________________
જૈન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
બંધારણાનુસાર આગામી અધિવેશનમાં ડેલીગેટો મોકલવા માટે સંસ્થાઓ રજીસ્ટર કરવાની સત્તા મુખ્ય મંત્રીઓને આપવામાં આવી હતી.
સંવત ૨૦૧૬ના વર્ષ માટે શ્રી શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ અને કેળવણી પ્રચાર ફંડમાંથી સમિતિઓ વગેરેને મદદ આપવા અંગેની વિચારણા થતાં આગામી અધિવેશન સુરતમાં મળનાર હોઈ આ બાબત મુલતવી રાખવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.
શ્રી ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી આગામી ચિત્રશુદ ત્રયોદશી (૯-૪-૧૯૬૦) ના દિવસે સંયુક્ત રીતે દર વર્ષ પ્રમાણે રથયાત્રા, સભા આદિના કાર્યક્રમ દ્વારા કરવાની અને તેના ખર્ચ માટેની સ્વીકૃતિ મુખ્ય મંત્રીને આપવામાં આવી હતી.
આ સભામાં શ્રી કૉન્ફરન્સ નિભાવફંડ એકત્ર કરવાં અંગે વિચારણા કરવામાં આવી હતી અને ઉપસ્થિત સભ્યોએ તેની શરૂઆત કરી હતી.
સુધીઆના અધિવેશનના કાર્યક્રમાદિ વિશે કેટલીક વિચારણા થઈ હતી.
અધિવેશન પ્રચાર અને પ્રવાસ સમિતિની એક સભા તા. ૨૨-૩-૬૦ ના રોજ શ્રી મોહનલાલ લ. શાહના પ્રમુખસ્થાને કૉન્ફરન્સ કાર્યાલયમાં મળી હતી, જે વખતે જાહેરસભા, પત્રિકા, પ્રવાસાદિ દ્વારા મુંબઈમહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રાંતોમાં પ્રચાર અંગેનું કાર્ય શરૂ કરવા ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી ધીરજલાલ ટી. શાહ અને શ્રી મોહનલાલ દી. ચોકસીને અનુક્રમે મુંબઈ અને ગુજરાત-સૌરાષ્ટ્ર વિભાગનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. અધિવેશનના આમંત્રણ પારકા
સુધીઆના અધિવેશનની આમંત્રણ પત્રિકા પ્રકટ કરવામાં આવી છે અને સર્વે શ્રી સંધ, સભા-સંસ્થા કે મંડળને બંધારણાનુસાર પ્રતિનિધિઓની ચૂંટણી કરી સુધીઆના લખી જણાવવા વિનંતી કરવામાં આવે છે.
કોન્ફરન્સની કાર્યવાહી સમિતિની એક સભા તા. ૧૯-૩-૧૯૬૦ શનિવારના રોજ શ્રી મોહનલાલ લ. શાહના નિવાસસ્થાને (નેતાજી સુભાષ રોડ, મુંબઈ) મળી હતી. શ્રી મોહનલાલ લલ્લચંદ શાહ પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. ઉપસ્થિત સભ્યો સાત.