________________
જૈન યુગ
ણવામાં આવી છે. વિશિષ્ટ મહત્ત્વના એના વિષયની તો અત્યારે આપણે અહીં વાત જ કરતા નથી. આવી ધણી હસ્તપ્રતો એક કાળે લખાઈ હશે એમાં શંકા નથી, અને આ પ્રકારના વધુ નમૂનાઓ ભારતના જુદા જુદા ભાગોમાં સચવાઈ રહ્યા હોય તો એ માટે શોધ કરવી જોઈ એ.
જૈન ફિલસૂફી. સંસ્કૃતિ અને ઇતિહાસને લગતા થોડાક ગ્રંથો અને નિબંધો પ્રત્યે હવે ધ્યાન દોરીશ. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી જેઓ આપણા દેશના સૌથી અગ્રગણ્ય દાર્શનિકોમાંના એક છે અને જેમની કૃતિઓ આધુનિક સંશોધનપદ્ધતિ તથા એતદ્દેશીય સર્વોચ્ચ પાંડિત્યના આદર્શ સમન્વયરૂપ છે તેમણે ‘ભારતની દાર્શનિક અને યોગપરંપરામાં હરિભદ્રસૂરિનો ફાળો ' એ વિષય ઉપરનાં ક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો ગયા ફેબ્રુઆરી માસમાં મુંબઈ યુનિવર્સિટીને ઉપક્રમે આપ્યાં છે. પંડિતજીએ પોતાનું વિવેચન હરિભદ્રસૂરિના નીચેના છ ગ્રન્થોને આધારે મુખ્યત્વે કર્યું છે-બદર્શનસમુચ્ચય ', શાસ્ત્રવાર્તાસમુચ્ચય,' ‘યોગવિંશિકા', ‘યોગશતક’ (આ ગ્રન્થનું પુનઃ સંપાદન અને ભાષાન્તર જેસલમેરથી તાજેતરમાં મળેલી એક તાડપત્રીય પ્રતિને આધારે ડૉ. ઈન્દુકલા ઝવેરીએ કર્યું છે: ગુજરાત વિદ્યાસભા, અમાવાદ, ૧૯૫૬), ‘યોગબિંદુ' અને ‘યોગદષ્ટિસમુચ્ચય.’ જૈન દીક્ષા લીધી ત્યાર પહેલાં હરિભદ્રસૂરિ એક પ્રકાંડ બ્રાહ્મણ પડિત હતા, અને સંસ્કૃત તથા પ્રાકૃતમાં રચાયેલા તેમના ગ્રન્થો સર્વ ભારતીય દર્શનોમાં જ માત્ર નહિ, પણ તે કાળે વિકસેલી જ્ઞાનની તમામ શાખાઓમાં એમની પ્રવીણતા દર્શાવે છે. આજા કેટલાયે દાર્શનિકોથી ઊલટું જ, હરિભદ્રસૂરિની દૃષ્ટિ સ્વભાવતઃ ઉદાર હતી, અને તેમની રચનાઓ ભારતીય ચિંતનના સમન્વયાત્મક વિકાસમાં અગત્યનું પ્રદાન છે. પંડિતજીનાં એ વિષેનાં વ્યાખ્યાનો આ રસપ્રદ વિષયમાં મૌલિક ફાળો આપે છે, અને એના પ્રકાશનની આપણે ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ એ છીએ. વડોદરા યુનિવર્સિટીના આમંત્રણથી
પંડિતજીએ આપેલાં મહારાજા સયાજીરાવ પારિતોષક
વ્યાખ્યાનો-‘ભારતીય તત્ત્વવિદ્યા ' (વડોદરા, ૧૯૫૮)જેમાં ભારતીય તત્ત્વજ્ઞાનના કેટલાક અગત્યના પ્રમેયોની ચર્ચા કરી છે તે પણ એટલો જ તેજસ્વી ગ્રન્થ છે અને એમાં જૈન ફિલસૂફી વિષે પણ ઘણી વિચારપ્રેરક સામગ્રી છે. પંડિત સુખલાલજીનું બીજું એક પુસ્તક ચાર તીર્થંકર ' ( મુબઈ, ૧૯પ૯ ) ઋષભદેવ, નૈનિનાથ,
૧
જાન્યુઆરી ૧૯૬૦
પાર્શ્વનાથ અને માવીર એ ચાર તીર્થંકરો વિષેના દસ લેખોનો સંગ્રહ છે. પ્રવાહી અને પ્રાસાદિક શૈલીમાં લખાયેલા હોઈ એ સર્વ લેખો તીવ્ર આલોચક મુદ્દે, તાત્ત્વિક ઊંડાણ અને ઐતિહાસિક સંશોધનના ત્રિવેણી સંગમ રૂપ છે.
