________________
શ્રી જૈન શ્વેતા બર એ જ યુકેશન બૉડ
મની યોજના
ધોરણ યુક્ત ભિન્ન પ્રદેશોની
અનિવર્સિટીના ધીર
છે
ગોડીજી બિલ્ડિંગ, પાયધુની, મુંબઈ નં. ૨ સુજ્ઞશ્રીઃ
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોં જૈન ધર્મ અને સમાજના શ્રેયાર્થે ધાર્મિક શિક્ષણ પ્રચારની દિશામાં જે સેવા બજાવી રહેલ છે તેની સંક્ષિપ્ત માહિતી સ્વરૂપ આ નિવેદન રજૂ કરતાં આનંદ થાય છે.
આપને વિદિત છે કે શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના સંવત ૧૯૬૫ માં પુનામાં મળેલ સાતમા અધિવેશનમાં વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીના પ્રચાર માટે એજયુકેશન બૉર્ડની સ્થાપના કરવામાં આવી હતી. એકાવન વર્ષના આ સમય દરમ્યાન આ સંસ્થાના પ્રચારાદિથી અનેક સ્થળોએ ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળાઓ અથવા કન્યાશાળાઓ અસ્તિત્વમાં આવી છે, જેમાં વિપુલ સંખ્યામાં બાળક-બાળિકાઓ જીવનના તત્ત્વસ્વરૂપ ધાર્મિક શિક્ષણ લેવા પ્રેરાયા છે. અને આ રીતે સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ ધાર્મિક શિક્ષણ પ્રચાર પર કેન્દ્રિત થયેલી છે.
વર્ષો અગાઉ બૉડના પ્રયાસથી પાઠશાળાઓમાં પદ્ધતિસર ધર્મશિક્ષણ અપાય તે હેતુથી એક અભ્યાસક્રમની યોજના ઘડવામાં આવી જેમાં પૂજ્ય મુનિવર્યો અને વિદ્વાનોની દોરવણીએ મુખ્ય ભાગ ભજવ્યો. આ ૨૪ ધોરણ યુક્ત અભ્યાસક્રમ બાળકથી માંડી વૃદ્ધ સ્ત્રીપુરૂષને ધાર્મિક જ્ઞાન માટે ઉપયોગી છે. અત્યારે ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોની લગભગ ૧૨૫ નાની મોટી પાઠશાળાઓમાં આ અભ્યાસક્રમ ચાલુ છે. તદનુસાર દર વર્ષે બૉર્ડ તરફથી યુનિવર્સિટીના ધોરણે લેખિત પરીક્ષાઓ લેવાય છે, જેનો લાભ આશરે ૨૦૦૦ વિદ્યાથીઓ લે છે અને તેમાં ઉત્તીર્ણ થનારને રૂ. ૨૨૫૫ સુધીના ઈનામો આપવાની યોજના કરવામાં આવેલ છે.
આ પ્રવૃત્તિ વિકસાવવાની ખૂબ જરૂર છે. આજે પાઠશાળાઓ અને કન્યાશાળાઓની સંખ્યા વધતી રહી છે અને તેમાં એકસરખા અભ્યાસક્રમની યોજના કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે. તેની સાથે ધાર્મિક શિક્ષણ માટેના પુસ્તકો નૂતન શૈલીથી લખાવી પ્રસિદ્ધ કરાવવાનાં કાર્યને પણ પૂરતો અવકાશ છે.
બૉર્ડ અત્યારે યુનિવર્સિટીના ધોરણે લેખિત પરીક્ષાઓ લઈ પ્રમાણપત્રો અને ઈનામો આપે છે તેમાં ઉત્તીર્ણ થનારને ધાર્મિક શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષક કે શિક્ષિકા તરીકે માન્ય રાખવામાં આવે છે. એ એક મહત્વની સિદ્ધિ લેખી શકાય. પણ જયાં સુધી સંગીન ભંડોળ ન હોય ત્યાં સુધી આ કાર્યને વિકસાવવામાં અને તેની સાથે સંલગ્ન એવા પુસ્તક પ્રકાશનાદિના કાર્યને હાથ ધરવાની જવાબદારી સ્વીકારતાં વિચાર કર્યા વિના ચાલે તેમ નથી.
આજે દેશમાં જૈન ધર્મ અને સમાજની કસોટી થઈ રહી છે. વિશ્વની સમસ્યાઓનો ઉકેલ ધાર્મિક શિક્ષણ ઉપર છે. માનવજીવનની ખરી કિંમત ધર્મના અંગીકાર અને આચરણ ઉપર રહેલી છે જે માટે બોં એક ઉત્તમ સાધનરૂપ સંસ્થા છે. તે માટે ઓછામાં ઓછા રૂ. ૧૦,૦૦૦ દશહજાર સુરતમાં મેળવવા અમારી ઝંખના છે. તેને પોષણ આપવું એ સમાજનું પ્રાથમિક અને મહત્વપૂર્ણ કર્તવ્ય છે. આપશ્રી તેમાં ઓછામાં ઓછા રૂા. ૧૦૧ સંસ્થાને ભેટ આપી આ પ્રવૃત્તિને વેગ આપશો એવી નમ્ર વિનંતિ છે. આપ રૂા. ૧૦૧ મોકલી આભારી કરશોજી.
લિ સેવક તા. ૧ જાન્યુઆરી ૧૯૬૦
ચંદુલાલ વર્ધમાન શાહ
માનદ મંત્રી
પબિંક
અત્યારે
શિક્ષણ
માં એક