________________
જૈન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
તેમજ વિદુષી સાધ્વીજી શ્રી મૃગાવતીજી આદિ ર૭ સાધ્વીજી લુધીઆના પધારશે. શ્રી સંઘ અને જેન સંસ્થાઓને બંધારણાનુસાર પ્રતિનિધિઓની ચૂંટણી કરી કોન્ફરન્સને લખી જણાવવા વિનંતી છે. સંરક્ષકો અને આજીવન સભ્યો સ્વતઃ બંધારણાનુસાર ભાગ લઈ
છેલ્લી બેઠકની નોંધ સ્વીકાર્યા બાદ કોન્ફરન્સના એકવીસમા લુધીના અધિવેશન માટે સ્વાગત સમિતિ તરફથી પ્રમુખ તરીકે શ્રી નરેન્દ્રસિંહજી સિંઘી (કલકત્તા) ની વરણી કરવામાં આવી તેની હકીકત રજૂ થતાં તે સહર્ષ વધાવી લેવામાં આવી. ઉપરાંત સ્વાગત પ્રમુખ શ્રી મેંઘરાજજીએ બે વખત અધિવેશન કાર્યાર્ચે અત્રે પંજાબથી આવી અત્રેના કાર્યકરોનો સંપર્ક સાધતાં થએલ કાર્યવાહીની વિગત રજૂ કરવામાં આવી. બાદ નીચેની સમિતિઓ નીમવામાં આવી હતી.
પંજાબમાં અંબાલા, સુધીના, માલેરકોટલા, કાંગડા શ્રી આત્મારામજી મહારાજની જન્મભૂમિ લહેરાગામમાં જૈન સમુદાયે ધર્મ, સમાજ, શિક્ષણ અને ગૃહઉદ્યોગ આદિ વિષે જે પ્રગતિ સાધી છે તે નિહાળવાનો આ સુઅવસર રખે કોઈ ચૂકે. નવયુગના પ્રવાહો દૃષ્ટિમાં રાખી અધિવેશનને સફળ બનાવવા માટે સમગ્ર ભારતના
. મૂ. જૈનો કટિબદ્ધ થાય એવી કોન્ફરન્સના મુખ્ય મંત્રીઓની વિજ્ઞપ્તિ છે.
કરાવ ઘડનારી સમિતિ
(બંધારણાનુસાર કોન્ફરન્સ તરફના સભ્યો) (૧) શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી, બી. એ. (૨) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, જે. પી. (૩) શ્રી હીરાલાલ હાલચંદ દલાલ, બાર-ઍટ-લૉ (૪) શ્રી મોતીલાલ વીરચંદ શાહ (૫) શ્રી મોહનલાલન્દીપચંદ ચોકસી અને (૬) શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, સંસ્થાના ચાલુ પ્રમુખ, ઉપપ્રમુખ અને મુખ્યમંત્રીઓ બંધારણાનુસાર એકસ-ઑફિશીઓ સભ્ય. વિશેષમાં સ્વાગત સમિતિ તરફના પાંચ નામો મંગાવવા સૂચના થઈ હતી.
કાર્યવાહી સમિતિની સભા કોન્ફરન્સની કાર્યવાહી સમિતિની સભા મુંબઈમાં ગુરૂવાર, તા. ૨૮-૧-૧૯૬૦ ના રોજ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીની ઑફિસમાં શ્રી ફુલચંદ શામજી (ઉપ-પ્રમુખ) ના પ્રમુખસ્થાને મળી હતી. ઉપસ્થિત સભ્યો આઠ.
આ સભામાં છેલ્લી કાર્યવાહી સમિતિની સભાની નોંધ બહાલ રાખવામાં આવ્યા બાદ આગામી સુધી આના અધિવેશન માટે શ્રી આત્માનંદ જૈન મહાસભાની કાર્યવાહક સમિતિએ શ્રી મેંધરાજજી જૈન (કોટપૂરા)ની સ્વાગતાધ્યક્ષ તરીકેની વરણી કરી હોવાની હકીકત રજૂ થતાં તેની સહર્ષ નોંધ લેવામાં આવી. તદુપરાંત “જૈન યુગ” વિશેષાંક પ્રકટ કરવાની તેમજ અધિવેશનને સર્વ રીતે સફળ અને યશરવી બનાવવાના કાર્યને સર્વ સહકાર આપવા ઠરાવવામાં આવ્યું. તદુપરાંત તા. ૧૦-૧–૧૯૬૦ ના રોજ મુંબઈમાં સભ્યોની અવિધિસરની સભા બોલાવવામાં આવેલી તેની તેમજ કૉન્ફરન્સની પરિસ્થિતિવિષયક જે પ્રશ્નાવલિ અખિલ ભારત જૈન . કોન્ફરન્સની સ્થાયી સમિતિના સભ્યોને મોકલવામાં આવેલી તેની વિગત રજૂ કરવામાં આવી હતી.
કાર્યવાહી સમિતિની સભા શુક્રવાર, તા. ૧૧-૩-૧૯૬૦ ના દિવસે મુંબઈમાં શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીની ઑફિસમાં શ્રી ફુલચંદ શામજીના પ્રમુખસ્થાને મળી હતી. ઉપસ્થિત સભ્યો સાત.
અધિવેશન પ્રચાર અને પ્રવાસ સમિતિ
(૧) શ્રી પોપટલાલ રામચંદ્ર શાહ (૨) શ્રી મોતીલાલ વીરચંદ શાહ (૩) શ્રી શાંતિલાલ મગનલાલ શાહ (૪) શ્રી રમણલાલ નગીનદાસ પરીખ (૫) શ્રી જીવરાજભાઈ ભાણજીભાઈ શાહ (૬) શ્રી જેસંગલાલ લલુભાઈ શાહ (૭) શ્રી ધીરજલાલ ટોકરશી શાહ (૮) શ્રી પ્રાણજીવનદાસ હ. ગાંધી (૯) શ્રી પુંજાલાલ એન. શાહ (૧૦) શ્રી કેશરીચંદ જેસંગલાલ શાહ (૧૧) શ્રી પન્નાલાલ બી. વોરા (૧૨) શ્રી હિમતલાલ કેશવલાલ શાહ અને (૧૩) શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી કવીનર. સંસ્થાના ઉપ-પ્રમુખ અને મુખ્યમંત્રીઓ એકસ-ઑફિશીઓ સભાસદ ગણાશે.
કોન્ફરન્સ અધિવેશન ફંડ ખાતામાંથી અધિવેશનના વિધવિધ ખર્ચા અંગે રૂ. ૨૫૦૦ સુધી ખર્ચવાની સત્તા મંજૂરી સહ મુખ્ય મંત્રીઓને આપવામાં આવી હતી.
સંવત ૨૦૧૫ના વર્ષનો ઑડિટ હિસાબ રજૂ થતાં શ્રી ચીનુભાઈ એલ. શેઠની દરખાસ્ત અને શ્રી હજારીમલ ચંદ્રભાણના ટેકાથી તે સર્વાનુમતે મંજૂર કરી અધિવેશન વખતે પ્રસિદ્ધ કરવા ઠરાવ્યું હતું.