Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 43
________________ "श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र । યુગ, ની ', વર્ષ: જનું ૨૨, નવું ૩ * વીરાત સં, ૨૪૮૬, વિકમાર્ક ૨૦૧૬ * તા, ૧ ફેબ્રુઆરી ૧૯૬૦ * અંક ૪ न हु सासण भत्तिमेत्तएण सिद्धंतजाणओ होइ । न वि जाणो वि णियमा पण्णवणानिच्छिओ नाम ॥ માત્ર આગમની ભક્તિથી કોઈ સિદ્ધાન્તનો જ્ઞાતા નથી થઈ જતો તેમજ તેનો જ્ઞાતા પણ કંઈ નિયમથી પ્રરૂપણા કરવા માટે યોગ્ય બની જતો નથી. -સિદ્ધસેન દિવાકર સન્મતિ પ્રકરણ संस्था अ ने स मा ज કોન્ફરન્સના એકવીસમા અધિવેશનના દિવસો વધુ અને વધુ નજીક આવી રહ્યા છે. હવે આપણા હાથમાં બે મહિના કરતાં વધારે સમય નથી. એટલે આ અધિવેશનને બાહ્ય અને અત્યંતર, એમ બન્ને રીતે સફળ બનાવવું હોય તો હવે જરા પણ કાળક્ષેપ કર્યો આપણને ન જ પાલવે. હવે કામે લાગવામાં જેટલો વિલંબ કરીશું તેટલા પ્રમાણમાં આપણે કરવા ધારેલ કાર્ય ઉપર માઠી અસર થયા વગર રહેવાની નથી એટલે આપણે ચોક્કસ સમજી લેવાની જરૂર છે. અને તેથી કોન્ફરન્સના તમામ આત્માનું કોન્ફરન્સના ચાહકો અને પ્રશંસકોનું તેમ જ સમાજસેવાની ધગશ અને દૃષ્ટિ ધરાવતાં બધાં ભાઈબહેનોનું ધ્યાન એ તરફ દોરવું અમને ઉચિત અને જરૂરી પણ લાગે છે. અત્યારે આખા દેશમાં ઘોડાપૂરના વેગે પરિવર્તન આવી. રહ્યું છે, એની અસર આપણા સમાજને થયા વગર રહેવાની છે ખરી? અમારી સમજ પ્રમાણે તો આ વાત દીવા જેવી સ્પષ્ટ છે અને એમાં લેશ પણું મતભેદને અવકાશ નથી કે આખા દેશમાં જે નવી પરિસ્થિતિ સર્જતી જતી હોય, એની અસરથી દેશનો કોઈ પણ નાનો કે મોટો સમાજ અસ્કૃષ્ટ ન જ રહી શકે. ઠંડીની ઋતુમાં ઠંડી અને ગરમીની મોસમમાં ગરમી સૌને સમાન રીતે અસર કર્યા વગર નથી રહેતી. દેશમાં જે ભારે પરિવર્તન આવી રહ્યું છે, અને જેની અસર જૈન સમાજ ઉપર પણ એટલી જ થવાની છે, એની સામે ટકી રહેવા માટે પાણી પહેલાં પાળ બાંધવાની દૂરંદેશી દાખવવાની જેમ કંઈ કરવાની જરૂર ખરી કે નહીં? આવી જરૂરનો ઇન્કાર કેવી રીતે થઈ શકે? એટલે જે આવી જરૂરનો સાચી રીતે સ્વીકાર કરવામાં આવે એટલે પછી આપમેળે જ એ કાર્યને સારી રીતે પહોંચી શકે, પાર પાડી શકે એવી સંસ્થાની જરૂર તરફ અને એવી સંસ્થાને ટકાવીને પ્રાણવાન બનાવવા માટે સમાજે શું કરવું જોઈએ એ વાત તરફ આપણું ધ્યાન ગયા વગર નથી રહેતું. આ રીતે આવી સમાજસેવાને વરેલી જાહેર સંસ્થાઓ અને એ સંસ્થા જે સમાજની

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154