________________
જૈન યુગ
જાન્યુઆરી ૧૯૬૦
જાય. આપણાથી કંઈ થઈ શકે તો કરવાની લાગણી જાગે ! આવાં તીરથનાં દર્શન તો સૌએ કરવાં!
આ આવ્યો છેલ્લો ખંડ (ૉ). એમાં બધી બહેનદરદીઓ જ રહે ! એમને જોતાં તો આંખો આંસુભીની બની જાય.
પણુ જરા બહાર આવો, અને ખંડ ઉપરનું નામ વાંચો. લખ્યું છે; ખરચ રૂપિયા એકાવન હજાર! ખંડનું નામ “પરમાત્મા ”
મનમાં ભારે અચરજ થયું; આ તે વળી કેવું નામ? પૂછયું તો કહેઃ ઇપિતાલ ચણાતી હતી ત્યારે એક ભાઈને કંઈક કરવાના ઉમંગ જાગ્યા. એક ખંડના એકાવન હજાર એમણે મોકલી આપ્યા.
એમને પૂછ્યું કે પહોંચ કોના નામની બનાવીએ? તો કહે. નામનું શું કામ? ચોપડે ગમે તે નામે જમે થયા એ પહોંચ જ થઈને!
ખંડ તૈયાર થયો અને પૂછયું કે ખંડને નામ કોનું આપીએ ? તો કહે ભાઈ એવી નામનાની શી જરૂર? દરદીને આરામ મળે એ કંઈ ઓછી વાત છે?
વધુ આગ્રહ કર્યો તો કહે, આ તો બધી ભગવાનની કૃપા ! માનવી શું કરી શકે? નામ આપવું જ હોય તો આપો નામ પ્રભુનું! જેવું હોય એનું જ નામ શોભે ને? આપણે તો ફક્ત એની ચિઠ્ઠીના ચાકર !
અને એ ખંડનું નામ “પરમાત્મા છૅરાખ્યું ! કીતિના કોટડા ઊભા કરવા તો કોને ન ગમે? પણ આ માડી જાયો એ મોહમાંથી ઊગરી ગયો ! ધન્ય રે અનામી દાતાર !
દરદી તો દાક્તરને મન દેવ ! એને જુઓ અને બીજી બધું ભૂલી જાય. એ જલદી સાજો કેમ થાય એ જ એની ચિંતા.
આવા પરગજુ અને કાબેલ દાક્તરને દરદીઓય દેવ માનવા લાગે, એમાં શી નવાઈ?
દરદી સાજા થઈને જાય ત્યારે એના પગે પડે અને એને ફૂલની ભેટ આપીને પોતાની લાગણી દર્શાવે.
એક દિવસની વાત છે : કામ પતાવીને દાક્તર પોતાના બંગલે ગયા. જમીને આરામ કરવા જાય છે, ત્યાં પટાવાળો આવ્યો. કહે. કોઈ ભાઈ ઈરિપતાલ જેવા આવ્યા છે અને આપને તરત બોલાવે છે. એમને કંઈક જરૂરી વાત કરવી છે.
પેલા ભાઈ પરમાત્મા પાસે ઊભા હતા. દાકતર જઈને એમને મળ્યા. આવનાર ગૃહાથે દરદીઓની પૂછપરછ કરી, બધી દરદી બહેનોના ખાટલે ખાટલે ક્ય અને પછી દાકતરને પૂછ્યું : આમાં કોઈ મદદની જરૂરવાળી બહેનો ખરી ? દાક્તરે કહ્યું એવી બેએક બહેનો તો છે.
પેલા ભાઈએ પૂછ્યું: એમને માટે કેટલા પૈસા જોઈએ ?
દાકતરે સંકોચ કરતાં રહ્યું ઃ હજારેક હોય તો બસ. પિલા ભાઈએ બે હજારની નોટો દાકતરના હાથમાં મૂકી દીધી !
દાકતર તો જોઈ જ રહ્યા: એ ભાઈને પહેલાં કયારેક નહીં મળેલા, એટલે ઓળખે પણ શી રીતે ?
મોટા દાકતરને આવ્યા જાણી બીજા દાક્તરો અને ઑફિસના માણસો ત્યાં આવી પહોંચ્યા. એમણે એ ભાઈને તરત ઓળખી કાઢ્યા.
એમણે મોટા દાકતરને કહ્યું : સાહેબ, આ તો આ વ માટે એકાવન હજારનું દાન કરનાર શેઠ પોતે !
પહોંચ માટે નામ પૂછ્યું તો કહે, નામ પ્રભુનું!
પ્રભુની કીર્તિ ગાવી સૌને ગમે પ્રભુની નામના કરવી સૌને રુચે અને પ્રભુના જશ ગાવામાં સૌને આનંદ " આવે! ' એના કરતાં મોટું નામ કોનું હોય ? એના કરતાં મોટો જશ કોનો ગાવો !'
અને અમરગઢ એક અમર ઘટનાનું સાક્ષી બની ગયું. એ અનામી દાતાર પ્રભુના નામમાં અમર બની ગયા !
થોડાંક વરસ વીત્યાં. અમરગઢની એ ઇરિપતાલમાં મોટદાક્તરનવા આવ્યા. હોંશિયારે એવા અને કામગરા પણ એવા. આળસનું તો એમની પાસે નામ નહીં. દરદનું નિદાન તો એવું કરે કે જાણે રોગ ઉપર આંગળી મૂકીને બતાવે !
જશકરમી પણ એવા. અડધું દરદ તો જાણે એમની સાથેની વાતમાં જ ઓછું થઈ જાય. અને દવા એવી કરે કે દરદી ઝટ સાજો થઈ જાય!
પોતે ખડે પગે કામ કરે, અને માણસો પાસેથી પણ એવું જ કામ લે. બધા કહે, એ છે તો આપણું દેશના, પણ ઠેઠ જમનોના દેશની વિદ્યા ભણી આવ્યા છે ! નવરા તો બેસી જ ન શકે!