________________
માર્ગદર્શન પ્રશ્નાવલિના પ્રત્યુત્તર
અખિલ ભારત સ્થાયી સમિતિના સર્વે સભ્યોને માર્ગદર્શન પ્રશ્નાવલિ જાન્યુઆરી માસમાં મોકલવામાં આવી હતી. આ પ્રશ્નાવલિ “જૈન યુગ”ના ફેબ્રુઆરી માસના અંકમાં પ્રગટ કરવામાં આવેલ છે. પ્રાપ્ત થએલ પ્રત્યુતરોમાંથી ત્રણ અક્ષરશઃ અત્રે રજુ કરેલ છે.
શ્રી હિરાલાલ હાલચંદ દલાલ, મુંબઈ
પ્ર. ૧-કોન્ફરન્સ જૈન સમાજની સંગીન સેવા કરી છે અને એની ઉપયોગિતા તો છે જ, એમાં બે મત નથી. હજુ પણ સમાજમાં એની પ્રતિષ્ઠા અને માન છે; જો કે પહેલાં કરતાં ઓછાં થયાં છે. હું માનું છું કે કોન્ફરન્સ બરાબર વ્યસ્થિત થઈ કામ કરે તો ભવિષ્યમાં સમાજ ઉત્કર્ષનાં ઘણાં કામો કરી શકે. સામુહિક કામ કરવા માટે આવી સંસ્થાની તો જરૂર છે જ. તો કોઈ નવી સંસ્થા ઊભી કરીએ એના કરતાં લોકોમાં અને રાજયમાં પ્રતિકા ધરાવતી કોન્ફરન્સ વધારે સરળતાથી અને સારું કામ કર્યું છે. કૉન્ફરન્સ આખા ભારતના જૈન સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી એક જ માત્ર સંસ્થા છે. એને વ્યવસ્થિત કરી ટકાવી રાખી સબળ અને કાર્યક્ષમ બનાવી એ આપણા દરેકની પવિત્ર ફરજ છે. અત્યાર સુધીમાં કોન્ફરન્સ એકંદરે સારું કામ કર્યું છે. પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી કેટલાંય કારણોસર એમાં શિથિલતા આવી ગઈ છે. શરૂઆતનાં ૨૦-૨૫ વર્ષોમાં એના કાર્યકરોના પરસ્પરના સહકાર અને સંપથી ઘણું સારું કામ થયું હતું. પણ એ સહકાર અને એકદિલી હવે ઓછાં થયાં છે; અને તેથી ઉત્સાહ, જુરસો, ખંત વગેરે હમણાં મંદ પડ્યાં છે.
કેળવણી, ધર્મ, તીર્થ, આર્થિક સ્થિતિ, રાજનીતિ વગેરે વિષયો પર જે જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા તે ઉપર ધ્યાન કેન્દ્રિત કરી, સમાજમાં જાગૃતિ લાવી કોન્ફરન્સ વખતોવખત માર્ગદર્શન આપ્યું છે જે ખરેખર ઉપયોગી નીવડયું છે. કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવવાની જવાબદારી લઈ કોન્ફરન્સે જાતે કામ કર્યું છે અને સારાં પરિણામ આવ્યાં છે.
પણ કેટલીક ધાર્મિક બાબતોમાં અને ખાસ કરીને બાળદીક્ષા સંબંધમાં તીવ્ર મતભેદ ઉભો થયો અને કોન્ફરન્સનાં જુદાં જુદાં તત્ત્વોમાં વમનસ્ય ઊભું થયું તે એટલી હદે પહોંચ્યું કે જે વિષયો ઉપર મતભેદ નહોતો તે માટે પણ સાથે રહી સહકારથી કામ કરવા એ તત્ત્વ તૈયાર નહોતાં અને તેથી કરીને સંગીન પ્રગતિ થઈ શકી નહિ. કેટલાંય વર્ષ સુધી કોન્ફરન્સમાં એય લાવવાના પ્રયાસો કરવામાં બધી શક્તિ વેડફાઈ ગઈ હવે ઐક્ય થયું છે; પણ ઉપરચોટિયું. હૃદયનો રાગ જામ્યો હોય એમ લાગતું નથી. બધાં તત્ત્વો વચ્ચેના પરસ્પરના પ્રેમ અને સહકારથી સમાજ ઉત્કર્ષના એક માત્ર ધ્યેયથી કામ કરવાની તમન્ના હોય તો કોન્ફરન્સ દ્વારા આપણે જરૂર ઘણું સરસ અને સંગીન કામ કરી શકીએ. કામ તો ઘણું છે. વિશ્વમાં અને દેશમાં જે મહાન પરિવર્તનો થઈ રહ્યાં છે તે બધાંય આપણા સમાજને સ્પર્શે છે; અને ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે તે ઉપર વિચાર કરી આપણું સમાજે શું કરવું તે માટે માર્ગદર્શન અને મદદની જરૂર છે. કામ તો ભગીરથ છે; પણ એક બીજા તરફ પ્રેમભાવથી અને પરસ્પરના માન સહકાર અને સભાવથી એક બીજા તરફના પૂર્વગ્રહો ત્યાગી અહંને ગણ ગણી કેવળ સેવાના એક જ તાલે કામ કરીએ તો જરૂર સમાજની ઘણી સેવા કરી શકીએ.
પ્ર. –કોન્ફરન્સ જે સારું સંગીન કાર્ય કરવું હોય અને સાચા દિલથી સમાજની સેવા કરવી હોય તો સારા, સેવાભાવી, એકનિષ્ઠાવાળા, ખંતીલા, નિખાલસ કાર્યકરોનું એક જુથ ઊભું કરવું જોઈએ, જેમાં ધનિક, ભણેલા, અનુભવી, ઉત્સાહી કાર્યકરો હોય. આખો સમય સેવા આપે એવા થોડા પણ કાર્યકરો મળે તો બહુ જ ઉત્તમ. પણ જે આખો સમય આપે એવી વ્યક્તિઓ ન મળે તો થોડો સમય અને જરૂર પડે તો વધારે સમય આપવા તૈયાર હોય એવા કાર્યકરો મળે એવું વાતાવરણ સર્જવું જોઈએ. એવા કાર્યકરો તરફ માન અને પ્રેમ કેળવવાં જોઈએ અને આર્થિક અને બીજી સગવડ કરી આપવી જોઈએ. વિચારભેદ હોય,