવાની ભાવના જાગૃત કરવા જણાવ્યું હતું. શ્રી જયંતીલાલ રતનચંદ શાહે (મંત્રી) આભાર વ્યક્ત કરતાં અત્યારના જાગૃત યુગમાં જૈન સમાજ આગળ ધપે તે રીતે સંગતિ થવા અને કૉન્ફરન્સના વ્યાસપીઠ ઉપર સેવાભાવના વિકસાવવા નિવેદન કર્યું હતું.
સુધીઆનામાં કોન્ફરન્સના અધિવેશન અંગે સર્વ પ્રકારની તૈયારીઓ થઈ ચુકી છે. લુધીઆનાથી મુંબઈ ત્રણ વખત ડેપ્યુટેશનમાં શ્રી મંધરાજજી જૈન, શ્રી વિદ્યાસાગરજી (ઉપપ્રમુખ- આત્માનંદ સભા), શ્રી વિજયકુમારજી જેન, શ્રી દીપચંદજી જૈન અને પ્રિન્સિપાલ શ્રી જ્ઞાનચંદજી જેને અહીં આવી જનસંપર્ક સાધી મુંબઈના તેમજ અન્ય સ્થળોના ગૃહસ્થોને અધિવેશનમાં પધારવા નિમંત્રણ આપેલ છે. એ જોતાં સુધીઆનામાં વિશાળ જૈનસમુદાય એકત્ર થશે એવી ધારણું છે. થોડા જ સમયમાં પૂજય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ અને અન્ય મુનિવર્યો