________________
જૈન યુગ
જાન્યુઆરી ૧૯૬૦
છે. ખંભાતના વિખ્યાત શાંતિનાથ ભંડારની સૂચિ પણ તેમણે તૈયાર કરી છે, અને ગાયકવાઝ ઓરિયેન્ટલ સિરીઝમા તે છપાય છે. એશિયાટિક સોસાયટી ઑફ બંગાલના સંગ્રહમાંની જન હસ્તપ્રતોની વર્ણનાત્મક સૂચિ ડૉ. અજિતરંજન ભટ્ટાચાર્યે તૈયાર કરી છે. એનો પહેલો ભાગ પ્રકટ થયો છે, અને બીજો ભાગ નજીકના ભવિષ્યમાં પ્રસિદ્ધ થશે.
હોશિયારપુરના વિકવેશ્વરાનંદવેદિક રિસર્ચ ઇન્સ્ટિટયુટે, આ સમાલોચનના વર્ષ દરમિયાન, પોતાના સંગ્રહના ૮ ૬૦ હસ્તપ્રતોની વર્ગીકૃત સૂચિ બે ભાગમાં બહાર પાડી છે. આ સચિમાં ૨૬૭ જૈન ગ્રન્થોની નોંધ છે. એમાંથી ૫૮ સંસ્કૃતમાં અને ૨૦૯ હિંદીમાં છે. રાજસ્થાન પુરાતત્વ મંદિરે પોતાના સંગ્રહની હસ્તલિખિત પ્રતોની સૂચિનો પહેલો ભાગ પ્રકટ કર્યો છે (જોધપુર, ૧૯૫૯). એમાં નોંધાયેલી કુલ ૪૮૬૮ હસ્તપ્રતોમાંથી ૧૨૩૬ પ્રતા સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી-રાજસ્થાનીમાં જૈન લેખકોએ રચેલા વિવિધ વિષયના ગ્રન્થોની છે. જર્મનીનાં જૈન અધ્યયનનો સંદર્ભત્મક પરિચય આપનો અંગ્રેજી નિબંધ ડૉ. કલાઉઝ બુને લખ્યો હતો (વૉઈસ ઑફ અહિંસા. પુ. ૬, અંક ૧૦, ઑક્ટોબર ૧૯૫૬), જેનું ગુજરાતી ભાવાંતર ડો. અરુણોદય જાનીએ કહ્યું છે (જૈનયુગ', જાન્યુઆરી ૧૯૫૯).
ગયાં બે વર્ષમાં પ્રાકૃત અને જૈન અધ્યયનના વિષયમાં થયેલા કાર્યની આ નોંધ છે; એમાં કોઈ અગત્યના કામનો ઉલ્લેખ શરતચૂકને લીધે રહી ગયો હોય તો હું આપની ક્ષમા ચાહું છું. આપે જોયું હશે કે આપણું ક્ષેત્રમાં કામ કરનાર વિદ્વાનોનું એક નાનું ૫ણું તાલીમબદ્ધ મંડળ છે, અને આપણે આશા રાખીએ કે વધુને વધુ વિદ્વાનો ભારતીય સંસ્કૃતિની પ્રમાણમાં
અવગણાયેલી આ શાખામાં ઉત્તરોત્તર વધુ રસ લેતા થશે. “પ્રાકૃત અને જેન અધ્યયન' તથા “જૈન વિદ્વાન' જેવા શબ્દપ્રયોગો કેટલીક વાર ગેરસમજ ઉભી કરે છે, અને તેથી અનાવશ્યક ભિન્નતાનો ભાવ કવચિત પેદા થાય છે. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે જૈન ધર્મ પણ, બીજાં દર્શનોની જેમ, ભારતીય જીવન અને વિચાર પ્રણાલિની સર્વસામાન્ય ભૂમિકામાંથી ઉદ્ભવ્યો હતો, અને આજ દિન સુધી તેણે સર્વદા સમકાલીન ભારતીય જીવન ઉપર પ્રભાવ પાડ્યો છે અને તે વડે પ્રભાવિત પણ થયો છે. આથી સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાદેશિક સાહિત્યો જેવાં વિવિધ માધ્યમો દ્વારા આવિષ્કત જૈન ધર્મ અને તસંબદ્ધ વિષયોના જ્ઞાનમાં ઉમેરો એ અનેક રૂપે વ્યક્ત થયેલ ભારતીય સંસ્કૃતિના વ્યાપક અધ્યયનના ક્ષેત્રમાં જ મૂલ્યવાન પ્રદાન છે.
વિદ્યાવિષયક કાર્યો માટે શાસ્ત્રવ્યુત્પત્તિ અને તાલીમ જરૂરી છે; પરન્તુ જ્ઞાન પ્રત્યે સંપૂર્ણ ભક્તિ એ કોઈ પણ સંશોધક અને જ્ઞાનપિપાસુ માટે સૌથી વધુ આવશ્યક છે એમ કહું તો આપ મારી સાથે સંમત થશો એવી આશા છે. અધ્યયન અને સંશ ધન માટેની વ્યક્તિ વિના ચિરંજીવ મહત્વનું કોઈ કામ ભાગ્યે થઈ શકે. જ્ઞાનને વિષે જેમની ભક્તિ હોય એમના ઉપર “પ્રતિક્રમણ સૂત્ર' મૃતદેવતાના આશીર્વાદો ઉતારે છે; એ પવિત્ર ધર્મગ્રન્થમાંની પ્રસ્તુત ગાથા અહીં ટાંકીને હું આ વ્યાખ્યાનની સમાપ્તિ કરીશ–
सुअदेवया भगवई नाणावरणीभ-कम्म-संघायं । तेसिं खवेउ सययं जेसि सुअ-सायरे भत्ती ॥
(શ્રત-સાગરમાં જેમની ભક્તિ છે તેમનાં જ્ઞાનાવરણીય કર્મના સમૂહનો ભગવતી મૃતદેવતા સર્વદા ક્ષય કરો !)
ક
|