________________
જેન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
આર્થિક સ્થિતિનો ભેદ હોય પણ કામ પાર પાડવાના એક જ શ્રેયથી એ બધું ગણુ કરી પરસ્પર વિચારની આપલે કરી વધુમતીએ જે નક્કી થાય એ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, લોકશાસનના જમાનામાં કાં તો પોતાના વિચાર તરફ બહુમતી વાળવી જોઈએ અથવા બહુમતીને સ્વીકારવી જોઈએ અને આગળ ચાલવું જોઈએ. જો તેમ કરવા ખાસ સિદ્ધાન્ત કે અંતઃકરણનો વિરોધ હોય તો તેનાથી દૂર થવું જોઈએ પણ બહુમતીના કામમાં ખોટી આડખીલી નહિ નાંખવી જોઈએ. જો કે બહુમતીને ફેરવવા દરેક વ્યક્તિ જરૂર પ્રયાસ કરી શકે.
"પ્ર. ૩–કોન્ફરન્સની હાલની પ્રવૃત્તિયો ધીમી ગતિએ ચાલે છે એમ તો લાગે છે; જેમ ઘણુને લાગે છે. કોન્ફરન્સ જુદા જુદા વિષયો ઉપર ઠરાવો તો ઘણા કર્યા છે એમાંથી તાત્કાલિક કામ કરવાના થોડા ઠરાવો લઈ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એના ઉપર જે જે વ્યક્તિઓને રસ હોય, ખાસ ચિંતન કે અભ્યાસ હોય એવાઓની જુદી જુદી સમિતિઓ નીમી એ ઠરાવોને અમલમાં મૂકવા માટે ઝીણવટથી વિચાર કરી માર્ગ અને યોજના નક્કી કરવાં જોઈએ. અને એને અમલમાં મૂકવા આર્થિક સગવડ પણ કરવી જોઈએ. લેખો, ભાષણો, પ્રવાસ દ્વારા પ્રચાર કરી લોકમત કેળવવો જોઈએ. આપણી પ્રાન્ત અને જીલ્લા સમિતિઓ તો છે જ પણ ઘણીખરી તો નિષ્ક્રિય અથવા નિપ્રાણ થઈ ગયા જેવી છે, તો એ સમિતિઓમાં સારા સેવાભાવી કાર્યકરો આકર્ષ એ સમિતિઓને કાર્યક્ષમ બનાવવી જોઈએ. હાલમાં જે મહાન આર્થિક પરિવર્તન ચાલી રહ્યું છે એમાં જુના ધંધારોજગાર ઊખડી ગયા છે અને લોકોને જીવનનિર્વાહ ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. તો જેઓ ધંધામાંથી ઉખડી ગયા છે એમને બીજા ક્યા ધંધામાં લગાડી શકાય અથવા બીજા ક્યા કામે લગાડી શકાય એ માટે પુષ્કળ વિચાર કરી માર્ગદર્શન આપવું જરૂરનું છે. એવા બીજા ધંધાની તાલીમ જરૂરી હોય તેટલી આપવા માટે બંદોબસ્ત કરવો જોઈએ.
