________________
૬ ૫ ૨ મા ત્મા ના ગુણોનુ ચિંતન ક
કે, “ ચંદ્રશેખર?.
અહીં પરમોપકારક, આગમ સાહિત્યના ધારક અને ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ પ્રત્યે ભક્તિ ધરાવનાર એવા મુનિ દેવચંદ્રજીએ રચેલ ભગવાન સુપાર્શ્વનાથ સ્વામીની સ્તુતિ દ્વારા પ્રભુના ગુણોનું ચિંતન કરીએ છીએ.
જગતના જીવો પુગલાનંદી છે અર્થાત તેઓ નવાં પુગલ લઈને આનંદ પામે છે, પણ તે પુદ્ગલસંયોગથી ઉત્પન્ન એવાં સુખ અને દુઃખ તે આત્મહિત નથી, એ તો આત્માનો વિભાવ એટલે તેની વિકૃત થયેલી હાલત છે. આત્માનું સહજ સુખ, તે આત્મધર્મ છે એ રીતે આગમમાં ઉપદેશ છે.
શ્રી સુપાસ આનંદમેં, ગુણ અનંતનો કંદ હો, જિનજી જ્ઞાનાનંદે પૂરણ, પવિત્ર ચારિત્રાનંદ હો જિનજી
શ્રી સુપાસ આનંદમે.(૧) ભગવાન સુપાર્શ્વનાથ સહજાનંદ સુખના સ્વામી છે, તે સહજાનંદ સુખ જીવને ઇન્દ્રિયોના વિષયોના આનંદના સુખોમાંથી પરમસુખની બુદ્ધિ ન ખસે, સંયમીપણું મનમાં ન વસે, ભગવાનના ગુણ સાથે પ્રેમસગાઈ ન બંધાય અને એકાંતમાં આત્મનિરીક્ષણ કરવા જ્યાં સુધી જીવ ન પ્રેરાય ત્યાંસુધી દુર્ગમ્ય છે.
વળી ભગવાન અનંત કલ્યાણગુણોના સ્વામી છે. ભગવાનમાં ચેતના ગુણ મુખ્ય છે અને તેને અનુસરીને જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષાયિક સમત્વ, દાન, લાભ, વીર્ય, ભોગ અને ઉપભોગ આદિ અનંતગુણ ભગવાનની જ્ઞાન સમાધિમાં પ્રગટ અનુભવાય છે. ચારિત્રનો અર્થ અહીં નિર્મળ જ્ઞાનના અનુભવની સંપૂર્ણ સ્થિરતા છે. સંરક્ષણ વિણ નાથ છો, દ્રવ્ય વિના ધનવંત હો
જિનજી; કતપદ કિરિયા વિના સંત અજેય અનંત હો,
જિન શ્રી. (૨)
પ્રભુ કોઈ અન્ય જીવનું રખોપું કરતા નથી, અને તેમ છતાં તેઓ મોક્ષનાં હેતુ હોવાથી શરણરૂપ છે, માલિક છે. ભગવાન ધરબાર, ધનધાન્ય, સુવર્ણરત્ન, નોકરચાકર, રાજપાટ જેવી કોઈ પણ લક્ષ્મીને ન તો રાખે છે, ન તો ઈચ્છે છે, છતાં જ્ઞાનલક્ષ્મી વડે પરમાત્મા ધનવાનમાંયે ઉત્તમ ધનવાન છે. ભગવાનને કોઈપણ જાતનો પ્રયાસ નથી છતાં દ્રવ્યના સહજ પરિણામથી આનંદદન છે તેથી સાહજિક કર્તાપણું છે, પ્રભુ ઉત્તમપુષ છે, છતી ન શકાય એવી અપરાજેય પદવીના ધારક તેમ જ અંત રહિત એવા સમાધિરૂપ સામ્રાજ્યના ચક્રવર્તી છે. અગમ અગોચર અમર તું, અન્વય ઋદ્ધિસમૂહ હો,
- જિનજી, , વર્ણ ગંધ રસ પરસ વિણુ, નિજ ભોક્તા ગુણવ્યુહ હો,
જિનજી, શ્રી....(૩) તમારું સ્વરૂપ તુચ્છજ્ઞાની જાણી શકે નહિ, તેથી અગમ્ય. છે. ઈદ્રિય અને નોઈદ્રિય (મન) તેના દ્વારા તમે જાણી શકાતા નથી, પણ આત્માની સમાધિસહિત ઈદ્રિય-નોઈદ્રિયના આપ વિષય છો તેથી ઇન્દ્રિયાતીત છો એટલે અગોચર છો. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જે પુદ્ગલ ધર્મ તેનાથી અને મરણથી તમે મુક્ત છો, અન્વય એટલે જ્ઞાનગુણની બાપના, તે અનંતગુણમાં છે તેથી અનંત અન્વયીગુણોથી પ્રભુ સમૃદ્ધ છો, કષાયાદિકના અસ્તથી થયેલા ગુણોને, સમત્વ અને ચારિત્રને વ્યક્તિરેક ગુણ કહીએ તેના પ્રભુ, તમે આધાર છો. આમ નિજ એટલે પોતાના સ્વરૂપગુણના વ્યુહ કહેતાં એકત્વરૂપ સમૂહ પ્રભુ આપ છો; હું પામર હાલ તો આપના ચિંતનથી જ મનોરથો પૂર્ણ થયેલા માનું છું, પરંતુ તમને પામવાની આશાને મુખ્ય બનાવી જીવન વિતાવી રહ્યો છું એટલે મારું સદભાગ્ય છે. અક્ષય દાન અચિંતના, લાભ અને ભોગ હો, જિનજી, વીર્યશક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભોગ હો,
જિનજી, શ્રી(૪)