________________
જૈન યુગ
૨૩
જાન્યુઆરી ૧૯૯૦
મુંબઈ ૧૯૫૮) એ એતિહાસિક ભૂગોળને લગતી એક નોંધપાત્ર હિન્દી પુસ્તિકા છે. મહાવીરના જન્મસ્થાન ક્ષત્રિયને લેખકે વૈશાલી પાસેના બાસુ-બિહારના આધુનિક બસાઢ ગામ-તરીકે ઓળખાવ્યું છે તે ઉચિત છે; એ સ્થળે જૈન અને પ્રાકૃત અધ્યયન માટેની સંસ્થા જે સામાન્ય રીતે વૈશાલી ઇન્સ્ટિટયૂટ તરીકે ઓળખાય છે એની સ્થાપના બિહાર સરકારે કરી છે. ડો. અમરસિંહ મિત્તલનો ઓરિસાના પ્રાચીન ઈતિહાસને લગતો પીએચ. ડી.નો મહાનિબંધ જે બનારસના જૈન સંસ્કૃતિ સંશોધક મંડળ તરફથી હમણાં છપાય છે એનો ઠીક ઠીક ભાગ ઓરિસામાં જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસનો ખ્યાલ આપે છે. ડો. જે. પી. જેને પ્રાચીન ભારતના ઈતિહાસ (ઈ. સ. પૂર્વે ૨૦૦ થી ઈ. સ. ૯૦૦) માટેનાં જૈન સાધનોનો અભ્યાસ પીએચ. ડી. માટે કર્યો છે તથા ડૉ. પ્રકાશચન્ટે રાજસ્થાનમાં જૈન ધર્મ વિષે કામ કર્યું છે.
ગુજરાતનાં કેટલાંક જૈન તીર્થો વિષે ઐતિહાસિક ઉપયોગિતાવાળી બે પુસ્તિકાઓ મુનિશ્રી વિશાલવિજયજીએ આપી છે. પહેલી પુસ્તિકા, “ચાર જૈન તીર્થો” (ભાવનગર, ૧૯૫૬) માતર, સોજિત્રા, ખેડા અને ધોળકા વિષે માહિતી આપે છે અને બીજી પુસ્તિકા ગંધાર અને ઝગડિયા” (ભાવનગર, ૧૯૫૭) એ બે તીર્થો વિષે છે. “ભારતનાં પ્રસિદ્ધ જૈન તીર્થ (પાલીતાણા, ૧૯૫૯) એ સચિત્ર ગુજરાતી પુસ્તક મુનિ શ્રી કનકવિજયજીએ લખ્યું છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ જૈન સાહિત્યમાલા તરફથી “બંગાલ કા આદિ ધર્મ' નામે પુસ્તક પ્રસિદ્ધ થયું છે. બંગાળમાં જૈન ધર્મનો ઈતિહાસ આલેખતા ત્રણ નિબંધોનો એ સંગ્રહ છે; એમાંના બે નિબંધો હિનદીમાં અને એક અંગ્રેજીમાં છે. ડૉ. એ. સંગનું પુસ્તક “જૈન કમ્યુનિટી- એ સોશિયલ સ્ટડી” (મુંબઈ, ૧૯૫૯) એ સમાજશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી માટે સ્વીકારાયેલો મહાનિબંધ છે. જૈનોની સામાજિક પરિસ્થિતિની લગભગ સંપૂર્ણ કહી શકાય એવી એ સમાલોચના છે, અને ભાવી અભ્યાસકાર્યો માટે અનેક રીતે માસૂચક છે.
