________________
જૈન યુગ
રો
ફેબ્રુઆરી ૧૯૬૦
સ્ત્રીઓને કામકાજનો સવાલ જ નથી જ્યારે મધ્યમવર્ગની સ્ત્રીઓને વધુ આવકની જરૂર હોવા છતાં લોકાચારને | લીધે બહાર નોકરી કરવા જતી નથી તેમજ નથી કોઈ ગૃહઉદ્યોગ કરતી. ઉપરથી વળી ઘરમાં કામવાળીની જરૂર પડે અને પુરુષ આખો દિવસ નોકરીમાં રહેતો હોવાથી ઘરનાં બાળકોને ટયુશન માટે માસ્તરની જરૂર પડે! આ રીતે મધ્યમવર્ગ બધી રીતે આર્થિક ભીંસમાં દબાઈ રહ્યો છે.
એક બાજુ ઓછી આવક, બીજી બાજુ અમુક જરૂરિયાતો વગર ચાલે નહીં, સ્ત્રીઓ કામ વિનાની બેસી રહે અને એક પછી એક સંતતિની ઉત્પત્તિ વધતી જાય. પરિણામે કમાનાર માણસ એક, બીજાં અડધો ડઝન છોકરાંએમનાં કપડાં-લતાં, નિશાળના ખર્ચા પૂરા કરવા, સાજા માંદા થાય ત્યારે ડૉકટરનાં બિલ ભરવાં અને સ્ત્રીની જરૂરિયાતો પૂરી કરવી-આવી સ્થિતિ મધ્યમવર્ગના દરેક કુટુંબની થઈ છે.
વિશેષમાં ઝડપથી પલટાઈ રહેલા આપણું આર્થિક ધોરણ પ્રત્યે પણ ધ્યાન ખેંચવું જરૂરી છે. પંચવર્ષીય યોજનાઓને લીધે, વિકાસ-કાય અંગે થતા ખર્ચને લીધે તો કાંઈક હજુ પણ ચાલુ રહેલી મૂડીવાદીઓની સંઘરાખોરી, શોષણનીતિ, કાળાબજાર વગેરેના લીધે દિનપ્રતિદિન મોંધવારીનો આંક વધતો જાય છે એ વાત તો સામાન્યમાં સામાન્ય માણસ પણ નિઃશંક કબૂલ કરશે. દર વર્ષે રજૂ થતા ખાધવાળા બજેટના લીધે તો કોઈવાર વળી દેશની આર્થિક ઉન્નતિ માટે રોજબરોજની વપરાશની ચીજ-વસ્તુઓ ઉપર વેરો વધતો જ જાય છે. આથી સૌથી વધુ શોધવું પડતું હોય અને સહન કરવું પડતું હોય તો મધ્યમ-વર્ગને કારણ કે ઉચ્ચ વર્ગ સીધી અથવા આડકતરી રીતે વેપારધંધા સાથે સંકળાયેલો હોવાથી તેની આવક વધતી જાય છે એટલે એ મોંઘવારીને પહોંચી વળે છે અને નીચલા વર્ગના કુટુંબના ઘણાખરા સભ્યો કમાતા હોય છે અને એમને ઉચ્ચ વર્ગ જેવાં કપડાંલતાં હોતાં નથી અને છોકરાઓને ભણાવવાનો સવાલ હોતો નથી–એટલે આ બન્ને વર્ગ મોંઘવારી સાથે બાથ ભીડી શકે છે પરંતુ મધ્યમવર્ગ એની નીચે દબાઈ જાય છે.
મેંધવારી વધવાની સાથે મધ્યમવર્ગની આવક વધી નથી-એ તો એટલી ને એટલી જ રહી છે અને ઉપરથી અગાઉની સરખામણીમાં એ એના જીવનમાં મોજશોખ
અને જરૂરિયાતની વસ્તુઓને વધારતો રહ્યો છે. આમ મધ્યમવર્ગની કમાવાની શક્તિ મજૂરવર્ગ કરતાં પણ ઓછી છે જ્યારે એની વાપરવાની શક્તિ ઉચ્ચ વર્ગની હદે પહોંચી ગઈ છે.
શિક્ષિત બેકારોની સમસ્યા એ પણ મધ્યમવર્ગની મોટી સમસ્યા છે. કેટલાક અર્ધશિક્ષિતો પોતાના બાપદાદાનો ધંધો સંભાળતા નથી અને એમણે પૂરતું શિક્ષણ ન લીધું હોવાના કારણે કોઈ નોકરીમાં પણ રાખતું નથી. કેટલાક ડિગ્રીધારીઓએ કોઈ ઉપયોગી શિક્ષણ લીધું હોતું નથી એટલે એક બાજુથી એમને સામાન્ય કારકૂની સિવાય કોઈ બીજી નોકરી મળતી નથી હોતી અને બીજી બાજુથી ઉપાધિ વહોરી હોવાથી વેપાર-ધંધો કરતાં એમને શરમ આવતી હોય છે.
ટૂંકમાં એમ કહીએ તો ચાલે કે મધ્યમવર્ગની આર્થિક સમસ્યાઓએ ઘણું વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે.
[૪] હવે રહી રાજકીય અને કાયદા વિષયક સમસ્યાઓ. ભારત પાસે મધ્યમવર્ગના ઉત્થાન માટેનો તરત અમલમાં મૂકી શકાય એવો સર્વાગી વિકાસ સાધતો કોઈ રચનાત્મક કાર્યક્રમ છે નહીં. આપણા રાજબંધારણે કોર્ટ અને કાયદા સમક્ષ સર્વ વર્ગોની સમાનતાનો દાવો કર્યો છે, પરંતુ હજુ મધ્યમવર્ગને વિશાળ રાજકીય તકો નહીં મળી હોવાથી તેમ જ પાર્લમેન્ટમાં મધ્યમવર્ગનું પ્રતિનિધિત્વ ઘણું નબળું હોવાથી મધ્યમવર્ગના હક્કો અને માગણીઓ સબળ રીતે રજૂ થયાં નથી અને એના ઉત્થાન માટે ઝડપી પગલાં લેવા માટે અવાજ રજૂ થયો નથી એટલે સરકાર મધ્યમવર્ગ પ્રત્યે પોતાનું લક્ષ કેન્દ્રિત કરવા કટિબદ્ધ થઈ નથી. દૃષ્ટાન્તરૂપે પત્રકારોના પગારનું ધોરણ સુધારવાનું બિલ હજુ પાલમેન્ટમાં જ અટવાયા કરે છે; પ્રાથમિક તેમ જ માધ્યમિક શાળાઓના શિક્ષકોના પગારવધારા પ્રત્યે કોઈ લક્ષ્ય આપતું નથી; વિદ્યાપીઠોના અધ્યાપકો અને પ્રાધ્યાપકોનું ધોરણ પણ સુધારવાની જરૂર છે.
[૨] આ નિબંધના પહેલા ભાગમાં મધ્યમવર્ગ અને તેની સમસ્યાઓ વિચારી એટલે હવે એ સામાજિક, માનસિક, આર્થિક અને રાજકીય સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે આજુવો અને ઉત્થાનના ક્યા