________________
જૈન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
ભગવાન મહાવીરની ધર્મપ્રરૂપણાની આ વિશેષતા અજોડ છે. ભક્તને ભગવાન બનાવે એ જ સાચો ભગવાન! ભગવાન મહાવીર આવા જ ભગવાન છે.
અત્યારે જેને ઈતિહાસકાળ તરીકે ઓળખવામાં આવે છે, એ કાળમાં ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરસ્વામી થઈગયા; કરુણાસાગર ભગવાન નેમિનાથ તો, જૈન પરંપરાની કાળગણના પ્રમાણે, એમનાથી હજારો વર્ષ પૂર્વે થઈ ગયા; એટલે એમને આધુનિક ઇતિહાસયુગના સીમાડા સ્પર્શતા નથી.
પણ તેવીસમા તીર્થંકર અવૈરના અવતાર પ્રભુ પાર્શ્વનાથ અને ચોવીસમાં છેલ્લા તીર્થકર અહિંસાના અવતાર શ્રમણભગવાન મહાવીર સ્વામી તો ઇતિહાસયુગના જ ધર્મપ્રસપકો છે; એટલે અત્યારે જૈન સંસ્કૃતિનો જે વારસો આપણી પાસે છે, તે એમનો જ છે.
વળી ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર વચ્ચે માત્ર અઢીસો વર્ષ જેટલું જ અંતર હતું, એટલે ભગવાન મહાવીરે જે ધર્મની પ્રરુપણું કરી અને સંઘની સ્થાપના કરી એનાં બીજ ભગવાન પાર્શ્વનાથ અને એમની પરંપરામાં જ સચવાઈ રહ્યાં છે; અલબત્ત, એમાં કેટલીક બાબતોમાં તો ભગવાન મહાવીરે ધરમૂળના ફેરફારો કર્યા હતા.
ભગવાન મહાવીરના પૂર્વભવના પ્રસંગોનો બોધ વિચારીએ તો કોઈ પણ બાબતનો અભિમાન કે ગર્વ નહીં ધરવાનું ગમે તેવા કુળ કે સ્થળમાં જન્મ થવા છતાં આત્મવિકાસને માટે જરાય હતાશ કે નિરાશ નહીં થવાનું. સારી કરણીનાં સારાં અને માઠી કરણીનાં માઠાં ફળ, રાજા મહારાજાથી રંક સુધીના અને સાધુસંતથી માંડીને તે સામાન્યમાં સામાન્ય પ્રાણીને પણ ભોગવ્યા વગર ચાલવાનું નથી વગેરે સ્પષ્ટ રીતે જાણી શકાય.
ભગવાનના ગૃહસ્થજીવનનો વિચાર કરીએ તો માતા પિતાની ભક્તિ, ગોઠિયાઓ સાથેની સાચી મિત્રતા, ઊગતી ઉંમરમાંથી જ નિર્ભયતા, વડીલોની આજ્ઞાનું પાલન, કર્તવ્યપરાયણ ગૃહસ્થજીવન, બંધુ પ્રેમ; પૃથ્વીને રવર્ગ બનાવી શકે; અને ગૃહસ્થાશ્રમને ધન્ય બનાવી શકે એવા આ બધા સદ્ગુણો મળે છે. જે ગૃહસ્થ સાધકને જે જોઈએ તે મળી શકે ! અને એ બધા સટ્ટણીની સાથે ત્યાગ, વૈરાગ્ય અને સંયમની આત્મલક્ષી વૃત્તિને સદા જાગૃત રાખી શકે એવી જળકમળ સમી અનાસકત
અને નિર્લેપ વૃત્તિ. ત્રીસ વર્ષનો એ કાળ જન્મથી લઈએ તે દીક્ષા સુધીમાં કંઈ કંઈ વાતો કહી જાય છે.
પછી આવે છે બાર-સાડાબાર વર્ષનો સાધના-કાળ. અહિંસા, સંયમ, તપની અમર સાધના માટે અતિઉગ્ર તિતિક્ષાનો સીધા ચઢાણ જેવો ભીષણ માર્ગ અપનાવતા ભગવાનને ન ગૃહલક્ષ્મી રોકી શકી, ન રાજલક્ષ્મી અટકાવી શકી; ન વૈભવવિલાસની વાસના રોકી શકી, ન કુટુંબકબિલાનાં બંધન અવરોધી શક્યાં.
ભગવાન તો જેને પોતાનું કહી શકાય એવી રજેરજ વસ્તુનું હસતે મુખે દાન કરીને એવા તો ચાલી નીકળ્યા કે જાણે એવાં કોઈ વળગણ એમને હતાં જ નહીં. વર્ષીદાન આપીને ભગવાને વિશ્વના સાધકોને જાણે ઉદ્બોધન કર્યુંઃ મહાનુભાવો, જે સાચી આત્મલક્ષ્મીને પ્રાપ્ત કરવી હોય તો સ્થૂળ લક્ષ્મીનો સમજણપૂર્વક સર્વથા ત્યાગ કરો, કે જેથી મનને પરિગ્રહ કે પરિગ્રહના મૂછના કીચડમાં પડવાનો કદી અવસર જ ન મળે. આત્મસાધનાનું આલેખન સર્વસ્વના ત્યાગની ભૂમિકા વગર અશક્ય જ સમજવું.
અને ત્યાગી બનીને મહાવીર એ નવા જ મહાવીર બની ગયા. સંકટોને સામે ચાલીને એ ભેટવા લાગ્યા. દેહને દામું આપવાનું સાવ અનિવાર્ય બની જાય ત્યારે જ થોડુંઘણું લૂખું-સૂકું ખાન-પાન લેવા લાગ્યા. ઈદ્રિયોની રસલોલુપતા તો જાણે એમને સતાવવાનું જ વીસરી ગઈ. અબૂઝ પશુ સતામણી કરે કે સમજુ માનવી કષ્ટ આપે : સમભાવના ઉપાસકને મને તો એ બધું કશી વિસાતમાં ન હતું. એમણે તો નિશ્ચય કરી લીધો હતો કે જેમ વધુ કષ્ટો આવી પડશે, તેમ આત્માનું કુંદન વધુ જલદી નિર્મળ થશે. અગ્નિપરીક્ષા વિના સોનું સો ટચનું ન બને. આ બધી તો આત્મસાધના માટે ઉપકારક અગ્નિપરીક્ષા છે. ભલે આવે કો!
ભગવાનની આટલી લાંબી અને આટલી કઠોર આત્મસાધનાને રખે કોઈ માત્ર કામલેશ કે દેહદમન માની લે. આ બાહ્ય તપ અને તિર્તિક્ષાની પાછળ આવ્યંતર તપ, ચિત્તશુદ્ધિ અને કષાયમુક્તિની ભાવના સતત ઝળહળતી હતી. અને એ માટે એમને સદા પોતાની શક્તિ ઉપર જ આસ્થા રાખીને ઝઝવાનું હતું. ભલભલા ઇન્દ્ર જેવાની સહાય પણ એમણે નકારી હતી.
અને એક દિવસ ભગવાનની સાધના સંપૂર્ણ સફળ થઈ. ભગવાનનાં ભવોભવનાં બંધન છેદાઈ ગયાં; ભગવાનનો