________________
જૈન યુગ
ફેબ્રુઆરી ૧૯૬૦
a merely descriptive adjective designating those in the middle, rather than a term defining a distinctive section of the population.”
economic superiority come, in capitalist as well as socialist countries to be more and more individual and much less family matters....where the family loses its class character under the influence either of abundant economic opportunity or of an open educational system resting on public provision at the higher as well as at the lower levels, 'middle class' tends to become
ભાવિને આ દિશામાં વાળવા માટે, એના નિયંત્રણ માટે, મધ્યમવર્ગના ઉત્થાન માટે અહીં સૂચિત બાહ્ય તેમજ આંતરિક સાધનો દ્વારા એ દિશામાં ગતિ કરવી જ રહી; સબળ પ્રયાસો કરવા જ રહ્યા.
“ૌન યુગ” વાર્તા કરાઈ જૈન ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિને સ્પર્શતી વાર્તાઓમાં ભાગ લેવા સર્વ વાર્તાકારને અમારું હાર્દિક નિમંત્રણ છે. આ પ્રકારની વાર્તા (૧) ગુજરાતીમાં જ લખેલી મૌલિક હોવા ઉપરાંત આજ સુધીમાં તે ક્યાંય પ્રસિદ્ધ કે મુદ્રિત થયેલ હોવી ન જોઈએ (૨) વાર્તાકારે પોતાનું નામ-સરનામું વાર્તા સાથે ન આપતાં જુદા કવરમાં કાર્યાલયની જાણ માટે વાર્તાના શીર્ષક સાથે પોતાનું પૂરું નામ અને સરનામું મોકલવું, જેથી પરીક્ષકો સમક્ષ કેવળ વાર્તાઓ જ નિર્ણય માટે મૂકી શકાય. (૩) વાર્તા વધુમાં વધુ ૩૫૦૦ શબ્દોથી વધારે લાંબી ન હોવી જોઈએ (૪) વાર્તા ફલસ્કેપ સાઈઝના કાગળની એક બાજુએ હાંસિયો પાડીને શાહીથી સુવાચ્ય અને સ્વચ્છ રીતે લખાયેલ હોવી જોઈએ (૫) વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તા. ૩૧-૩-૧૯૬૦ છે, ત્યારપછી મળેલ વાર્તાઓ વાર્તાહરીફાઈ માટે સવીકારશે નહિ (૬) પરીક્ષક સમિતિ શ્રેષ્ઠતાનો ક્રમ નક્કી કરી રૂા. ૧૦૦, ૭૫ અને રૂા. પ૦નાં ત્રણ ઇનામો આપશે (૭) ઈનામને પાત્ર ઠરેલી વાર્તાઓને પ્રથમ પ્રસિદ્ધ કરવાનો, ભાષાંતર કરવાનો અથવા કાયમી રીતે ગ્રંથબદ્ધ કરવાનો અધિકાર જૈન છે. કોન્ફરન્સના મુખપત્ર “જૈન યુગ”ની કાર્યવાહક સમિતિને રહેશે. ઇનામી વાર્તાઓના લેખક પોતાના વાર્તાસંગ્રહમાં તે ઇનામી વાર્તાનો ઉપયોગ “જૈન યુગમાં પ્રકટ થયા પછી કરી શકશે. હરીફાઈમાં પ્રવેશ પામેલ છતાં ઇનામ ન પામેલ વાર્તાઓની પણ પ્રથમ પ્રસિદ્ધિનો અધિકાર “જૈન યુગ”ની કાર્યવાહક સમિતિને રહેશે અને તે બદલ પુરસ્કાર આપવામાં આવશે. આ કક્ષાની પસંદ થયેલી વાર્તાઓ પાછી આપવામાં આવશે નહિ તેમજ લેખક તે વાર્તા બીજે છપાવી શકશે નહિ. (૮) વાર્તા હરીફાઈનું પરિણામ “જૈન યુગ'ના જૂન ૧૯૬ન્ના અંકમાં પ્રકટ કરવામાં આવશે. (૯) હરિફાઈ અંગે “જૈન યુગ'ની કાર્યવાહક સમિતિએ નીમેલ પરીક્ષક સમિતિનો નિર્ણય છેવટનો અને બંધનકર્તા ગણાશે તથા તે અંગે કશા પત્રવ્યવહારમાં ઊતરવામાં નહિ આવે.
વાર્તા મોકલવાનું સરનામું
તંત્રીઓ “જૈન યુગ”
શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની, કાલબાદેવી, મુંબઈ ૨