________________
જૈન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
જ્ઞાનસૂર્ય સહસ્ત્ર કિરણીએ પ્રકાશી રહ્યો. ભગવાન તરણતારણ, પતિતપાવન અને લોકપ્રદીપ બની ગયા.
પછી તો ભગવાનના મહિમાનું પૂછવું જ શું? એ મહિમા એ અહિંસાનો મહિમા હતો, ક્ષમા અને કરુણાનો મહિમા હતો, આત્મસાધનાનો મહિમા હતો.
ગૃહસ્થજીવનનો ત્યાગ કરતાં ભગવાને પોતાનું સર્વરવ લૂંટાવી દીધું હતું. સાધુજીવનની સાડાબાર વર્ષની આકરી સાધનાને અંતે જે અમૃત લાધ્યું, એની જાણે જગતના જીવોને માટે પરબ માંડવા ભગવાને ધર્મતીર્થની સ્થાપના
કરી.
વિશાળ ગગનાંગણમાં રહેલા સૂર્ય અને ચંદ્રને જરા નિહાળો. ધરતી ઉપરના બધા જીવ એમ જ માને કે એ અમારા જ છે, અમારી સામે જ નીરખી રહ્યા છે. કરુણાસાગર ભગવાનને મને વિશ્વના સમસ્ત જીવો મિત્ર બની ગયા : સૌ જીવને એમ જ લાગે કે ભગવાન તો અમારા જ છે; અમારો જ ઉદ્ધાર કરનારા છે.
ભગવાનની ધર્મપ્રપણે પણ સમાનતાની પ્રતિષ્ઠા કરનારી હતી, એમના ધર્મમંદિરમાં ન કોઈ ઊંચું હતું, ન કોઈનીચું હતું, કરે તે પામે અને પાળે તેનો ધર્મ એવો ન્યાયભર્યો ધર્મમાર્ગ ભગવાને સૌને માટે મોકળો બનાવી દીધો. નારી સમાજ, દલિતો, પતિતોમાં જાણે ભગવાને નવજીવનનો સંચાર કર્યો. ભગવાનનો ધર્મ રાજામહારાજ અને ધનપતિઓને પણ સ્પર્યા વગર ન રહ્યો.
ભગવાને લોકભાષાની પ્રતિષ્ઠા કરી અને મારું તે જ સારું ”ના વાદાવાદમાં ખુમાર થતા પંડિતોને “સારું તે મારું ”ની સંજીવની આપવા અનેકાન્તવાદનું દાન કર્યું.
ભગવાનના ઉપદેશે કંઈ કેટલા જીવોનો ઉદ્ધાર કર્યો અને કંઈ કેટલાં વેર-ઝેરને નામશેષ કર્યો. અને પોતાના જીવન અને ઉપદેશ દ્વારા અમર બનીને ભગવાન સિદ્ધિપદને વરી ગયા.
ભગવાન તો આજે નથી, પણ એમનું ભવ્ય જીવન અને દિવ્યબોધ આપણી પાસે છે જ. એ મહામૂલા વારસાને આપણે ન પિછાણીએ અને અજ્ઞાન, અંધશ્રદ્ધા કે અહંકારમાં ફસાઈને વેરઝેર કે કલેશ કંકાસ કર્યા કરીએ, તો એ દોષ આપણો પોતાનો જ સમજવો.
ભગવાનના જન્મદિન નિમિત્તે ભગવાનનું સ્મરણ કરીને એમના જીવનનો સાચો મહિમા સમજીએ અને
આપણા અંતરને કષાયોથી મુક્ત અને સમભાવથી મુક્ત બનાવવા પુરુષાર્થ કરીએ, એ જ ભગવાનની સાચી પૂજા છે. એવી પૂજા કરવાની શક્તિ અને વૃત્તિ આપણામાં જન્મ, એ જ અભ્યર્થના. વૉરન્સનું અધિવેશન :
કોન્ફરસનું એકવીસમું અધિવેશન લુધીઆનામાં ભરાવાનું નક્કી થયા પછી જેની જાહેરાતની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે નવા પ્રમુખની વરણી પણ થઈ ગઈ છે.
વર્તમાનપત્રો દ્વારા હવે સૌને એ વાતની જાણ થઈ ચૂકી છે કે એકવીસમા અધિવેશનના પ્રમુખ તરીકે કલકત્તાનિવાસી શ્રીમાન બાબુ સાહેબ નરેન્દ્રસિંહજી સિંઘીની પસંદગી થઈ ચૂકી છે.
સાથે સાથે, અધિવેશન માટે પહેલાં નક્કી થયેલી ૨-૩-૪ એપ્રિલની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, અને હવે અધિવેશન ૩૦ મી એપ્રિલ અને પહેલી–બીજી મેના દિવસોમાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આગામી અધિવેશન પાસે કૉન્ફરન્સને વિશેષ પ્રાણવાન બનાવવાની સાથે સાથે સમાજમાં આશાભર્યું વાતાવરણ ઊભું કરવાનું અને સમાજને મૂંઝવતા અનેક પ્રશ્નોનો સાચો ઉકેલ દર્શાવવાનું મહાન કાર્ય ઊભું છે. એ કાર્યને સફળ રીતે પાર પાડવામાં આવે તો જ અધિવેશન સાચી રીતે સફળ થયું લેખાય, એ કહેવાની જરૂર ન હોય.
એટલે આ માટે કૉન્ફરન્સના બધા આગેવાનો, પ્રશંસકો અને સભ્યોએ કેડ બાંધીને કામ કરવું પડશે. આ બધી તૈયારીની દષ્ટિએ મહિના જેટલો સમય એ કંઈ વધુ સમય ન લેખાય એ રીતે વિચારતાં એક મહિનાનો વિલંબ થયો અને અમે આવકારદાયક લેખીએ છીએ. એટલા પ્રમાણમાં આપણને વધારે તૈયારી કરવાનો અવકાશ મળશે. આ સમય દરમ્યાન આપણે નવા પ્રમુખ પાસેથી પ્રેરણા મેળવવી છે, અને સાથે સાથે એમને સમાજના કાર્યોમાં ઓતપ્રોત થવાનું મન થાય એવું વાતાવરણ પણ ઊભું કરવું છે. આ માટે હવે નકામો કાળક્ષેપ ન કરતાં પળેપળનો ઉપયોગ કરી લેવો અને બધી છૂટી શ્રી શક્તિઓને સંગઠિત બનાવીને કામે લગાવવી એ જ સાચો ઉપાય છે.