પ્રો. એ. ચક્રવર્તીકૃત ‘રિલીયિન ઑફ અહિંસા ’ (બેંગલોર, ૧૯૫૭) એક સાયેલા વિદ્વાનને હાથે લખાયેલું જૈન ધર્મ અને આચા શસ્ત્ર ઉપરનું સુન્દર પુસ્તક છે. અહિંસામાર્ગ કે જેમાં જૈન ધર્મ અગ્રાયી છે એ વિષેની એક રસપ્રદ પુરિતકા ‘રિલેજિયન ઍન્ડ પીસ' (મથુરા, ૧૯૫૯) શ્રી. સુમેરચંદ દિવાકરે લખી છે. અહિંસાને લેખક એક સિદ્દાન્ત તરીકે નહિ, પણ એક જીવનરીતિ તરીકે વર્ણવે છે તથા એના આચારશાસ્ત્રીય તથા દાર્શનિક અર્થો સમજાવે છે; સર્વ ભૂતો પ્રત્યે અનુકંપા એ આ ધર્મનું હાર્દ છે. ડૉ. મોહનલાલ મહેતાકૃત હિન્દી ‘જૈન દર્શન’ (સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રા, ૧૯૯) આ વિષય પરનો એક ઉત્તમ ગ્રન્થ છે; મુનિશ્રી ન્યાયવિજયજીકૃત ‘જૈન દર્શન' (ગુજરાતી અને હિન્દી) જે સામાન્ય વાચકો માટેનું પુસ્તક છે અને ડૉ. મહેન્દ્રકુમાર કૃત જૈન દર્શન’ (હિન્દી) જેનો ઉપયોગ મુખ્યત્વે વિદ્યાનો જ કરી શકે એમ છે એ બેની વચ્ચેનું રથાન ડૉ. મોહનલાલ મહેતાના પુસ્તકનું છે. મુનિશ્રી ફુલચંદ્ર કૃત ‘નયવાદ’ (સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રા, ૧૯૪૮) સત્યનાં અનેક પાસાંને આવરી લેવા પ્રયત્ન કરતા જૈન દર્શનના એક મૂળભૂત સિદ્ધાન્ત વિષેનું સારું હિન્દી પુરતક છે.
પ્રો. વી. પી. જોડાપુરકરે ‘ભટ્ટારક સંપ્રદાય ’ (સોલાપુર, ૧૯૫૮) વિષે એક પુસ્તક આપ્યું છે. હરતપ્રતોની પુષ્પિકાઓ અને શિલાલેખોમાંથી ભટ્ટાર કોના ઇતિહાસ વિષે ઉપયોગી સામગ્રી તેમણે એકત્ર કરી છે; અને ભટ્ટારક સંસ્થા જેણે વેતાંબર સંપ્રદાયના ચૈત્યવાસી યતિઓની જેમ સાહિત્ય અને કલાના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે, તેના ઇતિહાસ અને સામા જિક અગત્યનું નિરૂપણ કર્યું છે. અગાઉ 'સેક્રેડ બુકસ ઑફ ધી જૈન્સ' એ ગ્રન્થમાળાના જુદા જુદા ગ્રન્થોની પ્રસ્તાવનાઓ રૂપે છપાયેલા અંગ્રેજી લેખોનો ઉપયોગી સંગ્રહ શ્રી કે. ખી. છંદલે પુસ્તકાકારે બહાર પાડ્યો છે (કલકત્તા ૧૯૫૮); પણ એમાં તે તે લેખોના લેખકોનાં નામોનો નિર્દેશ કર્યો નથી એ જરા આશ્ચર્યજનક છે! આચાર્ય વિજયેન્દ્રસૂરિષ્કૃત 'વૈશાલી' (બીજી આવૃત્તિ,