________________
શ્રી ન ટ્વેતામ્બર ર્કન્ફર
કાર્યાલય પ્રવૃતિની ટૂંક નોંધ
(કાર્યાલય દ્વારા)
નેતા વિજયી નીવ
શ્રી. વિજ્ય
સહકારી
સુધી આના અધિવેશન
કૉન્ફરન્સના સુધીના અધિવેશન માટે મુંબઈ તેમજ અન્યત્ર ઉત્સાહ ફેલાયેલ છે. કાર્યાલયમાં અનેક પ્રકારની સુચનાઓ એ માટે મળતી રહે છે અને જે ઉમંગથી પંજાબવાસી ભાઈઓએ કાર્ય શરૂ કરેલ છે તે જોતાં આગામી અધિવેશન સમાજને આગળ લઈ જવામાં વિજયી નીવડશે એમાં શંકા નથી.
પંજાબના સંદેશા સાથે શ્રી. વિજયકુમાર જૈન અને શ્રી. દીપચંદજી અત્રે આવતાં તેઓને સંપૂર્ણ સહકારની ખાતરી અપાઈ છે. સ્થાયી સમિતિના સભ્યોની તેમજ કાર્યકરોની સભાઓ કોન્ફરન્સ દ્વારા યોજાતાં ત્યાં સૌએ એકજ ધ્યેયને પાર પાડવા હૃદયના ઉ૯લાસથી જે વિચારવિનિમય કરેલ છે તે સમાજસ્વાથ્ય માટે શુભ ચિહ્ન સમાન છે. આ માટે કોન્ફરન્સ તરફથી નીચે પ્રમાણેની એક પ્રશ્નાવલી અખિલ ભારત સ્થાયી સમિતિના સર્વે સભ્યોને મોકલાવવામાં આવી છે તે તરફ સૌનું ધ્યાન આકર્ષિત કરી બનતી ત્વરાએ માર્ગસૂચન કરવા વિનંતિ છે.
જૈન યુગ” માર્ચ ૧૯૬ના અંકને “અધિવેશન અંક” તરીકે પ્રકટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રચાર સમિતિ માટે પણ યોજના હાથ ધરાઈ છે. કાર્યવાહકો મુંબઈ, અમદાવાદ તેમ જ અન્ય સ્થળોના આગેવાન ગૃહસ્થોના સંપર્કમાં છે અને તેઓ સાથે રૂબરૂમાં તેમ જ અન્ય રીતે વિચારોની આપલે કરી અધિવેશનને સફળ બનાવવા માટે પ્રયત્નશીલ છે. આ પ્રસંગે સકળ સંઘ જે પ્રકારે બની શકે તે પ્રકારે સહાયભૂત થઈ સમાજસેવાના યજ્ઞમાં પોતાનો ફાળો અપે એમ ઇચ્છીએ છીએ. માર્ગદર્શન અંગે પ્રશ્નાવલી
૧. કોન્ફરન્સની સ્થાપનાને ૫૮ વર્ષ થયાં. આ સમય
દરમ્યાનના વીસ અધિવેશનોમાં તેની ઉપયોગિતા, પ્રતિષ્ઠા અને મહત્તા સમાજમાં તેમજ દેશમાં કઈ રીતે થઈ છે ?
આવી સંસ્થા દ્વારા સમાજની જે કંઈ સેવા અત્યાર સુધી થઈ શકી છે તેના ઉપરથી આપ આ સંસ્થાની ઉપયોગિતા સ્વીકારો છો ? સમાજમાં કોન્ફરન્સ જેવી બીજી સંસ્થા નથી અને સારાયે સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં સમાજ-ઉત્કર્ષના અનેક કાર્યો થઈ શકે એમ આપને લાગે છે?
૨. કૉન્ફરન્સ સમાજને સવિશેષ ઉપયોગી થઈ શકે, સમાજને યોગ્ય માર્ગદર્શન આપી શકે અને સમય અનુસાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે રહી સમાજનું સ્થાન ટકાવી રાખે તે માટે આપ કંઈ સૂચવી શકશો?
૩. કૉન્ફરન્સની હાલની પ્રવૃત્તિઓ ધીમી ગતિએ ચાલે છે એમ કેટલાકોને લાગે છે તેમાં વેગ આવે અને સમાજને સાચા માર્ગે દોરી શકે તે માટે આપ કોઈ વાસ્તવિક કાર્યવાહી સૂચવી શકશો?
૪. કોન્ફરન્સના અત્યારના ચાલુ બંધારણમાં આપ કોઈ ફેરફારો સૂચવો છો ? અને તેમ હોય તો તે ફેરફારોની વિગત દર્શાવશો.
૫. કૉન્ફરન્સ દ્વારા સમગ્ર જૈન વે. મૂર્તિ, સમાજને આવરી લેતા અનેકવિધ પ્રશ્નોનો વ્યાપક દૃષ્ટિએ અને ગંભીરપણે વિચાર કરી જરૂરી અને સમયસર માર્ગદર્શન આપે, સરકારી અને બિનસરકારી સંસ્થાઓ પાસે સમાજના કૂટ પ્રશ્નો અસરકારક રીતે રજુ કરે એ રીતે માર્ગદર્શનરૂપ કાર્ય કરવું એ બરોબર છે કે કોન્ફરન્સ પોતાના હસ્તક થોડાં ઉદ્યોગગૃહો, ભોજનશાળાઓ વગેરેનું સંચાલન કરે એ બરોબર છે? આવાં કાર્યોની જવાબદારી માથે લેતાં સંસ્થાનું બળ ઘટયું છે એમ કેટલાકો માને છે તે સંબંધી આપનો શો અભિપ્રાય છે?
સૌ ના સર્વે સભ્યોનાલી અખિલ