________________
જૈન યુગ
૬. સમગ્ર ભારતના વિધવિધ પ્રાંતોમાં કૉન્ફરન્સનું કાર્ય થાય અને દરેક તેમાં રસ લેતા અને તે અંગેનો નૈતિક ટેકો મેળવી કૉન્ફરન્સ સાચા અર્થમાં અખિલ ભારતની સંસ્થા અને તે માટે આપ શું સૂચવો છો ?
૭. વર્તમાન સંયોગો અને સમાજની અનેક વિચારશ્રેણીઓ તેમજ સમાજની સ્થિતિ જોતાં કૉન્ફરન્સને સુવ્યવસ્થિત, પ્રતિનિધિત્વશાળી અને સંગીન બનાવવા માટે આપ કોઈ સંગીન કાર્યવાહી સૂચવી શકો તો સમાજની ઉત્તમ સેવા કરી ગણાશે.
મુંબઈમાં સભ્યોની સભા
કોન્ફરન્સના મુંબઈના સ્થાયી સમિતિના સભ્યોની અવિધિસરની એક સભા રવિવાર, તા. ૧૦-૧-૧૯૬૦ ના રોજ કૉન્ફરન્સ કાર્યાલયમાં મળી હતી. ૩૭ ગૃહસ્થો હાજર હતા. શ્રી. ફુલચંદ શામજી પ્રમુખસ્થાને
હતા.
પ્રારંભમાં મુખ્યમંત્રી શ્રી. સોહનલાલ એમ. કોઠારીએ જણાવ્યું કે સુધીઆનામાં એપ્રિલ ૧૯૬૦ની શરૂઆતમાં મળનાર કોન્ફરન્સના એકવીસમા અધિવેશનને યશસ્વી બનાવવાની દૃષ્ટિએ વિચાર-વિનિમય કરવા આજે સભા યોજવામાં આવેલી છે. સૌના માર્ગદર્શનથી અધિવેશનનું કાર્ય સરળ અને સફળ બનશે. ખાદ શ્રી. ફુલચંદ શામજીએ નિવેદન કર્યું કે આજે એક મહત્ત્વના કાર્ય માટે આપણે એકત્ર થયા છીએ. કૉન્ફરન્સમાં નવજીવન સંચાર કરવા અને તેની પ્રવૃત્તિ માટે નીતિ નિર્માણ કરવાના અગત્યના મુદ્દાઓ આપ વિચારી યોગ્ય સૂચન કરશો. અને દરેક સંસ્થામાં ચડતી-પડતી આવ્યા જ કરે છે આપ સૌના બળથી તેનાં કાર્યને પ્રોત્સાહન મળશે જ. કૉન્ફરન્સ અંગે કેટલાક પ્રશ્નો આગેવાનોને પુછાવ્યા છે અને આપ પણ તે વિચારી સૂચન કરશો. પંજાબની ઉત્તમ ભાવના અને શિસ્ત આપણને આકર્ષિત કરી રહી છે અને મુંબઈ તેમ જ સમગ્ર ભારતના જૈનો તેને સવિશેષ જાગૃત કરે એમ ઇચ્છીશું.
અત્રે શ્રી આત્માનંદ જૈન મહાસભા—પંજાબ (અંબાલા) તરફથી આવેલ પત્ર મુખ્ય મંત્રીએ વાંચી સંભળાવ્યો હતો. શ્રી. પુંજાલાલ એન. શાહે પ્રશ્નાવલી બધા સભ્યોને મોકલાવવાની સૂચના કરી. શ્રી. કેશરીચંદ જેસંગલાલ શાહે તેને પુષ્ટિ આપી જણાવ્યું કે શ્રીમંતો અને કાર્યકરોના સહકારથી આપણે આગળ વધીએ તો પરિણામ સારું આવે. બંધારણમાં કેટલાક ફેરફારો થવા
ફેબ્રુઆરી ૧૯૬૦
ઘટે. સાથે સાથે સમાજમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નો અંગે પણ કાર્યવાહી કરવી જોઈ એ. અત્યારના સંક્રાંતિ કાળમાં કૉન્ફરન્સે સંગઠિત બળથી આગળ ધપવું જોઈ એ. શ્રી. રૂગનાથભાઈ જીવણે આક્ષેપ-પ્રતિકાર વિષે પગલાં લેવા કહ્યું. શ્રી. જેઠાલાલ લક્ષ્મીચંદ શાહે વર્તમાન અને ભવિષ્ય પ્રત્યે લક્ષ્ય આપવા સૂચના કરી. તેમણે ઉમેર્યું કે આ કર્તવ્યયુગમાં કોઈનાથી ચૂપચાપ બેસી ન રહેવાય. એકત્ર થઈ ઝંપલાવવાની જરૂર છે.
અત્રે શ્રી. ફુલચંદ શામજીએ કહ્યું કે સંસ્થાની બંધારણીય પરિસ્થિતિ લક્ષમાં રાખી આપણે કાર્ય કરવાનું છે. ધ્યેય એક હોવા છતાં માર્ગો જુદા હોઈ શકે. શ્રી. નરભેરામ રૂગનાથે ઈન્ફરમેશન બ્યુરો ' અને ‘જૈન બેંક ’ સ્થાપવાની સૂચના કરી. ખાદ શ્રી. ધીરજલાલ ટોકરશી શાહે જણાવ્યું કે કોઈપણ કાર્ય ન થયું હોય તો બધાએ સરખી જવાબદારી સ્વીકારવી ઘટે અને સંસ્થાને ભવિષ્યમાં સબળ બનાવવાના માર્ગો શોધવા જોઈ એ. રચનાત્મક શૈલીએ કાર્ય કરતી આ સંસ્થા માટે પ્રચારની આવશ્યકતા છે. શ્રી. રતિલાલ છોટાલાલ શાહે જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થા ક્રિયાત્મક સિવાયની સંસ્થા ન હોઈ શકે. એક નાની સમિતિ બનાવી તે દ્વારા સૂચનો મેળવવાનું યોગ્ય થઈ પડશે. બાદ શ્રી. શાંતિલાલ રતનચંદ ઝવેરીએ અનેક પ્રશ્નો વિચારવા માટે એક ‘ સંમેલન ’ યોજવાની સૂચના કરી હતી. શ્રી. વાડીલાલ જીવરાજ શાહે જનસંપર્ક વધારવા સૂચવ્યું.
શ્રી. મોહનલાલ દીપચંદ ચોકસીએ જણાવ્યું કે કૉન્ફરન્સ જેવી સંસ્થાએ બંધારણપૂર્વક કાર્ય કરવાનું રહે છે. પંજાબના પત્ર ઉપરથી ત્યાં અધિવેશનમાં વધુમાં વધુ સંખ્યામાં સર્વે પ્રાંતના પ્રતિનિધિઓ એકત્ર થાય તે માટે પ્રચાર કાર્ય કરવાની સૂચના ઉપર ગંભીર વિચારણા કરવી જોઈએ. કૉંગ્રેસ અને કૉન્ફરન્સના બંધારણમાં ધણો ફેર છે. છતાં પ્રચાર દ્વારા સભ્યોની સંખ્યા વધારી બધા સ્થળોના કાર્યકરોને જાગૃત કરી શકીશું. ન્યાયાંભોનિધિ શ્રી આત્મારામજી મહારાજ પછી ગુરુવર્ય યુગદા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે પંજાબમાં ધર્મ અને સમાજોત્થાનના કેવાં ખીજ રોપ્યાં છે તે આપ ત્યાં જઈ જોશો તો ખબર પડશે. સમાજ