________________
જૈન યુગ
૨૫
ફેબ્રુઆરી ૧૯૬૦
કીય ઉત્થાન મા
બંધારણ મારે ધ્યાન
હોવાને લીધે હજી એણે શ્રીમંત વર્ગ ઉપર જ આધાર રાખવો પડશે અને છતાંય મધ્યમવર્ગનું ભાવિ આશાસ્પદ છે. કારણ કે ભાવિ નાગરિકો તૈયાર કરતા શિક્ષકો, આદર્શ નેતાઓ, ટેકનીકલ વિષયના જાણકારો, પત્રકારો, શિક્ષણવિદો, સાહિત્યકારો અને કલાકારો એ સ મધ્યમવર્ગના જ સભ્યો છે અને એ બધાં વિદ્વાનો, વૈજ્ઞાનિકો અને જ્ઞાનીઓ સિવાય નૂતન સમાજનું સુકાન કોણ સંભાળી શકે તેમ છે ? મધ્યમવર્ગ માટે આવું ઊજળું ભાવિ હોવા છતાંય ભાવિના ગર્ભમાં અનેક પ્રશ્નો છુપાયેલા પડ્યા છે. નાના ઉદ્યોગો, હસ્તોદ્યોગો, ગ્રામોઘોગો, ગૃહોદ્યોગો વધુ વિકસશે કે મંત્રીકરણને લીધે નાશ પામતા જશે? પંચવર્ષીય યોજનાઓ પૂરી થયા પછી દેશનો સંપૂર્ણ આર્થિક વિકાસ સધાશે કે નહીં અને મધ્યમવર્ગ માટે ઊંચા પગારોની તેમ જ વધુ નોકરીઓની આશા રાખી શકાય કે નહીં? ટેકનીકલ, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક રીતે બુદ્ધિશાળી થતો જતો આ વર્ગ એની બુદ્ધિને શાંતિનાં કાર્યો માટે વાપરશે કે વિગ્રહનાં ? આવા પ્રશ્નોના ઉત્તર તો સમયનો પ્રવાહ અને ઐતિહાસિક પરિબળો જ આપી શકે.
એમવી
શકાય
તો જતો
[૪] મધ્યમવર્ગના રાજકીય ઉત્થાન માટે એ વર્ગે તેમ જ સરકારે ધ્યાન રાખવું જોઈએ કે લોકશાહી બંધારણના સિદ્ધાંતો માત્ર બંધારણમાં રહેવાને જ સર્જાયેલા નથી. વાસ્તવમાં પણ એ જોવું જરૂરી છે કે મધ્યમવર્ગને એની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે સમાના ધિકાર પ્રાપ્ત થાય છે કે નહીં.
તદુપરાંત મધ્યમવર્ગે વધુમાં વધુ શિક્ષણ લેવું જોઈએ, વધુ શિક્ષિત હોવાથી વધુ જાગૃત રહેવું જોઈએ અને ભારતના રાજકારણમાં સક્રિય ભાગ લઈ પોતાના પ્રતિનિધિઓ દ્વારા પોતાના પ્રશ્નો ધારાસભા સુધી પહોંચાડવા જોઈએ. મધ્યમવર્ગે એ જોવું જોઈએ કે આપણી રાષ્ટ્રીય ચળવળની શરૂઆતમાં આ જ વર્ગ સ્વયં-પ્રકાશિત કહેવાતો, તો પછી આજે એ આટલો બધો પછાત કેમ રહી જાય?
આપણું બંધારણે પણ કોર્ટ અને કાયદા સમક્ષ વર્ગભેદ નહીં સ્વીકારવાની અને સમાનતાની જાહેરાત કરી છે. આજે બન્યું છે એવું કે કાયદો શ્રીમંત વર્ગના હાથમાં પ્યાદું બની ગયો છે. આ માટે એક નમ્ર સૂચન થઈ શકે. મધ્યમ વર્ગના જ વકીલોનો એક સંય રચાવો જોઈએ અને જ્યારે જ્યારે મધ્યમ વર્ગને અન્યાય થાય ત્યારે ત્યારે આ સંઘે એને મદદ કરવી જોઈએ.
આ ઉપરાંત અગાઉ જણાવ્યું છે તેમ, સીધી યા આડકતરી રીતે રાજ્ય અને કાયદો મધ્યમ વર્ગના ઉત્કર્ષમાં પોતાનો ફાળો નોંધાવી શકે છે.
અંતમાં, મધ્યમવર્ગના ઉથાન માટે બાહ્ય તેમ જ આંતરિક બને સાધનોની જરૂર છે. બાહ્ય દૃષ્ટિએ ઉત્થાનના પ્રશ્નોમાં આપણી સરકારનો રસ અને એના માટેની પૂરતી વ્યવસ્થા એ ખાસ જરૂરી છે. આંતરિક દૃષ્ટિએ જોતાં ખુદ મધ્યમવર્ગે પોતે જ સ્વયં પ્રકાશિત થવાની જરૂર છે. પોતાની શક્તિઓનો ખ્યાલ, ચેતના, જાગૃતિ અને પોતાના પ્રશ્નો પોતાની મેળે ઉકેલવાની ધગશ વિના મધ્યમવર્ગનું ઉત્થાન શકય નથી.
આ પુરાણા મધ્યમવર્ગના હાથમાં હજુ પણ શ્રીમંત , વર્ગ જેટલી દોલત આવવાની નથી. આ વર્ગની આર્થિક શક્તિ હજી પણ ઘણાં વર્ષો સુધી નબળી રહેવાની છે કારણ કે આ ગરીબ દેશને સમૃદ્ધ થતાં હજી ઘણી વાર લાગશે અને દેશનું ભાવિ આર્થિક સ્થિતિ પર નિર્ભર
છેલ્લે, G. D. H. Cole ના શબ્દોમાં કહીએ તો : "A study of the recent evolution in both capitalist and Soviet Countries goes to show, mainly two things : first, that the road to economic equality, even if open, is much longer and more difficult than many socialists used to suppose, and that the mere suppression of capitalism by a sort of Socialism by no means wipes out differences of social status or income, though it does, as Marx long ago said, it would largely substitute income differences based on personal service and capacity for differences based on Ownership of property or of inherited economic claims. Secondly, that as economic differences come to be more closely related to personal capacities and educational advantages and as education and training come to be more and more state-provided services open to wider sections of the population, social and