પ્ર. ૪–બંધારણ તો સામુદાયિક કાર્ય કરવાનું યંત્ર છે. એથી તો જુદી જુદી શક્તિઓને એક માર્ગે વાળી શકાય અને ઘર્ષણ દૂર અથવા ઓછું કરી શકાય; પણ બંધારણ સારૂં ઘડવાથી કાર્ય થઈ શકતું નથી. જેમ યંત્રને કામ કરવા માટે “પાવર ” જોઈએ તેમ બંધારણું પણ “પાવર '
વિના નકામું છે. એની પાછળ નિષ્ઠા, ઉત્સાહ, ખંત, સહયોગ અને તમન્ના જોઈએ. જો એ ન હોય તો ગમે તેવું સુંદર બંધારણ પણ કાર્ય કરી શકતું નથી, અને ઈષ્ટ વસ્તુ પામી શકાતી નથી. એવી શક્તિના સર્જન માટે સેવાભાવ તો જરૂરી છે પણ અહમ અને પૂર્વગ્રહોનો ત્યાગ અને પરસ્પરનો પ્રેમ અને માન વધારે જરૂરી છે. એક જ ધ્યેય, એક જ નિકા. કાર્ય પાર પાડવા મમત્વ અને બેદિલી ગણ થવાં જોઈએ. આવું વાતાવરણ ઊભું કરીએ તો ગમે તે બંધારણથી કામ કરી શકીએ અને જરૂર પડે ફેરફાર પણ કરી શકીએ. મૂળ તો આવી શક્તિ અને વાતાવરણ સર્જવું જોઈએ.
પ્ર. ૫-કોન્ફરન્સનું મુખ્ય કાર્ય તો કોઈ પણ પ્રશ્ન ઉપર સમાજનું ધ્યાન દોરી, જાગૃતિ લાવી માર્ગદર્શન આપવાનું અને એનો ઉકેલ લાવવા ઉપાયો યોજવાનું છે. એને અમલી બનાવવાનું કાર્ય બનતાં સુધી બીજી સંસ્થાઓ દ્વારા થાય તો સારું. કારણ બન્ને કામ એક જ સંસ્થા સરળતાથી કરી શકતી નથી. ઉદ્યોગગૃહ ચલાવવાનો તો આપણને અનુભવ છે. એના મતભેદને કારણે કેટલાંક ઘર્ષણ થયાં છે અને કોન્ફરન્સની પ્રવૃત્તિને ધક્કો પહોંચ્યો છે, એ જાણીતી વાત છે. છતાં કોઈ પણું કાર્ય હાથ ધરવાની જરૂર લાગે અને મુખ્ય કાર્યને વાંધો ન આવે તો એવી પ્રવૃત્તિ ઉપાડવામાં કંઈ સૈદ્ધાતિક વાંધો નથી. ઉદ્યોગગૃહો કે ભોજનશાળાઓ કે એવી બીજી સંસ્થાઓ ચલાવવામાં કૉન્ફરન્સની શક્તિનો ઉપયોગ કરવો એ ઉચિત કારણ અમર્યાદિત નથી. એવાં કાર્યો બીજી સંસ્થા કે વ્યક્તિ મારફત કરાવવાં એ સારું છે.
પ્ર. ૬-વિવિધ પ્રાન્તો કે જયાં જૈનોની વસ્તી સારા પ્રમાણમાં હોય ત્યાં પ્રવાસ કરીપ્રચાર દ્વારા જાગૃતિ લાવવી. મને ખ્યાલ છે કે આપણે ત્યાં પ્રાન્ત અને છહલા સમિતિઓ તો છે પણ તે ઘણીખરી નિષ્ક્રિય છે. તે સમિતિઓના સંપર્કમાં આવી તેમાં ચેતન રેડવું જોઈએ અને તેને સુદઢ બનાવી કાર્યક્ષમ કરવી જોઈએ. ત્યાંના કાર્યકરોના વિચારો કેળવવા અને કાર્ય કેમ કરવું તે માટે યોજના ઘડવી અને માર્ગદર્શન આપવું. વખતોવખત સંપર્કમાં રહી બરાબર દેખરેખ રાખવી એ જરૂરનું છે. દરેક પ્રાન્તમાં સેવાભાવી, ખંતીલા, અનુભવી, કાર્યદક્ષ માણસોને રસ લેતા કરવા જોઈએ. દરેક પ્રાન્તના સ્થાનિક પ્રશ્નો કે મુશ્કેલીઓ હોય તે દૂર કરવા પ્રયાસ કરવામાં આવે તો
ધંધામાં લોથી ઊખરી સુશ્કેલ થઈ