Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 53
________________ લેખાંક ૯] શ્ર મ ભ ગ વા ન મ હા વીર પ્રભુ નો અ ઢા ૨ મો ત્રિ ૫૪ વા સુ દેવ ભ વ ક પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી મોક્ષગમન સુધીના પૂલ સત્તાવીશ ભવોના નિરૂપણમાં અઢારમા વાસુદેવના ભવનું નિરૂપણ લેખાંક ૭-૮ થી ચાલુ છે. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનો રણસંગ્રામમાં ત્રિપૂછવાસુદેવે વધ કર્યો. દેવોએ ત્રિપૃષ્ઠકુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરવા સાથે પ્રથમ વાસુદેવ તરીકે તેમને જાહેર કર્યા. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવની આજ્ઞાને આધીન રહેલા અને રણસંગ્રામમાં સામેલ થયેલા નાના મોટા સર્વ રાજાઓ ત્રિપૃઇઠ વાસુદેવના ચરણમાં પ્રણામ કરી, થયેલા અપરાધની માફી માંગવા લાગ્યા. ત્રિપૃષ્ઠવાસુદેવે સર્વ રાજાઓને સાંત્વન આપી સુખેથી પોતપોતાનું રાજ્ય પાલન કરવાનું ફરમાન કર્યું અને વાસુદેવની આજ્ઞા શિરોમાન્ય રાખી સર્વ રાજાઓ પણ પોતાના સ્થાને ગયા. સુખનું અનન્ય સાધન ધર્મ જ છે ત્રિપૃષ્ઠવાસુદેવે ત્યારબાદ પોતાના નગરમાં આવી વાસુદેવ નામકર્મના ફળ સ્વરૂપે પોતાના બંધુ બલદેવ અચલકુમાર તેમ જ ચક્ર વગેરે સાતેય રત્નોની સામગ્રી સાથે ભારતના ત્રણ ખંડને સાધવા માટે શુભમુહૂર્ત પ્રયાણ કર્યું. લવણસમુદ્રની નજીકમાં આવી પૂર્વ દિશામાં મધદેવની, દક્ષિણદિશામાં વ૨ામદેવની અને પશ્ચિમ દિશામાં પ્રભાસદેવની સાધના કરી. ત્યારબાદ વૈતાઢથપર્વત ઉપર વર્તતી વિદ્યાધરોના નગરોની બને શ્રેણિ ઓને પણ પોતાના બલ વડે સાધી લીધી, અને પોતાના સસરા જવલનજી વિદ્યાધરને ત્યાંની વ્યવસ્થા માટે નિયુક્ત કર્યા. વૈતાઢ્ય પર્વતથી દક્ષિણમાં લવણુ સમુદ્રપર્યંત ત્રિખંડ પૃથ્વીનું એકછત્રીય સામ્રાજ્ય પ્રાપ્ત કરી પોતાની રાજધાની પોતનપુર નગર તરફ ત્રિપૃષ્ઠકુમારે પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં ત્રિપૃષ્ઠવાસુદેવ પોતાના પરિ. વાર સાથે મગધદેશમાં આવી પહોંચ્યા. ત્યાં દોડો માણસો ભેગા થાય તો પણ ન ખસેડી શકાય એવી એક મોટી શિલાને દેખતાં જનતાને પોતાનું બળ દેખાડવા લીલા માત્રમાં એ શીલાને ઊંચકીને દૂર ફેંકી દીધી. વાસુદેવનું આવું અદ્ભુત બળ જોઈ ત્યાં હાજર રહેલા સર્વ લોકો અત્યંત આશ્ચર્ય પામ્યા. ચક્રવર્તીને પુન્યબલના યોગે ચૌદરત્નો હોય છે અને વાસુદેવને સાત રત્ન હોય છે. ચક્રવર્તીને પોતાના શરીરમાં જે બલ અને સામર્થ હોય છે, વાસુદેવના શરીરમાં તેનાથી અર્ધ બલ હોય છે. ચક્રવર્તી તથા બલદેવ બને મનુષ્ય છતાં હજારો દેવો તેમની સેવામાં હાજર હોય છે. એ બધોય પ્રભાવ જે કોઈનો હોય તો પૂર્વજન્મમાં કરેલી ધર્મની આરાધનાનો છે. અત્યંતર સુખ થાવત મોક્ષની પ્રાપ્તિમાં ધર્મ એ અનન્ય સાધન છે જ, પરંતુ શારીરિક બલ, ધન દોલતની પ્રાપ્તિ અને રાજરાજેશ્વરના અધિકારની અનુકૂળતા વગેરે બાહ્ય સુખનાં સાધનો પણ ધર્મની આરાધના અને તજજન્ય પુન્યોદયથી જ પ્રાપ્ત થાય છે. શ્રુતકેવલી ભગવાન શäભવસૂરિ મહારાજે દશવૈકાલિકસૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં એક વાત સ્પષ્ટપણે નિર્દેશી છે કે “રેવા નમંતિ, નસ્ક ધ સથા મળો” જે મહાનુભાવના મનોમંદિરમાં ધર્મનો પ્રકાશ અને તે કારણે સંચિત થયેલ પુન્યબલ વિદ્યમાન છે તે મહાનુભાવના ચરણોમાં સ્વર્ગ લોકમાં વર્તતા દેવો પણ નમસ્કાર કરે છે. વ્યવહાર અને નિશ્ચય ઉભય પ્રકારે ધર્મ ને અવિકૃત અર્થાત શુદ્ધ હોય તો એ ધર્મ આત્માને સ્વર્ગાદિ સુખોની પરંપરા સાથે પરિણામે મોક્ષે પહોંચાડે છે, અને એ ધર્મ જે અંતરંગ દષ્ટિએ અશુદ્ધ હોય તો અમુક સમય પૂરતી બાહ્ય સુખની અનુકૂળતા પ્રાપ્ત થયા બાદ પરિણામે તે આત્મા દુર્ગતિનો અધિકારી બને છે. ત્રિપૃષ્ઠવાસુદેવના આત્માને વર્તમાનભવમાં ત્રણ ખંડનું જે ઐશ્વર્ય મળ્યું છે તે શુદ્ધ ધર્મના કારણે નહિં પણ અશુદ્ધધર્મના કારણે મળ્યું છે. અને તેથી જ વાસુદેવના ભવની પૂર્ણાહુતિ પછી એ વાસુદેવનો આત્મા નરક ગતિનો અતિથિ થવાનો છે. આપણે આગળના લેખોમાં એ વાત જાણી ગયા છીએ કે ૧૧

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154