આલ્બ, તામિલનાડ અને કર્ણાટકમાં જૈન ધર્મના એતિહાસિક કાર્યને વર્ણવતા, “જૈનિઝમ ઈન સાઉથ ઈનિથા' (સોલાપુર. ૧૯૫૭) એ પુરતકના લેખક શ્રી. પી. બી. દેસાઈએ કેરલમાં જૈન ધર્મ વિષે કેટલ ક નવી માહિતી આપતો નિબંધ લખ્યો છે (જર્નલ ઓફ
ઈનિયન હિસ્ટરી', પૃ. ૩૩, અંક ૫, ઑગસ્ટ ૧૯૫૭, પ્રસિદ્ધ થયું ૧૯૫૮ માં). કાલકાચાર્ય એ કાલક જાતિના આગેવાન હતા એમ બતાવવાનો પ્રયાસ છે. દશરથ શર્માએ કર્યો છે ( ઈન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટલ', પુ. ૩૩, અંક ૪, દિગેમ્બર ૧૯૫૭). પાટણના સ્થાપક વનરાજ ચાવડાએ ઈ. સ.ની આઠમી સદીમાં ત્યાં બંધાવેલા પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિષેના સંખ્યાબંધ ઐતિહાસિક ઉલ્લેખો એક નિબંધરૂપે મેં એકત્ર કર્યા છે (“ આચાર્ય શ્રીવિજયવલભસૂરિ મારક ગ્રન્થ').
હવે હું સન્દર્ભગ્રો અને સુચિઓનો નિર્દેશ કરીશ, કે જે સંશોધન અને અષણનાં અનિવાર્ય સાધનો છે. પં. પન્નાલાલ અને ડૉ. જ્યોતિ પ્રસાદે સંકલિત કરેલ
પ્રકાશિત જૈન સાહિત્ય' (દિલ્હી, ૧૯૫૮) અત્યાર સુધી પ્રકટ થયેલા જૈન સાહિત્યની સન્દર્ભસૂચિ હોવાનો દાવો કરે છે. વિગતવાર સમાલોચના માટેનું આ સ્થાન નથી. પણ મારે એટલું તો કહેવું જોઈએ કે આ ઘણી અધુરી યાદી છે. “ત્રિષષ્ટિશલાકાપુચરિત્ર', ' સિદ્ધહમ વ્યાકરણ”, “પ્રબન્ધચિન્તામણિ”, “જ્ઞાનબિન્દુ પ્રકરણ', અને બીજા કેટલાંયે જાણતાં પ્રકાશનોનાં નામ પણ આમાં ક્યાંય જોવા મળતાં નથી. જૈન ગુર્જર કવિઓ'. ભાગ ૧-૨નો ઉલ્લેખ છે, પણ સને ૧૯૪૪માં પ્રસિદ્ધ થયેલા એના ત્રીજા ભાગની નોંધ ક્યાંય નથી. શ્રી. ધૂમકેતુકૃત “હેમચન્દ્રાચાર્યનો નિર્દેશ છે. પણ એની સાથોસાથ પ્રકટ થયેલ પ્રો. મધુસૂદન મોદીત હમસમીક્ષા' નો નથી. “લાઈફ ઑફ હેમચંદ્રાચાર્ય' પુસ્તક નોંધાયું છે, પણ્ એના વિખ્યાત લેખક ડો. જે બૂલરનું નામ તે સાથે નથી. અંગ્રેજી વિભાગનાં ઘણાંખરાં પુસ્તકોની બાબતમાં પ્રકાશનના સ્થળ અને વર્ષનો ઉલ્લેખ નથી. કોઈ ચોકકસ પદ્ધતિ વિનાની આ અધુરી યાદી છે, અને અભ્યાસીની દષ્ટિએ એનું મૂલ્ય સાવ મર્યાદિત છે. - જેસલમેરના ભંડારોની મુનિ શ્રીપુણ્યવિજ્યજીએ તૈયાર કરેલી સૂચિ મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપક્રમથી છપાય છે, અને તે ટૂંક સમયમાં બહાર પડશે. તમામ તાડપત્રીય પ્રતોની અને કાગળ ઉપર લખાયેલી મહત્ત્વની બધી પ્રતોની એ સૂચિ છે. પાટણના શ્રી. હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં સચવાયેલી આશરે વીસ હજાર હસ્તપ્રતોની સૂચિ પણ મુનિ શ્રીપુણ્યવિજયજીએ તૈયાર કરેલી છે, અને હસ્તપ્રતોની પુપિકાઓ સહ તે છપાય