________________
જૈન યુગ
ફેબ્રુઆરી ૧૯૬૦
સેવા કરવા ઇચ્છતી હોય છે અને સમાજ, એ બને વચ્ચેના સંબંધનો વિચાર કરવો જરૂરી છે.
આશરે છએક દસકા પહેલાં કૉન્ફરન્સની સ્થાપના કરવામાં આવી ત્યારે, દેશમાં સમયે સમયે રચાતી નવી નવી પરિસ્થિતિમાં સમાજના અભ્યદયને માટે જે જે કરવાની જરૂર હોય, તે તે તરફ સમાજને જાગૃત રાખવો અને એ માટે સમાજને પ્રેરણા આપતાં રહેવું, તેમ જ એ માટે જે કંઈ કરવાની જરૂર હોય તે કરવામાં સક્રિય રીતે અને શક્તિપૂર્વક આગળ રહેવું, એવા ઉદેશ નજર સામે રાખવામાં આવ્યા હતા; અને આજે પણ એ જ ઉદ્દેશો આપણી સામે ઊભા છે. અલબત્ત, મૂળ ઉદ્દેશો એક જ પ્રકારના રહેવા છતાં એનાં કાર્યોના પ્રકારમાં સમયે સમયે ફેરફાર જરૂર થાય, અને તે થતો રહેવો જ જોઈએ.
અને સમાજસેવા કે સમાજઉત્કર્ષના મૂળ ઉદ્દેશને કાયમ રાખવા છતાં સમયના ફેરફારની સાથે પોતાની પ્રવૃત્તિમાં જરૂરી ફેરફારને આવકારવામાં આવે તો જ એ સંસ્થા સાચી સેવા કરી શકે, પોતાની ઉપયોગિતા સાબિત કરી શકે, અને પોતે પ્રાણવાન બનીને સમાજને પ્રાણવાન બનાવી શકે. પરિવર્તનને ઝીલવાની કે આત્મસાત કરવાની પ્રક્રિયામાં જેટલી ઊણપ આવે, તેટલે અંશે સંસ્થાની શક્તિ ઓછી થતી જાય, અને સાથોસાથ એની ઉપયોગિતામાં પણ ઘટાડો થવા લાગે. એટલે જે સમાજને શક્તિશાળી રાખવો હોય, અને સંસ્થાને પ્રવૃત્તિપરાયણ અને પ્રાણવાન બનાવવી હોય તો, પલટાતી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકાય, અર્થાત પલટાતી પરિસ્થિતિ સમાજ ઉપર માઠી અસર ન કરી જાય, એ રીતે કૉન્ફરન્સ કે એના જેવી સંસ્થાઓએ ખબરદાર રહી કામ કરવું જોઈએ.
પણ જરાક વધારે ઊંડા ઊતરીને વિચાર કરીએ તો આવી જાહેર સેવાની સંસ્થાઓ એ તો માત્ર સમાજની પોતાની જાતને તંદુરસ્ત અને સશક્ત રાખવાની ભાવના અને સમજણનું જ ફળ અથવા તો એ સમજણને અમલમાં મૂકવાનું સાધન માત્ર જ લેખી શકાય. સિપાઈઓ સરકારના કાયદાના અમલના રખેવાળ લેખાય છે, અને એ માટે એને અમુક અધિકારો પણ મળેલા હોય છે, આમ છતાં એ અધિકારનું મૂલ્ય ત્યાં સુધી જ અંકાય છે, જ્યાં સુધી એની પાછળ સશક્ત સરકારનું પીઠબળ હોય; જે ક્ષણે એ સરકાર શિથિલ બને તે જ
ક્ષણે એ સિપાઈ એ સત્તાધારી અધિકારી મટીને સામાન્ય માણસ જેવો બની જાય છે, અને એની સત્તાનો કોઈ અર્થ રહેતો નથી, અને એના અધિકારને પછી કોઈ ગાંઠતું પણ નથી. આ જ વાત કોઈપણ જાહેરસેવાની સંસ્થાને લાગુ પડે છે. સમાજ પોતે
છે ત્યાં સુધી જ આવી સંસ્થાઓ ટકી, નભી અને કામ કરી શકે છે. પણ જયારે સમાજ પોતે જ ઉદાસીન થાય ત્યારે એની અસર એણે સ્થાપેલી સંસ્થાઓ ઉપર થયા વગર ન જ રહે.
કોઈ પણ સંસ્થાને સ્થાપવી, નભાવવી, એને શક્તિશાળી બનાવવી કે એને નામશેષ થવા દેવી એ સમાજના પોતાના હાથની જ વાત છે. કૉન્ફરન્સના આટલાં બધાં વર્ષોના ઈતિહાસમાં જે અનેક આરોહ. અવરોહ આવ્યા, ક્યારેક સંસ્થા ખૂબ વેગપૂર્વક કામ કરતી લાગી અને ક્યારેક સમયના પરિવર્તનની કૂચમાં પાછળ પડી જતી લાગી, એ બધાનું મુખ્ય કારણ સમાજ તરફથી એને મળેલ વધુ કે ઓછો સાથ અને સહકાર જ છે. એટલે જયારે આવી કોઈ સંસ્થા ધારણા : પ્રમાણે કામ કરી શકતી ન હોય ત્યારે દેખીતી રીતે તો આપણને એમ જ લાગે છે, અને એમ લાગે એ સાવ સ્વાભાવિક જ છે, કે સરથા શિથિલ કે શક્તિહીન બની ગઈ છે. પણ એમ થવાનું ખરું કારણ તો એને સમાજ તરફથી સમયે સમયે મળવા જોઈતા પીઠબળમાં ઘટાડો થયો છે એ જ છે. અંદરની શક્તિ ઓછી થતાં હાથ ધાર્યું કામ ન આપી શકે તો, એમાં હાથનો શો દોષ લેખી શકાય? એવી કોઈ સંસ્થા ઓછું કામ કરી શકે કે અશક્ત બની જાય, તો એની માઠી અસર છેવટે તો સમાજ ઉપર જ થવાની છે, એટલું ભૂલવું ન જોઈએ. સમાજને અળગો કરી લઈએ તો પછી આવી સંસ્થાઓને પોતાની જાત પૂરતા લાભાલાભને કોઈ અવકાશ જ ન હોઈ શકે; આવી સંસ્થાઓ તો માત્ર સમાજને લાભ કરી આપવાનું સાધન માત્ર જ છે; અને તેથી એ સાધનનો કેવો ઉપયોગ કરવો, અને એનાથી કેટલો લાભ હાંસલ કરવો એ સમાજની પોતાની ઇચ્છા અને જવાબદારીની વાત છે.
બધી સંસ્થાઓની શક્તિનું ઉગમ સ્થાન અને એની જીવાદોરી સુદ્ધાં, સમાજ પોતે જ છે. સમાજ જ આવી સંસ્થાઓને સ્થાપે છે, એટલે એને નભાવવાનું, ટકાવી