________________
"श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र ।
યુગ,
ની
',
વર્ષ: જનું ૨૨, નવું ૩ * વીરાત સં, ૨૪૮૬, વિકમાર્ક ૨૦૧૬ * તા, ૧ ફેબ્રુઆરી ૧૯૬૦ * અંક ૪
न हु सासण भत्तिमेत्तएण सिद्धंतजाणओ होइ ।
न वि जाणो वि णियमा पण्णवणानिच्छिओ नाम ॥ માત્ર આગમની ભક્તિથી કોઈ સિદ્ધાન્તનો જ્ઞાતા નથી થઈ જતો તેમજ તેનો જ્ઞાતા પણ કંઈ નિયમથી પ્રરૂપણા કરવા માટે યોગ્ય બની જતો નથી.
-સિદ્ધસેન દિવાકર સન્મતિ પ્રકરણ
संस्था
अ ने स मा ज
કોન્ફરન્સના એકવીસમા અધિવેશનના દિવસો
વધુ અને વધુ નજીક આવી રહ્યા છે. હવે આપણા હાથમાં બે મહિના કરતાં વધારે સમય નથી. એટલે આ અધિવેશનને બાહ્ય અને અત્યંતર, એમ બન્ને રીતે સફળ બનાવવું હોય તો હવે જરા પણ કાળક્ષેપ કર્યો આપણને ન જ પાલવે. હવે કામે લાગવામાં જેટલો વિલંબ કરીશું તેટલા પ્રમાણમાં આપણે કરવા ધારેલ કાર્ય ઉપર માઠી અસર થયા વગર રહેવાની નથી એટલે આપણે ચોક્કસ સમજી લેવાની જરૂર છે. અને તેથી કોન્ફરન્સના તમામ આત્માનું કોન્ફરન્સના ચાહકો અને પ્રશંસકોનું તેમ જ સમાજસેવાની ધગશ અને દૃષ્ટિ ધરાવતાં બધાં ભાઈબહેનોનું ધ્યાન એ તરફ દોરવું અમને ઉચિત અને જરૂરી પણ લાગે છે.
અત્યારે આખા દેશમાં ઘોડાપૂરના વેગે પરિવર્તન આવી. રહ્યું છે, એની અસર આપણા સમાજને થયા વગર રહેવાની છે ખરી? અમારી સમજ પ્રમાણે તો આ વાત દીવા જેવી સ્પષ્ટ છે અને એમાં લેશ પણું મતભેદને અવકાશ
નથી કે આખા દેશમાં જે નવી પરિસ્થિતિ સર્જતી જતી હોય, એની અસરથી દેશનો કોઈ પણ નાનો કે મોટો સમાજ અસ્કૃષ્ટ ન જ રહી શકે. ઠંડીની ઋતુમાં ઠંડી અને ગરમીની મોસમમાં ગરમી સૌને સમાન રીતે અસર કર્યા વગર નથી રહેતી.
દેશમાં જે ભારે પરિવર્તન આવી રહ્યું છે, અને જેની અસર જૈન સમાજ ઉપર પણ એટલી જ થવાની છે, એની સામે ટકી રહેવા માટે પાણી પહેલાં પાળ બાંધવાની દૂરંદેશી દાખવવાની જેમ કંઈ કરવાની જરૂર ખરી કે નહીં? આવી જરૂરનો ઇન્કાર કેવી રીતે થઈ શકે? એટલે જે આવી જરૂરનો સાચી રીતે સ્વીકાર કરવામાં આવે એટલે પછી આપમેળે જ એ કાર્યને સારી રીતે પહોંચી શકે, પાર પાડી શકે એવી સંસ્થાની જરૂર તરફ અને એવી સંસ્થાને ટકાવીને પ્રાણવાન બનાવવા માટે સમાજે શું કરવું જોઈએ એ વાત તરફ આપણું ધ્યાન ગયા વગર નથી રહેતું. આ રીતે આવી સમાજસેવાને વરેલી જાહેર સંસ્થાઓ અને એ સંસ્થા જે સમાજની